કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. કપૂર નું મહત્વ પૂજન વિધિમાં પણ ઘણું છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. કપૂર આપણાં સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ મદદરૂપ થાય છે. કપૂરનં તેલ બજારમાં તૈયાર પણ મળી રહે છે. પરંતુ તેને ઘરે બનાવીને વધારે શુદ્ધ અને ફાયદાકારક બનાવી બનાવી શકીએ છીએ.
આયુર્વેદમાં પણ કપૂરના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે એટલા માટે આપણે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. જૂના સાંધાના દર્દથી પણ છૂટકારો અપાવવા માટે કપૂર ઉપયોગી ઔષધી છે.
તાવ આવેલ હોય ત્યારે પાનના બીડામાં ૧/૪ ગ્રામ કપૂર ખવરાવવાથી અડધા કલાકમાં પરસેવો વળીને તાવ ઊતરી જાય છે. તેમજ શરીરનો કઈ પણ ભાગ દુ:ખતો હોય તો ઘી કે માખણમાં કપૂર મેળવીને ચોળવાથી તે ભાગમાં દુખાવો મટે છે.
માથું દુઃખતું હોય તો ઘી માં કપૂર મેળવીને ચોળવાથી માથાનો દુખાવો સારો થાય છે. પેટમાં દુઃખતું હોય તો ૧/૪ ગ્રામ કપૂર સાકર સાથે ખાવાથી પેટમાં દુખતું મટે છે. કપુર જંતૂનાશક છે તેથી ઓરી, શીતળા, સંગ્રહણી, ઝાડ, સંધીવા, નવીન તાવ અને જે તાવમાં શરીર પણ ઝીણી ઝીણી ફોડલીઓ ઊપડતી હોય તેવા રોગમા કપૂર કામ આવે છે.
શરદી થઈ હોય અને માથું દુ:ખતું હોય તો કપૂરની ભૂકી સુંઘવાથી શરદી ઓછી થાય છે અને માથું દુખતું મટે છે. કપૂરનો નાસ લેવાથી છાતીના રોગ સારા થાય છે. કપૂર મોઢામાં રાખવાથી તાવ ઓછો થાય છે. સ્વપ્નાવસ્થા થોડા દિવસોમાં બંધ થાય છે.
દમમાં કપૂર અને હિંગ બંનેને મિક્સ કરીને લેવાથી દમમાં આરામ મળે છે. કોઈ પણ તેલમાં તેનાથી ચોથા ભાગનું કપૂર નાખીને ઓગાળવાથી કપૂરનું તેલ તૈયાર થાય છે. સંધીવા, સાંધાનો, સોજો , શરીરમાં ગાંઠ થઇ હોય કે કોઇ જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં આ તેલની માલિશ કરવાથી આરામ મળે છે.
તમને માથા મા ખોડો થતો હોય તો કોપરેલ તેલમા કપૂર મેળવીને ઘસવુ અને ૩૦ મિનિટ રહેવા દેવુ અને ત્યારબાદ માથું ધોવું હવે માથુ ધોયા બાદ ખોડાની સમસ્યા બીજીવાર થશે નહી. તમને પગમા ચીરા પડે છે તો નવશેકા પાણીમા થોડુ કપુર અને મીઠું ઉમેરી પગ પલાળવા અને ત્યારબાદ ક્રિમ લગાવી દેવું. આમ કરવાથી તમારા પગના ચીર સારા થાય છે.
અપચો કે અન્ય કોઈ કારણથી હૃદયના ધબકારા વધી જાય ત્યારે હિંગ તથા કપૂરની ગોળી આપવી. પ્રમેહમાં પેશાબકરતી વખતે પીડા થતી હોય તો કપૂર અને અફીણની ગોળી લેવાથી રાહત મળે છે. કપૂર ને સળગાવી થતાં ધુમાડાને લીધે જીવાણુનો નાશ થાય છે તેથી તમે બીજા પણ ઘણા ચેપી રોગ સામે રક્ષણ મેળવી શકો છો. જે દાંતમા દુખાવો થતો હોય ત્યાં કપૂરનો પાઉડર લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.
પ્રસૂતિ પહેલાં કે પછી આંચકી આવે તો ૨૫ ગ્રામ કપૂર તથા ૨૫ મીલી ગ્રામ કસ્તૂરી આપવાથી ઝાડો સાફ આવી આંચકી બંધ થાય છે. હૃદયના ધબકારા ઓછા થઈને હૃદય બંધ પડવાનો ભય હોય કે ઘણા દિવસોથી તાવ આવતો હોય અથવા પ્લેગમાં ૨૫૦ મીલી ગ્રામ કપૂર તથા ૧૦૦ મીલી ગ્રામ કસ્તૂરી પાનનાં બીડામાં લેવી જોઈએ.
આજકાલ ટેન્શન સૌથી મોટી સમસ્યા છે. દરેક તેનાથી દુ:ખી છે. તેવા સમયે કપૂરના તેલથી માથામાં માલીશ કરવાથી આ સમસ્યા દુર થઇ જાય છે. જો તમને કાનમા દુ:ખાવો થાય છે તો તુલસીના પાંદડાના રસમાં થોડુ કપૂર ભેળવીને કાનમાં એક કે બે ટીપા નાખો, તેનાથી થતાં દુખાવામાં રાહત મળે છે.
આંખમાં ગરમી થતી હો કે ઊજાગરાથી આંખ દુઃખતી હોય તો કપૂરની ભૂકી આંખમાં આંજવી. આથી બળતરા ઓછી થશે. કેટલાક લોકોને ઊંઘ ન આવે તે માટે આંખમાં કપૂર આંજે છે. કપૂર જો લાંબો સમય ખુલ્લું પડ્યું રહે તો ઊડી જાય છે તેથી ડબ્બીમાં ભરી રાખવું.
તે સાકર જેવું સફેદ અને પારદર્શક હોય છે. તેની વાસ બહુ તીવ્ર હોય છે અને તે કડવું તથા ઠંડું લાગે છે. કપૂર એકદમ સળગી ઊઠે છે. હવા શુદ્ધ કરવાનો તેનો મુખ્ય ગુણ છે. બજારમાં મળતા કપૂરમાં ભીમસેની કપૂર શ્રેષ્ઠ છે. અને તેનો ઉપયોગ ઔષધમાં કરવો જોઈએ.
દાઝી ગયેલા ભાગ પર કપૂરનું તેલ લગાવવાત્મા આવે છે. એમ કરવાથી તમને જલ્દી આરામ મળે છે. અને તે સતત લગાવવાથી ઘા સારો થાય જાય છે. ખંજવાળ આવતા ભાગ ઉપર કપૂરનું તેલ લગાવો, તેનાથી તમને જલ્દીથી ખંજવાળ આવતી બંધ થાય છે.