દૂધ આપણા સૌની પ્રાથમિક જરૂરિયાતો માંથી એક છે. દૂધ વગર મોટાભાગના લોકોનો દિવસ અધુરો ગણાય છે. દુધનો આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણા બધાના ઘરમાં દૂધ રોજ ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ છે, અને તેની માંગ પણ ઘણી વધારે છે.
જેમ જેમ દૂધની જરૂરિયાત વધતી જાય છે તેમ તેમ દૂધમાં ભેળસેળ પણ વધતી જાય છે. દૂધમાં થતી મિલાવટથી શરીર પર પણ ગંભીર અસર પડે છે. આવું તમારી સાથે ન થાય તે માટે જરૂરી છે કે તમે સતર્ક રહો અને ચકાસી લો કે દૂધ અસલી છે કે નકલી. તો આવો જાણીએ થોડી એવી રીત વિશે જેનાથી અસલી અને નકલી દૂધની પરખ કરી શકાય છે.
સૌથી પહેલી રીત છે દુધને સુંઘવું. તમે દુધને સુંઘીને જાણી શકો છો કે તે દૂધ નકલી છે કે અસલી. જો તમને દુધ માંથી સાબુ જેવી વાસ આવી રહી છે, તો તે દૂધ ભેળસેળ વાળું છે. તેનો અર્થ કે તમે સિંથેટીક દૂધનો ઉપયોગ કરી રહ્યા છો. આવું દૂધ પીવાથી તમારા આરોગ્યને નુકસાન થાય છે.
દૂધમાં ફોર્મેલિનની ભેળસેળની તપાસ કરવા માટે 10 એમએલ દૂધમાં 5 એમએલ સલ્ફ્યુરિક એસિડ ભેળવો, આ મિલાવટ બાદ જો દૂધમાં રીંગણના રંગની રીંગ બને છે તો સમજી જાઓ કે આમાં ફોર્મેલિનની મિલાવટ કરવામાં આવી છે. આવું દૂધ લાંબા સમય સુધી સારૂ રહે તે માટે કરવામાં આવે છે.
દૂધમાં મિલાવટ છે કે નહીં તે ચેક કરવા માટે ચિકણા લાકડા કે પથ્થર પર દૂધના થોડા ટીપા પાડો. દૂધ નીચે પડી જાય પછી પથ્થર પર નિશાન પડી જાય તો સમજી લો કે દૂધ શુદ્ધ છે.આ રીત પણ એક અસરકારક રીત છે. આ રીતનો ઘરની મહિલાઓ વધુ ઉપયોગ કરે છે.
અડધા કપ દૂધમાં બરાબર માત્રામાં પાણી મિક્સ કરો. જો તેને થોડું હલાવવા પર ફીણ આવે તો સમજો કે દૂધમાં ડિટરજન્ટ મિક્સ કરેલું છે. દૂધમાં સ્ટાર્ચની બનાવટ તપાસ કરવા માટે દૂધમાં કેટલાક ટીપાં ટિંચર આયોડિન એડ કરો. જો દૂધનો રંગ વાદળી થઈ જાય તો તેમાં સ્ટાર્ચ મિક્સ કર્યું છે તેવું સમજો.
દૂધને હથેળી પર લઈ બંને હાથ ઘસો, દૂધ અસલી હશે તો હાથમાં ચીકાશ નહીં થાય, નકલી દૂધથી હાથ ચિકણા થઈ જશે. દૂધને કોઈ વાસણમાં કાઢો અને તેમાં ફીણ થાય તો સમજી લેવું કે તેમાં ભેળસેળ છે. દૂધમાં યૂરિયા ઉમેરેલું હોય તો તે પીળાશ પડતા રંગનું હોય છે.
દૂધના થોડાક ટીપા વાટકીમાં નાંખીને હળદર મિક્સ કરો. જો હળદર તરત જ મિક્સ થાય તો એનો અર્થ એ થાય છે કે દૂધમાં કંઇક ભેળસેળ કરવામાં આવી છે. 5 એમએલ કાચા દૂધમાં 5 ટીપાં આલ્કોહોલ મિક્સ કરો. હવે એમાં 5 ટીપાં રોજૈલિક એસિડ નાંખો. જો ૩૦ સેકન્ડમાં કલર લાલ થઇ જાય, તો દૂધ ભેળસેળ વાળું હોય છે.
દૂધને ઉકાળવાથી તે પીળું દેખાય તો તે નકલી હોય છે. કારણ કે શુદ્ધ દૂધ ઉકાળ્યા બાદ પણ સફેદ જ રહે છે. નકલી દૂધમાંથી વાસ પણ આવે છે, કારણ કે શુદ્ધ દૂધ ગંધહીન હોય છે. અસલી દૂધનો સ્વાદ મીઠો હોય છે જ્યારે ભેળસેળ થઈ હોય તે દૂધનો સ્વાદ સોડા જેવો લાગે છે.
કાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઊંચાઇ પર ગ્લાસ લઇ જાવ. ગ્લાસની અંદર જ્યોત લાંબી દેખાય, તો દૂધ અસલી છે. જો જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધમાં ભેળસેળ છે. દૂધને સામાન્યથી વધારે સમય સુધી ઉકાળો. મલાઈ પીળા રંગની જામેલી હોય, તો એમાં યૂરિયા અથવા કેમિકલ્સ રહેલા છે.