આ વૃક્ષ તમારી આજુબાજુ માં ચોક્કસ મળી રહેશે, ચામડી, દાંત અને બીજા અનેક રોગો માટે છે 100% અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીમડાના પ્રત્યેક અંગો દવામાં ઉપયોગી છે. એટલે આ લીમડો સુંદર નામ આપવામાં આવ્યું છે. લીમડાના ગુંદરમાં એક જાતની ઉગ્ર વાસ હોય છે. ગ્રીષ્મમાં લીમડો લીલોછમ રહે છે અને જ્યારે એ પુષ્પિત થાય છે, ત્યારે ઘણાં પક્ષીઓ તેમા વસવાટ કરે છે. ચામડીના તમામ પ્રકાર ના રોગો માંથી છુટકારો મેળવવા માટેનું ઉત્તમ ઔષધ છે.

લીમડો સર્વત્ર થાય છે અને લગભગ નાનું બાળક પણ આ વૃક્ષ ને ઓળખતું હશે. તેના પુષ્પની મહેંક દૂર દૂર સુધી ફેલાય છે. વસંત અને ગ્રીષ્મમાં લીમડાનાં ઝાડો ખૂબ જ પ્રિય લાગે છે. નિત્ય લીમડાનું સેવન કરનારને વિષમાત્રાની બાધા નડતી નથી. ચૈત્ર મહિનામાં લીમડાનાં કોમળ પાન રોજ ખાવાનો રિવાજ આથી પડ્યો આપવી લાગે છે. લીમડો રોજ પીવાથી પુરુષાતન ઓછું થઈ જાય છે. નપુંસકપણું પ્રાપ્ત થાય છે એવી લોકવાયક છે પણ એમાં કશું જ વજુદ નથી.

લીમડાની છાલ, પાન, ફૂલ, ફળ – આ બધાંનો ક્વાથ કરી રોજ પીવાથી, ખસ, ખુજલી, રક્તવિકાર, વિસ્ફોટક, શરીરની કાળાશ, કોઢ બધું મટે છે. સ્નાન, પાન, લેપ લીમડાનાં પ્રત્યેક અંગ યોજવાથી ચામડીના વિકારોમાં જરૂર ફાયદો થાય છે. પતિયાઓ માટે લીમડો આશીર્વાદ સમાન છે. રોજ એના પાન જો રસ કાઢીને દિવેલ નાંખીને વર્ષો સુધી, સતત પીવાય તો કોઢ સારો થઈ જાય છે. આ પ્રયાગ વખતે મીઠું, મરચું તજી દેવું. દૂધ, ભાત, ભાખરી ઉપર જ દર્દીને રાખવો.

મલેરિયા ઉપર લીમડો રામબાણ દવા છે. લીમડાનાં પાન, ગડગુમડ, ખસ, ખુજલી, ચાંદા વગેરે ઉપર લગાવવાથી ગડ બેસી જાય છે કે પાકીને ફૂટી જાય છે. તેમ રુઝ પણ લાવી દે છે. મોટી માત્રામાં લેવાથી ઊલટી થાય છે. સડો અટકાવનાર છે: લીમડો ઉત્તમ લેપન છે. લેપન એટલે ચોટેલા દોષોને મારીઝૂડીને ઉખેડીને શરીરમાંથી બહાર કાઢનાર છે.

લીમડાનું દાતણ કરવાથી દાંતમાં સડો, દુર્ગંધ કે જંતુ ટકી શકતા નથી. આ જમાનામાં બને તો અઠવાડિયામાં ૩-૪ વાર લીમડાનું દાણ અવશ્ય કરવું. માથામાં ખોડો થતો હોય તો લીમડાનાં પાનનો ઉકાળો કરી તે વડે માથું ધોવું. સંધિવા અને ગાઉટ જેવા દર્દોમાં લીમડાનાં પાનનો રસ યા ઉકાળો રોજ પીવાથી સારો ફાયદો થાય છે.

યોનિમાંથી ચીકણો ગંધાતો સ્રાવ વહેતો હોય તો રોજ લીમડાનાં પાનની ધૂણી લેવી. કાન પાકતો હોય કે ગંધાતો હોય તો પણ આ ધૂણી આપવી. લોબાન અને લીમડો બંનેની ધૂણી વધુ સારી. નસ્ય (નાકમાં ટીપાં મૂકવાં તે) લેવાથી, સતત સેવનથી માથાના સફેદ વાળ કાળા થાય છે એમ શાસ્ત્રકારોએ કહેલું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top