જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.
જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ, જટામાંસી ઘણા ઔષધીય ગુણથી ભરેલી છે, જે રોગપ્રતિકારક શક્તિ, હૃદય, બ્લડ પ્રેશર વગેરે રોગો સામે રક્ષણ આપે છે. તે ધબકારાને સંતુલિત રાખવામાં પણ ફાયદાકારક છે.
તો ચાલો હવે આપણે જાણીએ જટામાંસીના ફાયદાઓ વિશે : જટામાંસીનું વસ્ત્રગાળ ચૂર્ણ ૧ ગ્રામ, ધોડાવજ ૧ ગ્રામ અને તે ભીંજાય એટલું જ મધ લઈ દિવસમાં ત્રણ વાર લેવાથી વાત-હિસ્ટીરીઆ ઓછો થાય છે. જટામાંસી અને દશમૂળ આ ઔષધ 3-૩ ગ્રામ લઈ અડધા લિટર પાણીમાં ઉકાળો બનાવીને આ ઉકાળો પીવાથી બધા પ્રકારના વાયુવિકાર દૂર થાય છે.
આ ઔષધિ માનસિક થાકને દૂર કરીને મગજને પોષણ આપે છે. લાંબા થાકને લીધે ઘણા લોકો હતાશા અને તણાવથી પણ પીડાય છે. આ ઔષધિ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. જટામાંસી રક્તશુદ્ધિ પણ કરે છે. મજીઠ ૧૦ ગ્રામ અને જટામાંસી ૨૦ ગ્રામ એક લિટર પાણી નાખી ઉકાળો બનાવવો. દિવસમાં એક વાર આ ઉકાળો પીવાથી બધા પ્રકારના રોગ દૂર થાય છે.
અનિદ્રાના કિસ્સામાં જટામાંસીના મૂળના એક ચમચી પાવડરને સૂવાના સમયે એક કલાક પહેલાં તાજા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. જટામાંસી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે અને અનિદ્રા ઘટાડે છે. જટામાંસી સુગંધી હોવાથી કેશવર્ધક છે. મગજને શાંત કરી વાળને વધારનારું આ જટામાંસી એ સારું ઔષધ છે.
આયુર્વેદ અનુસાર જટામાંસી એ માથાનો દુખાવો, કાનનો દુખાવો, આંખોની દુખદાયક પીડા વગેરે માટે અસરકારક ઉપાય છે. આ સિવાય ટેન્શન અને થાક માથાનો દુખાવો કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે પ્રમાણમાં જટામાંસી, દેવદાર, સુંઠ વગેરે પીસીને દેશી ઘી સાથે મિક્સ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.
20 ગ્રામ જટામાંસી, 10 ગ્રામ જીરું અને 5 ગ્રામ કાળા મરી નાખીને પાવડર બનાવો. દિવસમાં ત્રણ વખત એક ચમચી આ પાવડર લો. તે માસિક સ્રાવ દરમિયાન દુખાવામાં રાહત આપે છે.જટામાંસી મગજ માટેનો રામબાણ ઈલાજ સાબિત થાય છે, જટામાંસી યાદશક્તિમાં સુધારો કરે છે. યાદશક્તિ ગુમાવેલ લોકો માટે જટામાંસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એક કપ દૂધમાં એક ચમચી જટામાંસીનો પાવડર નાખીને પીવાથી મગજ સારું બને છે.
જટામાંસી ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. શાંતિ અને સ્થિરતાની લાગણી દ્વારા હતાશા ઘટાડવા માટે જટામાંસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે બેચેની, ક્રોધ, હતાશા, ચીડિયાપણું, ઉંઘ અને શક્તિનો અભાવ પણ ઘટાડે છે. તે શક્તિમાં વધારો કરે છે.
તાવ અને ચેપના કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ બળતરા, થાક અને બેચેની અનુભવે છે. આ લક્ષણોમાં જટામાંસી ખૂબ ઉપયોગી છે. ત્વચાના રંગને સુધારવા માટે જટામાંસીનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબજળમાં જટામાંસીના મૂળ પીસીને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો. આને કારણે થોડા દિવસોમાં ચહેરો ખીલશે.
રાતે થોડા પાણીમાં જટામાંસીનો પાઉડર પલાળીને સવારે ધીમા ગેસ પર ઉકાળવો. ચાર ભાગ નું પાણી રાખ્યા પછી તેમાં તલનું તેલ નાખીને ફરીથી ઉકાળવું. થોડું તેલ રહે ત્યારે કાઢી લો. આ તેલના ઉપયોગથી વાળ ખરતા બંધ થાય છે, જૂ ઝડપથી નાશ પામે છે, વાળ ઝડપથી વધે છે અને વાળ નરમ તથા કાળા બને છે.
જટામાંસીનો ઉપયોગ વાળ કાળા અને ચળકતા બનાવવા માટે થાય છે. જટામાંસી માથાના ખોડાને પણ ઘટાડવામાં મદદ કરે છે, સરળ, રેશમી, જાડા અને સ્વસ્થ વાળ માટે નિયમિત પણે જટામાંસી નો ઉપયોગ કરવો જોઈએ. જટામાંસી માં ચિંતા ઘટાડવાના ગુણધર્મો છે. તે બેચેની અને ગભરાટની લાગણી ઘટાડે છે, તેનો ઉપયોગ હ્રદયને સામાન્ય રાખવા, અસ્વસ્થતા, કંપન, અસ્વસ્થતાને કારણે સૂવામાં મુશ્કેલી વગેરે રોગો માટે સારવાર આપે છે.