જૂ એક પ્રકારનું જંતુ છે જે માનવીના માથાને તેનું ઘર બનાવે છે. વાળના મૂળમાં રહીને તેઓ લોહીને ચૂસી માથાનો દુખાવો, ખંજવાળ અને ત્વચા ચેપ જેવી સમસ્યાઓ પણ ઉભી કરે છે. તેમની સંખ્યા ઝડપથી વધે છે, જેના કારણે તેઓ એક વ્યક્તિથી બીજામાં સરળતાથી જાય છે. એકવાર જૂ માથામાં આવે પછી, તેઓ ખૂબ ઝડપથી વિકસે છે, તેથી થોડા દિવસોમાં તેમને દૂર કરવું શક્ય નથી.
ઘણા લોકો માથાની જું થી છુટકારો મેળવવા માટે બજારની દવાઓનો ઉપયોગ કરે છે. તે પ્રોડક્ટ કેમિકલથી ભરપુર હોય છે, તેની આપણા આરોગ્ય ઉપર કેટલી ખરાબ અસર થઈ શકે છે, એ વાત જાણતા હોવા છતાં પણ લોકો એનો ઉપયોગ કરે છે. તો એવામાં કોઈપણ બીમાંરીના ઈલાજ માટે આયુર્વેદિકનો સહારો લઇ શકાય છે.
જૂ એક કુદરતી જંતુ છે. ચાના છોડનું તેલ તેનાથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ચાના ઝાડના તેલમાં જંતુનાશક અસર હોય છે, જે જૂ અને તેના ઇંડા થી છુટકારો મેળવવામાં મદદગાર હોવાનું માનવામાં આવે છે. સુતા પહેલા વાળમાં ચાના છોડ ના તેલના થોડા ટીપાં લગાવો. ઓશીકું પર ટુવાલ મૂકો અને સૂઈ જાઓ. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ત્રણ વખત પુનરાવર્તન કરો.
વિનેગર નો ઉપયોગ જૂ અને તેના ઇંડાની સમસ્યાને દૂર કરવા માટે થઈ શકે છે. કારણે કે, તેમાં એસિટિક એસિડના ગુણધર્મો છે, જે વાળમાં હાજર જૂને બેભાન કરવાનું કામ કરે છે. એવું માનવામાં આવે છે કે જૂ બેભાન થયા પછી નબળા બને છે, જેથી કાંસકોની મદદથી બહાર કાઢી શકાય છે.
પાણી અને વિનેગર મિક્સ કરી તેને વાળ પર લગાવો. માથાને ટુવાલથી લપેટીને 30 મિનિટ માટે છોડી દો. પછી વાળમાં કાંસકો ફેરવવાથી જુ અને તેના ઈંડા નીકળી જાય છે. નાળિયેર તેલનો ઉપયોગ જૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે, નાળિયેર તેલ જૂ નાશ કરવામાં 80 ટકા સુધી અસરકારક સાબિત થયું છે.
એવું પણ માનવામાં આવે છે કે નાળિયેર તેલ નો ઉપયોગ વાળને મજબૂત અને ચળકતા બનાવવામાં પણ મદદગાર છે. તમાકુ પાણીમાં મિક્સ કરીને તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધીને કે શાવર કેપથી 5 થી 6 કલાક ઢાંકીને પછી અરીઠાથી માથું ધોવાથી જુ અને લિખ મરી જાય છે. સીતાફળના બીજનું ચૂર્ણ માથાના વાળમાં નાખવાથી જુ મરે છે. તે ઉપરાંત ડુંગળીનો રસ માથામાં ભરવાથી જુ મરે છે.
બે ચમચી લીંબુના રસમાં એક ચમચી આદુની પેસ્ટ નાખો અને તેને 20 મિનિટ સુધી તમારા માથા પર રાખો અને સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરવાથી સારા પરિણામ મળે છે. મીઠું અને વિનેગર નું મિશ્રણ બનાવો અને તેને માથામાં લગાવો અને બે કલાક પછી વાળને બરાબર ધોવા. જૂ ત્રણ દિવસમાં નાશ પામશે.
તુલસીના પાન ની પેસ્ટ બનાવો અને તેને માથા પર લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. સુકાઈ જાય ત્યારે માથુ ધોઈ લો અને સૂવાના સમયે પણ થોડા પાંદડા ઓશીકું નીચે રાખો. તુલસીનો ઉપયોગ જૂ ની દવા માટે પણ થાય છે. લસણની પેસ્ટમાં લીંબુનો રસ લગાવો અને વાળ પર લગાવો અને એક કલાક પછી વાળ ધોવાથી જૂ સરળતાથી દૂર થાય છે.
ઓલિવ ઓઇલના ઘણા ફાયદા છે. એમાંથી એક ફાયદો એ છે કે જૂ માંથી મુક્તિ મેળવવી. આ સંદર્ભે જાણવા મળ્યું છે કે કેટલાક ખાસ તેલોનો ઉપયોગ જૂની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ તેલમાં ઓલિવ તેલનો પણ ઉલ્લેખ છે. વાળ પર ઓલિવ ઓઇલ સારી રીતે લગાવો. શાવર કેપથી ઢાકી દો અને આખી રાત રહેવા દો. મૃત જૂ અને ઇંડા દૂર કરવા માટે વાળમાં કાંસકો ફેરવો. તે પછી ગરમ પાણીથી વાળ ધોઈ લો.