વાઈરલ ફીવર હવા અને પાણીના માધ્યમથી ફેલાતુ વાઈરલ ઇન્ફેક્શન છે. તેમાંય જ્યારે ડબલ સીઝન એટલે કે બપોરે ઉનાળા જેવી ગરમી, અને રાત્રે શિયાળા જેવી ઠંડી હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે, અને વાયરલ ફીવર થવાની શક્યતા વધી જાય છે.
વાઈરલ તાવ હવા અને પાણીથી ફેલાય છે. આપણે શ્વાસ લઈએ ત્યારે હવામાં ફેલાયેલા ઇન્ફેક્ટેડ બેક્ટેરિયા આપણા શરીરમાં અંદર ઘૂસી જાય છે. જો તમારો તાવ 104 ડીગ્રીથી વધી જાય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લોવી જોઈએ. વાઈરલ તાવના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. તે બેક્ટેરિયાથી થયેલુ ઇન્ફેક્શન છે કે વાઈરલ તાવ તે જાણવુ થોડુ મુશ્કેલ બની જાય છે.
વાઈરલ તાવનું સૌથી મોટુ લક્ષણ તાવ સાથે થાક લાગવાનો અહેસાસ થવો એ છે. માથામાં દુઃખાવો, શરીર દુઃખતુ હોય, સાંધામાં દુઃખાવો થતો હોય, શરદી-ખાંસી વગેરે હોય તો તરત જ ડૉક્ટરને બતાવો. આંખો દુઃખતી હોય, બળતી હોય અને આંખો લાલ થઈ જાય તો તે પણ વાઈરલ તાવના લક્ષણ છે. ઉલ્ટી અને ડાયેરિયા પણ વાઈરલ તાવના લક્ષણ છે. સાથે જ એ તમારા શરીરને ઘણુ નબળુ બનાવી દે છે.
ફૂદીના વાળી ચા વાઈરલ ફીવર દૂર કરવામાં મદદ કરે છે. તાવ આવ્યો હોય ત્યારે ફૂદીના ઉપરાંત કોથમીરનું પણ વધુ માત્રામાં સેવન કરો. આમ કરવાથી તમારો તાવ જલ્દી મટી જશે. લસણના અનેક ફાયદા છે. લસણમાં કેટલાંક એવા તત્વો છે જે વાઈરસની અસરને ઓછી કરી નાંખે છે. આ માટે ત્રણથી ચાર લસણની કળીને ગરમ પાણીમાં ઉકાળો. ઠંડુ પડે એટલે પાણી પી લો અને લસણના ટુકડાને પણ ચાવીને ખાઈ જાવ.
આદુ શરીરના સાંધાના દુઃખાવામાં રાહત આપે છે. વાઈરલ તાવમાં તે તમારી અવશ્ય મદદ કરશે. આ માટે આદુની પેસ્ટમાં થોડુ મધ મિક્સ કરીને તેને થોડી થોડી વારે લેશો તો તે વાઈરસની અસર ઓછી કરી નાંખશે અને શરીરના દુઃખાવા પણ ઓછા કરી નાંખશે.
મેથી વાઈરલ તાવને રોકે છે. આ માટે મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં રાખી આખી રાત પલળવા દો. બીજા દિવસે સવારે ગાળીને આ પાણી લઈ લો. આ પાણી દર 2 કલાકે પીતા રહેશો તો ખૂબ ફાયદો થશે.
કોઈપણ જાતનો તાવ આવ્ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
લસણની કલી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. ફલૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જય છે.તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે.
પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ-બેચેની મટે છે.
૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે.એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે. જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.
મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં, પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.
એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ પા ચમચી મધમાં લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે.
વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે.શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.
સંનેપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે.ફલૂના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફલૂનો તાવ ઉતરે છે.
આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.