તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી અલગ અલગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે તુલસીનાં પાનનો રસ તીક્ષ્ણ હોય છે.
જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેમાં શીતહર, વાતહર, કફન, ઉત્તેજક તથા વાયુનાશક ગુણ છે એનાં બીજ પૌષ્ટિક છે, મધુર, મૂત્રલ અને સ્નિગ્ધ છે તો ચાલો હવે આપણે જાણીએ તુલસીથી આપણાં સ્વાસ્થ્ય ને થતાં અનેક ફાયદાઓ વિશે.
શરીરના ભાગોમાં કયાંય સોજા થયા હોય તો તુલસીથી મટી જાય છે. તેના રસનો સાકર સાથે ઉપયોગ કરવાથી છાતીનું દર્દ, શૂળ અને ખાંસી મટે છે મરી સાથે તુલસીનો ઉપયોગ કરવાથી તાવ ઉતરે છે. હેડકી, ઊલટી, મોઢાની દુર્ગધ, શૂળ મટાડવા માટે પણ તુલસીનો ઉપયોગ થાય છે તેનાં પાન ચાવવાથી મોઢાંમાં પડેલી ચાંદી મટે છે. પાણીમાં પલાળેલા તુલસીનો ઉપયોગ કરવાથી શરીરમાં સ્કૂર્તિનો સંચાર થાય છે.
તુલસીના બીજનો ઉપયોગ કરવાથી પેશાબ ખુલાસાથી આવે છે. તુલસીના રસને આદુના રસ સાથે મેળવીને આપવાથી વાયુ મટે છે. આધાશીશી મટાડવા પણ તુલસી ઉપયોગી છે. તુલસીના પાનનો ઉકાળો નાનાં બાળકોની હોજરી તથા યકૃતના વ્યાધિ માટે વપરાય છે. તુલસીના પાનનો રસ આદુંના રસ સાથે ભેળવી નાનાં બાળકોને આપવાથી તેનાથી પેટનો દુઃખાવો તથા આફરો મટે છે. આદુના કટકા સાથે તુલસીનાં પાન દાંતમાં દબાવવાથી દાંતનો દુઃખાવો હળવો થાય છે.
તુલસીનાં પાનની ચટણી, ભોરીંગણીનાં મૂળ, દંતીમૂળ, વજ, સૂંઠ, મરી, સિંધાલુણ અને સરગવાની છાલ એ દરેક વસ્તુ દસ દસ ગ્રામ લઈ તેનું અધકચરું ચૂર્ણ બનાવી તેમાં સહેજ તલનું તેલ નાખવું. પછી તેમાં પાણી નાખીને ઉકાળવું ત્યારબાદ ઠારી તેનો ઉપયોગ કરવો. નાકમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે.
તુલસીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જો આંખોમાં બળતરા કે કોઈપણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો તુલસીવાળું પાણી પીવો તુલસીયુક્ત પાણીના બે ટીપાં આંખોમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે નાની ઈલાયચી સાથે આદુનો રસ અને તુલસીના પાન ભેળવીને ખાવ આવુ કરવાથી ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે.
તુલસીના બીજ, સૂંઠ, ભોરીંગણીનાં બીજ તથા મૂળ એ બધુ સરખે વજને લઈ તેને ખાંડીને બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ બાળકોને આપતાં તેમની ઉધરસ તથા છાતીનાં દર્દ મટે છે. તુલસીનાં બીજ તથા ગોખરુ દરેક 15 ગ્રામ લઈ તેમાં ખસખસ અને ધોળી મૂસળી દરેક 15-15 ગ્રામ લઈ કૌચાના બીજ 10 ગ્રામ, સાકર 100 ગ્રામ લઈ તેનો રીતસરનો પાક બનાવવો તે પ્રમેહ તથા વીર્યસ્ત્રાવ માટે વપરાય છે.
તુલસીના રસને મરી તથા કેસરમાં વાટી, તેના જેટલા જ વજનમાં ફુદીનાના રસમાં તેની નાની નાની ગોળી બનાવવી અને તેને સુકવવી આ રીતે બનાવાયેલી ગોળીનો ઉપયોગ કરતાં મોટા ભાગના વાયુ રોગ ઉપર તે અકસીર અસર બતાડે છે તથા શિરાઓનું શોધન કરે છે.
તુલસીના પાનના રસમાં એક ચમચી મધ ભેળવીને દરરોજ સવાર-સાંજ લેવાથી 15 દિવસમાં માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, જો આખો દિવસ તણાવ રહેતો હોય તો દરરોજ 10-12 પાનનું સેવન કરો આવું કરવાથી તણાવની સમસ્યામાં લાભ મળશે, આ સિવાય તુલસીના પાનને રગડીને પેસ્ટ બનાવીને માથા પર લગાવો આવું કરવાથી તણાવની સમસ્યા દૂર થાય છે.
તુલસીના રસમાં કપૂર ભેળવીને થોડું ગરમ કરી તેને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત મળે છે. તુલસીમાં હાજર થાઈમોલ તત્વ ત્વચાના રોગોને દૂર કરે છે. તુલસી અને લીંબુનો રસ બરોબર માત્રામાં ભેળવો અને ચહેરા પર લગાવો. આવું કરવાથી ખીલ અને ડાઘ જતા રહે છે.