અત્યાર સુધી આ ફૂલ તમે ફક્ત ભગવાનને જ ચડાવતા હશો, પરંતુ એક વાર ફાયદા જાણી જશો તમે પણ તેનો ઉપયોગ કરવા લાગશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બધાએ જાસુદના ફૂલ તો જોયા જ હશે. પણ કદાચ તમને એના ફાયદા ખબર નહિ હોય. આજે અમે તમને એજ જાસુદના ફૂલથી થતા લગભગ ૧૫ ફાયદા વિષે જણાવીશું. સામાન્ય દેખાતું જાસુદ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરથી લઈને મધુમેહ (ડાયાબીટીસ), કીડની અને ડીપ્રેશન, હ્રદય અને મગજને શક્તિ, મોઢામાં છાલા(ચાંદા), વાળના મૂળ મજબુત કરવાં, શરદી અને ખાંસી, વાળનું ખરવું, વાળનો ગ્રોથ અને શાઈનીંગ વાળા માટે, તાવ અને પ્રદર, સોજા અને બળતરા, પીપલ્સ (ખીલ), એનીમિયાની તકલીફ અને સ્ટેમિના વધારે અને પાચન શક્તિ વધારે છે, જે આયુર્વેદમાં કુદરતની ભેંટ છે.

જાસુદનો છોડ એવો છે કે તે ભારતમાં લગભગ દરેક સ્થળે મળી જાય છે. પણ ઘણા લોકો તેના ઉપયોગની જાણકારીથી અજાણ છે. જાસુદ (Hibiscus) નું ફૂલ દેખાવમાં જેટલું સુંદર હોય છે એટલું જ ગુણથી ભરપુર પણ હોય છે. આયુર્વેદ મુજબ તેનું ફૂલ ઘણું ઉપયોગી હોય છે.

આ ફૂલમાં રાઈબો ક્લોવિન, નિયાસિન જેવા વિટામિનની સાથોસાથ વિટામિન C પણ અવેલેબલ હોય છે. આફ્રિકન દેશોમાં લોકો હાર્ટ ડિસીઝ અને બ્લડ પ્રેશરથી બચવા માટે જાસૂદની ચા પીવે છે. આ ચા પીવાથી અનેક લાભ થાય છે.
જાસુદ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. સફેદ જાસુદના થડને વાટીને ઘણી દવાઓ બનાવી શકાય છે. ઘણા પ્રકારની જડીબુટ્ટી માંથી બનતી પ્રોડક્ટ્સ બનાવવા, અને ત્યાં સુધી કે બ્યુટી ટ્રીટમેન્ટમાં જાસુદના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

જાસુદના પાંદડામાંથી બનેલી ચા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઘણું અસરકારક છે. તેમાંથી મળી આવતા તત્વ અર્ટરીમાં પ્લેકને જામવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. અને જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડેંટ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. તેના માટે તેના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને પીવું ફાયદાકારક રહે છે.

ડાયાબીટીસ દર્દીઓ માટે પણ જાસુદ ઉપયોગી છે. એના માટે નિયમિત તમે તેના ૨૦ થી ૨૫ પાંદડાનું સેવન શરુ કરો. તે તમારા ડાયાબીટીસનો ચોક્કસ ઈલાજ છે. તેનો છોડ નર્સરી માંથી સરળતાથી મળી જાય છે અને તેને તમે ઘરે પણ ઉગાડી શકો છો.

જો તમને અથવા ઘરના કોઈ સભ્યને કિડનીની તકલીફ છે, તો તમે જાસુદના પાંદડા માંથી બનેલ ચા નું સેવન કરો. અને આ જાસુદની ચા નો ફાયદો ડીપ્રેશન માંથી રાહત મેળવવા માટે પણ થાય છે. જાસુદનું સરબત હ્રદય અને મગજને શક્તિ પૂરી પાડે છે. તે તમારા મેમરી પાવરને વધારે છે. જે લોકોને ઉંમર વધવાની સાથે મેમરી લોસ થવાની સમસ્યા છે, અથવા ઓછી ઉંમરમાં જ યાદશક્તિ નબળી થવા લાગી છે, તેઓ જાસુદના ૧૦ ફૂલના પાંદડા લઈને પછી તેને સુકવીને અને પછી એને વાટીને તેનો પાવડર બનાવી લો.

વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ અને બેરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી તમારા વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે.
જાસૂદની ચા બ્રેન ટોનિકની જેમ હોય છે, મેમરી લોસ, એન્ઝાયટી અને પેનિક અટેકથી પીડિત લોકોને આ ચાથી ફાયદો થાય છે. જે લોકો કબજિયાતની તકલીફ હોય તેમણે પણ આ ફૂલનો ઉપયોગ કરવો. બળતરા કે ખંજવાળ પર જાસૂદના 3-4 ફૂલની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે.

જાસુદમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે. જો એની ચા કે બીજી કોઈ રીતે તેનું સેવન કરવામાં આવે, તો તે આ શરદી અને ખાંસી માટે ઘણું ફાયદાકારક રહે છે. તેનાથી તમારી શરદીમાં જલ્દી આરામ મળશે. જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે. આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર કરે છે. જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.

જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ ના લીધે આપણાં શરીરમાં રહેલા ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. જેથી ઘણી બધી બીમારીઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. માઈલ્ડ બ્લડ પ્રેશરના દર્દીઓ જે એક્સર્સાઈઝ અને ઓછું મીઠું ખાઈને બીપી કંટ્રોલમાં રાખવા ઈચ્છે છે તેમના માટે આ ચા ફાયદાકારક છે. મહિલાઓની પીરિયડ્સની તકલીફ પણ આ ચા પીવાથી દૂર થાય છે. મહિલાઓએ આ ચા દિવસમાં એકથી બે વખત પીવી જોઈએ. આ ચા પીરિયડ્સનો ફ્લો સુધારે છે અને અનિયમિતતા દૂર કરે છે.

ત્રણ-ચાર જાસૂદના ફૂલ, બે ચમચી પલાળેલી મેથી, પાંચ-દસ પાન મીઠો લીમડો મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 15થી 20 મિનિટ સુધી માથા અને વાળમાં લગાવો. આના ઉપયોગથી કેન્સરના દર્દીઓને ઝડપથી વાળ આવે છે.
કોકોનટ ઓઈલમાં આંબળા, બ્રાહ્મી અને ભૃંગરાજ મિક્સ કરી લો, આના ફૂલને પાણીમાં પીસીને તેલમાં મિક્સ કરી લો. તેલને ગરમ કરી તેમાંથી પાણીનો ભાગ ઉડાડી દો. ઠંડું થાય એટલે બોટલમાં ભરીને મૂકી દો. આનાથી માથા પર માલિશ કરવાથી વાળ કાળા અને મજબૂત બનશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top