ગાજર ને રોજીંદા જીવનમાં સલાડ, જ્યુસ, અથાણું, ગાજરનો હલવો એ સિવાય ઘણીબધી રીતે ખાઈએ છીએ. ગાજરની અંદર પોષકતત્વો ખુબજ પ્રમાણ માં હોય છે. વિટામિન્સ ની વાત કરીએ તો તેની અંદર વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, પોટેશિયમ અને આયર્ન હોય છે.
આંખનું તેજ વધારવું હોય કે ત્વચાની સુંદરતા તેના માટે ગાજર ખાવું એ વધારે સારો ઉપાય છે. શિયાળામાં ગાજર ખાવાથી અનેક ફાયદા થાય છે. ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે છે તેવું નથી તેનાથી અન્ય ફાયદા પણ થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ ગાજર થવાથી આપણને કયા કયા ફાયદા થાય છે.
ગાજર નિયમિત રીતે ખાવાથી આંખની રોશની સુધરે છે. તેમાં બીટા કેરોટિન હોય છે જે પેટમાં જઈ વિટામિન એ માં પરિવર્તિત થાય છે. આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી હોય છે. ગાજર ખાવાથી રંતાંધળાપણું પણ ઘટે છે. તે મોતિયાની તકલીફને પણ દૂર કરે છે.
ગાજરનું જ્યૂસ પીવાથી પણ ફાયદા થાય છે. ગાજર ખાવાથી વધતી જતી ઉંમર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજિંગ એજન્ટનું કામ કરે છે. ગાજર શરીરની કોશિકાઓની સ્થિતી પણ સુધારે છે. ગાજર ખાવાથી ચામડી પર કરચલીયો પડતી નથી. ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી.
ગાજર ખાવાથી તબિયત સુધરી જાય છે. સૂર્ય ના તડકાથી થતા નુકસાન ને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ચામડી ઉપરાંત વાળ અને નખ પણ સારા થઈ જાય છે. નિયમિત રીતે ગાજર ખાવાથી ચામડી અને વાળની ચમક પણ વધે છે. ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જોખમ ઘટે છે. એક માત્ર ગાજર જ એવું છે જેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક હોય છે. ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે.
ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પીવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે. જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે.
જો દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો જોઈએ. જો ખંજવાળની તકલીફ હોય તો ગાજર ખમણી એને ખંજવાળ વળી જગ્યાએ લગાડવું જોઈએ. ગાજરને પકાવી તેનો રસ કાઢી અને તેમાં મધ મિક્ષ કરીને પીવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે.
પેશાબ સરખી રીતે ન આવતો હોય અથવા પેશાબ કરતા સમય પીડા થવી અથવા બળતરા થાય છે તો થોડા દિવસ ગાજરનું જ્યુસ પીવાથી આ સમસ્યા દૂર થાય છે. ગાજર, ટામેટા અને આદું ત્રણેય નો રસ મિક્ષ કરી દિવસમાં બે વાર પીવાથી ભૂખ વધે છે અને યકૃત પણ સારૂ રહે છે.
અડધો ગ્લાસ ગાજરનું જ્યુસ, અડધો ગ્લાસ દૂધ અને સ્વાદ અનુસાર મધ મિક્ષ કરીને પીવાથી નબળાઈ દૂર થાય છે. અને તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે. ગાજરના રસમાં ખાંડ મિક્ષ કરી ઘાંટો થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં પીસેલા કાળા મરી મિક્ષ કરી ઉધરસ આવતા લોકોને પીવડવો, આથી કફ બહાર નીકળી જાય છે.
ગાજર સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે સાથે જ બીમારીઓમાંથી રાહત પણ આપે છે. ૧૫૦ ગ્રામ ગાજર, ૩ લસણ અને લવિંગની ચટણી બનાવીને દરરોજ સવારે ખાવાથી જૂની ખાંસી કે શરદી દૂર થશે. તેનું રોજ સેવન કરવાથી શરદી ખાંસી થતી નથી.
ગાજરનો હલવો બે મહિના સુધી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત સવારે સાત બદામ સાથે એક કપ ગાજરના રસમાં એક ગ્લાસ દૂધ મિક્ષ કરી પીવાથી યાદશક્તિ વધે છે. જો દરરોજ ફક્ત બે ગાજર ખાવાથી આઈક્યુ લેવલ વધે છે,અને મગજ પણ તેજ થાય છે.
વિટામિન એ શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ગાજરમાં જે ફાયબર હોય છે તે શરીરમાં કેન્સરની શક્યતાઓને ઘટાડે છે. ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે અને પેઢા મજબૂત બને છે. હવે આપણે ગાજર ખાવાના ગેરફાયદા પણ જાણીશું. ગાજરનો પીળો ભાગ ખૂબ જ ગરમ હોય છે. ગાજરનો પીળો ભાગ વધારે માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે.
વધારે પ્રમાણમાં ગાજરનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા ઉત્પન થઈ શકે છે. ગાજરમાં ફાઈબર ભરપુર હોય છે. ગાજરનું સેવન કરવાથી આપણા શરીરમાં ફાઈબરની માત્રા વધે છે અને તેનાથી પેટના દુખાવા જેવી સમસ્યાઓ થાય છે.