દુનિયાની કોઈ પણ દવા આ ઔષધિના તોલે નઇ આવે! 100 થી વધુ રોગ દૂર થઈ શરીરમાં થશે એવા ગજબના ફેરફાર કે જાણી ને તઅમે ચોંકી જશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જેઠીમધ શક્તિ આપવા વાળું ઔષધ છે. કોઈપણ પ્રકારથી આવેલી અશક્તિ ઉપર શક્તિ લાવવા માટે જેઠીમધ ઉત્તમ ઔષધ છે. શક્તિ આપવવાળા ઔષધોમાં ઘી, માખણ અને દૂધ બળ આપનારાં ઔષધો છે પણ તેનાથી કફ વધે છે.  જેઠીમધ બળ આપનારું છે સાથે સાથે કફને ઓછું કરવાવાળું હોવાથી શરીરનું ભારીપણું અને કફનો વધારો થતો નથી.

તો ચાલો અમે તમને જણાવીએ જેઠીમધનો કઈ રીતે ઉપયોગ કરવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે. જેઠીમધ સારું ખાંડીને વસ્ત્રથી ગાળી શકાય તેવું ચૂર્ણ કરી તેને ૩ ગ્રામ ઘી અને મધ સાથે લેવું. સવારે અને સાંજે જમવા પહેલાં આનું સેવન કરવાથી સાત જ દિવસમાં શક્તિ આવે છે.

જેઠીમધ ઠંડું છે. ગરમીથી મોંમાં ચાંદાં પડ્યા હોય ત્યારે ૬ ગ્રામ જેઠીમધ લઈ તેમાં ૫ ગ્રામ ખાંડેલી સાકર નાખી બે લિટર પાણીમાં નાખી પછી ગાળી લઈને તેમાં ૫ ગ્રામ ઘી નાખી પીવો. આવી રીતે કરવાથી મોં માં પડેલા ચાંદા સારા થાય છે.

જેઠીમધનો મોટો ઉપયોગ સ્વર અને અવાજ સાફ કરવા માટે પણ થાય છે. તેનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ ખરલમાં નાખી તેનાથી ચોથો ભાગ મરીનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી જેઠીમધમા નાંખીને મગ જેવડી ગોળી વાળવી. આ ગોળી મોંમાં રાખવાથી સ્વર શુદ્ધ બને છે અને બેઠેલો અવાજ પણ સારો થાય છે.

ઉધરસમાં લોહી નીકળતું હોય ત્યારે તેમાં ૪ ગ્રામ ઘી, ૧ ગ્રામ મધ મેળવી ચાટવાથી રક્તપિત્ત, બંધ થાય છે. ખાંસી, ખાસ કરીને ક્ષયની ખાંસીમાં જેઠીમધ ખાવાથી લાભ મળે છે. તેનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી ૩ થી ૪ ગ્રામની માત્રા સુધી દિવસમાં ૩ થી ૪ વાર મધ, ધી અને સાકર સાથે લેવાથી કફ છૂટે છે અને છાતી હળવી લાગે છે.

ત્વચાના રોગોમાં પણ લાભકારી ગણાતા જેઠીમધનો લેપ ફોલ્લા પર લગાડવામાં આવે તો એ જલદી પાકીને ફુટી જાય છે. જેઠીમધ અને તલને વાટીને એમાં આયુર્વેદિક ઘી મિક્સ કરીને ઘાવ પર લગાવવાથી ઘાવ ભરાઇ જાય છે. હરસમસામાં લોહી પડતું હોય ત્યાં જેઠીમધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ એક ગ્રામ પાણી સાથે દરરોજ રાત્રે લેવાથી ઝાડો સાફ થઈ લોહી પડતું બંધ થાય છે. હરસની કોઈ પણ બીમારી મટે છે.

જેઠીમધ ત્રિદોષશામક છે, ગમે તે અને ગમે તેવા રોગ ઉપર તેનો પ્રયોગ થાય છે. આના ત્રિદોષશામક ગુણને લીધે તે દરેક ઉકળામાં વપરાય છે. ૧૫ ગ્રામ જેઠીમધને ૧ લિટર પાણીમાં નાખી તેનો ઉકાળો કોઈ પણ રોગમાં વાપરી શકાય છે.

મોઢામાંથી લોહી નીકળવું, છાતીમાંથી ચાંદામાંથી લોહી નીકળવું, નાકમાંથી લોહી નીકળવું, છાતીના કફ સાથે લોહી નીકળવું તેના ઉપર જેઠીમધ ૫ ગ્રામ, હરડે ૧૦ ગ્રામ, દ્રાક્ષ ૧૦ ગ્રામ આ ૨૫ ગ્રામ વસ્તુ ઓ  ખાંડી ને ભૂકો કરી અડધો લિટર પાણીમાં નાખી ઉકાળો બનાવવો.

ખાસ કરીને તાવ, શરદી, ખાંસી, શ્વાસ વગેરે રોગ ઉપર તેનો સારો ફાયદો થાય છે. ખૂબ તાવ આવ્યો હોય, ઉપરા ઉપરી ઉબકા અને ઊલટી થતી હોય, શરીરે દાહ થતો હોય તો આ બધા રોગ શાંત કરવા માટે જેઠીમધ નો  ઉકાળો પીવાથી દરેક રોગ સારા થાય છે.

જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થો થી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

રક્તશુદ્ધિ માટે આ પ્રયોગ ઘણો સારો છે. જેઠીમધનું બારીક વસ્ત્રગાળ કરેલું ચૂર્ણ ૧ ભાગ, વરિયાળી બારીક કરેલી ૧ ભાગ,  શુદ્ધ કરેલો ગંધકની ૧ ભાગ, અને ઘી માં તળીને વસ્ત્રગાળ કરેલું સોનામૂખીનું ચૂર્ણ, 2 ભાગ, ખડીસાકર ૩ ભાગ લઈ એકત્ર કરી યોગ્ય પાત્રમાં ભરી રાખવું. દરરોજ રાત્રે જમ્યા પછી ૧ ગ્રામ ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવાથી તે કોઈપણ પ્રકારનો રોગ થવા દેતું નથી.

અલ્સર થતાં જેઠીમધના ચૂર્ણનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાગ પર ઘા થતાં જેઠીમધનું સેવન કરવાથી ઘા જલ્દી ભરાય જાય છે. હેડકી થતાં જેઠીમધનું ચૂર્ણ ખાવાથી લાભ થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હેડકીથી છુટકારો મળે છે.

કોઈપણ જગ્યાએ આવેલો સોજો ઉતારવા માટે જેઠીમધને પીસી તેને ગરમ કરી તેને સોજાવાળા ભાગ ઉપર લેપ કરવો તેથી સોજો ઊતરશે. આંખ લાલ થાય ત્યારે આંખની આસપાસ જેઠીમધનો લેપ કરવાથી આંખની લાલાશ ઓછી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top