ચીકુ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે. ચીકુ માં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહતત્વ ઘણી માત્રા માં જોવા મળે છે. ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.
ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી શરીરને ઘણો લાભ થાય છે. ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખુબજ આવશક છે. તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે. કેન્સર જેવી બીમારી સામાન્ય થઈ ગઈ છે. તેના બચાવ માટે ચીકુનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ચીકુમાં વિટામીન એ અને બી ની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને બીજા ઘણા પોષક તત્વો રહેલા હોઈ છે. જે ફેફડા અને મોઢાના કેન્સર થી બચાવી રાખે છે.
નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીવાઈરલ હોવાથી શરીરને ખૂબ જ ફાયદો મળે છે. તે શરીરમાં આવતા બેકટેરિયાને રોકે છે. તેમાં રહેલું વિટામિન સી શરીરના રહેલા બેક્ટેરિયા નો નાશ કરે છે. તેમાં રહેલું એન્ટી-બેકટેરિયલ અને ફાઇબર કેન્સર ને થતું અટકાવે છે.
ચીકુમાં વિટામીન એ પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોની દૃષ્ટિ વધુ લાંબા સમય સુધી ટકી રહે છે. સાથે જો આંખો મા પીડા થતી હોય અથવા તો દેખાવામાં તકલીફ થતી હોય તો રોજ ચીકુ ખાવા જોઈએ. ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અથવા અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે.
ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે. ચીકુમાં મીઠું નાખીને ખાવા થી કબજિયાત તો દુર થાય જ છે પણ સાથોસાથ જાડાપણું પણ ઓછુ થાય છે. ચીકુના સેવનથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીર ને શક્તિ મળે છે. આખો દિવસ કામ-કાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ.
ચીકુ શરીરને સ્વસ્થ રાખવામા ઘણું લાભદાયી છે. ચીકુ કેન્સર જેવા જીવલેણ રોગમાં શરીરની રક્ષા કરે છે. જો કોઇપણ વ્યક્તિ ને કોલન કેન્સર, ઓરલ કેવીટી તેમજ ફેફસાંનુ કેન્સર હોય તો તેવા લોકોએ રોજ ચીકુ ખાવા જોઈએ. આ ઉપરાંત તે ચેહરા પરની કરચલી પણ ઓછી કરવામાં મદદ કરે છે.
આપણ સૌ જાણીએ છીએ કે પથરીનું દર્દ ખૂબ ભયાનક હોય છે. પણ આ પ્રકારના દર માટે પણ આ ફળ ખુબજ સારું છે. અને તેની અંદર વજન ઓછો કરવાનો પણ એક મહત્વનો ગુણ રહેલો છે. તે મગજની તંત્રિકાઓને પણ શાંત અને તનાવને ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર માત્ર માં એન્ટીઓક્સીડેંટ મળી આવે છે. જેના કારણે તમારા શરીર પર વધી રહેલી ઉંમર દેખાતી નથી. કારણ કે તે ફ્રી રેડીકલ્સને નાશ કરી નાખે છે.
ચીકુને એન્ટી-ઇન્ફલેમેંટરી એજન્ટ માનવામા આવે છે અને તેનાથી કબજિયાત, જાડા તેમજ આંખ સંબંધિત એનીમિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય તે આંતરડાની શક્તિ વધારી હ્રદયને લગતી બીમારીઓ થતી અટકાવે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું જોઈએ.
આ ઉપરાત ચીકુ થી શરીરમાં થતા લોહીના નુકશાનથી પણ બચી શકો છો. ચીકુના બીજને વાટીને તેને કીડાના કરડવાની જગ્યાએ પણ લગાવી શકાય છે. તેનાથી ઘણી રાહત મળે છે. હરસ મસાથી બચવા માટે પણ ચીકુ ખાવા જોઈએ. અમુક લોકો ને વારંવાર કફની સમસ્યા થતી હોય છે. પણ આ ફળ નું નિયમિત સેવન આ સમસ્યા ને પણ દૂર કરે છે કારણ કે તેમાં એક તત્વ હોય છે જેનાથી શ્વસન તંત્ર ની અંદર થી કફ ને દૂર કરે છે અને તેણે પૂરતી રાહત આપે છે.