આ છોડનું દરેક અંગ છે દવા, બાળકથી લઈને વૃદ્ધની દરેક સમસ્યાનો હાલ રહેલો છે આમાં, જરૂર જાણી લ્યો ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આકડાને કોણ ઓળખતું નહીં હોય. એના પાન, ફળ, ફૂલ અને દૂધનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. આકડાનું દૂધ થી શરીર ઉપર ફોલ્લા થય જાય છે. માટે સંભાળપૂર્વક વાપરવું જોઈએ. આંકડામાં ફૂલો ઉગે છે અને સામાન્ય રીતે આ વનસ્પતિની બે જાતિઓ જોવા મળે છે.

જેમાંથી એક પ્રજાતિના ફૂલોનો રંગ સફેદ અને વાદળી છે અને બીજી પ્રજાતિના ફૂલોનો રંગ ફક્ત સફેદ હોય છે.  આ છોડનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે અને તે ખૂબ ફાયદાકારક છોડ છે. આ વનસ્પતિનો ઉપયોગ અનેક પ્રકારની આયુર્વેદિક દવા બનાવવા માટે પણ થાય છે. આંકડાના ફાયદાઓ આ વનસ્પતિને વિશેષ વનસ્પતિ બનાવે છે.  હવે આજે અમે તમને જણાવીશું આંકડાથી આપણને કયા કયા લાભો થાય છે.

આકડાના મૂળની છાલ ૧૦ ગ્રામ લઈ ખાંડી તેમાં અડધો લિટર પાણી નાખી આઠમો ભાગ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને ઉકાળો તૈયાર કરો, આ ઉકાળો દિવસમાં ત્રણ વાર પીવાથી પેટના દરેક પ્રકારના રોગ દૂર થાય છે, ઉધરસ ઓછી થાય છે, કફ છૂટે છે અને છાતી સાફ થાય છે.

આકડાનાં પાનના રસમાં મીઠું નાખીને પણ ઉપયોગ માં લઈ શકાય છે. ૧૦ ટીપાં આકડાના પાનનો રસ લઈને એમાં રાઈના દાણા જેટલું મીઠું નાખીને નાનાં બાળકોને પાવાથી સસણી, પેટ ફુલવું વગેરે બેસી જાય છે. તેમજ આકડાનાં મૂળને આકડાના જ દૂધમાં ભીંજવી ને સુકવી ને પછી તેનુ ચૂર્ણ લેવાથી કફ છૂટો પડે છે અને શ્વાસ ઓછો ચડે છે. તેમજ જૂનો શ્વાસ હોય તો ફાયદો થાય છે.

નાનાં બાળકોને નાળગુદ નામનો રોગ થાય છે. તેના ઉપર આકડાના પાન જેવું ઉત્તમ ઔષધ નથી. ૧૦ ગ્રામ પાન તથા ૨૦ ગ્રામ કળથીનો અડધો લિટર પાણી લઈ ઉકાળો કરવો. આઠમો ભાગ રહે ત્યારે ગાળીને તેમાં ૧00 મિલી ગ્રામ મીઠું નાખીને બાળકને આપવાથી ઝાડા થઈ પેટ સાફ થઈને બેસી જાય છે. એક અઠવાડિયામાં નાળગુદા નો અંશ પણ રહેતો નથી. યકૃત અને બરોળના વધવા ઉપર પણ આ પ્રમાણેનો ઉકાળો દર્દીને આપી શકાય.

જે લોકોને ઘૂંટણની પીડાની ફરિયાદ છે, તેઓએ ઘૂંટણ પર આકડાના પાનનો લેપ લગાવવો જોઈએ. આ લેપ લગાવવાથી ઘૂંટણની પીડાથી રાહત મળશે. આંકડાના પાંદડાઓનો લેપ તૈયાર કરવા માટે, 4 થી 5 આંકડાના પાંદડાની જરૂર પડશે.

આકડાના પાંદડા લો અને તેને સારી રીતે પીસો. જ્યારે આ પાંદડા સારી રીતે પીસાઈ જાય, તો પછી તેની અંદર થોડું મીઠું અને સરસવનું તેલ નાખો. પછી આ લેપ સાંધા પર દિવસમાં ત્રણ વખત લગાડો. આ લેપને એક મહિના સુધી લગાવવાથી સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

બરોળ ઉપર આકડાના પાન અને ગૌમુત્રનો બાફ કરીને શેક કરવો. કોઈ પણ પ્રકાર ના સોજા ઉપર તથા હાથપગો જેને શ્લીપદ પણ કહે છે, જે પગે પણ થાય અને હાથે પણ થાય છે. પગ સૂજીને હાથીના પગ જેવો જાડો થાય છે. તેમ પણ અકડાનો આ પ્રમાણેને ઉકાળો પીવો જોઈએ.

દશ ગ્રામ આકડાના મૂળની છાલ, ૨૦ ગ્રામ ત્રિફળા, અર્ધા લિટર પાણી નાખીને ઉકાળો કરવો. એક ગ્રામ મધ અને ત્રણ ગ્રામ ખડીસાકર નાખીને રોજ એકવાર સવારે લેવો. હાથીપગા ઉપર, સોજા ઉપર આકડાનાં મૂળ છાશમાં લઢીને તેનો જાડો લેપ કરવો. આમ કોઈ પણ સોજા ઉપર આ લેપ લગાડવાથી સોજો મટે છે અને ઉકાળો પીવાથી પણ સોજો ઊતરી જાય છે.

કુષ્ટ, ગલીતકુષ્ટ ઉપર આકડાનો ખૂબ જ ઉપયોગ છે. હાથીપગમા આંગળાં જાડાં થયાં હોય, કાન બહેરા હોય, નાકની અણી લાલ થઈ હોય અને પગે સોજો આવી ગયો હોય, આંગળીઓ ઉપર જખમ થઈ ન મટતું હોય એવા વખતે ૨૫ ગ્રામ આકડાના મૂળનું ચૂર્ણ મધમાં નાખીને આપવું.

દસ ગ્રામ આકડાનાં મૂળ લઈ અડધા લિટર પાણીમાં ઉકાળો બનાવીને પીવો. તે દિવસમાં એક વાર લેવો. અને નિયમિત પાલન કરવું એટલે ચાલીશ દિવસમાં કુષ્ટ મટશે. મટે ત્યાં સુધી આવો ઉકાળો ચાલુ રાખવો, કોઈ કોઈ આકડાનું દૂધ કાઢી તે ફક્ત અડધા ગ્રામ મધ સાથે દિવસમાં ત્રણવાર આપવામાં આવે છે, તેમાં ઘણા દિવસ કરવાથી અને નિયમિત પાલન કરવાથી કુષ્ટ મટે છે. એનાથી ઝાડો પણ સાફ થાય છે.

નાનાં બાળકનું જયારે પેટ ફુલે છે ત્યારે તેલથી આકાડના પાનને ગરમ કરીને પેટ ઉપર બાંધવામાં આવે છે તેથી પેટ બેસી જાય છે. કોઈ પણ જાતની મોટી ગાંઠ થઈ હોય તો ઓછી કરવા માટે લેપ એક ઊપાય છે. આકડાના દૂધમાં રેવંશી ઘસીને જાડો લેપ ગાંઠ ઉપર લગાવવો. આનાથી ગાંઠ નરમ પડીને બેસી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top