મોંઘી દવા છતાં ન મટતા ધાધર, ખરજવું તેમજ ચામડીના રોગનો 100% અસરકારક દેશી ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દાદર એ એક ચામડી નો રોગ છે અને તે ચેપી પણ છે. આ રોગમાં શરીર પર લાલ ચામકા પડી જાય છે અને આ રોગ ફૂગ દ્વારા ફેલાય છે. શરીરને સ્વચ્છ ન રાખવા પર આ રોગ ઉત્પન થાય છે. જાણો આ રોગના ઘરેલુ ઉપચાર વિશે. ટંકણખાર 20 ગ્રામ, ગંધક 20 ગ્રામ અને ફુલાવેલ મોરથુથુ 10 ગ્રામ બારીક પીસી લીંબુના રસમાં ઘૂંટી સોગઠી બનાવવી.

પાણીમાં કે લીંબુના રસમાં આ સોગઠીને ઘસીને દાદર પર લગાવવાથી થતી બળતરામાં રાહત મળે છે. આમલસારો ગંધક 25 ગ્રામ, ટંકણખારની ભસ્મ 50 ગ્રામ, શ્વેત રાળ 50 ગ્રામ, ફુલાવેલ મોરથુથુ 20 ગ્રામ અને બોરીક એસિડ 15 ગ્રામ, વેસેલીન જરૂર મુજબ લઈ ઉપરનાં દ્રવ્યો સરખી રીતે ભેળવી લેવા અને ઘૂંટીને આ મલમ દાદર ના ઈલાજ માટે કામમાં લેવું.

ગંધક 50 ગ્રામ, કપૂર 25 ગ્રામ, વેસેલીન 800 ગ્રામ, સેલીસીલીક એસિડ 25 ગ્રામ કાર્બોલીક એસિડ 12 ગ્રામ, ગોઆ પાઉડર 50 ગ્રામ બોરીક એસિડ 25 ગ્રામ અને ક્રાયસોફોનિક એસિડ 12 ગ્રામ મેળવી સારી રીતે વાટીને દાદર પર લગાવવું અને કલાક પછી ગરમ પાણીથી સાફ કરી લેવું.

ગંધક, મોરથુથુ પારદ અને તીખા-દરેક, 25-25 ગ્રામ, આંબાહળદર 50 ગ્રામ, મીણ 50 ગ્રામ, ટંકણ-નવસારકપૂર 6-6 ગ્રામ, હર્તાલ ભસ્મ, મનશલ, સિગ્રફ 3 ગ્રામ – આ બધાં ઔષધોનું બારીક ચૂર્ણ કરવું. તલનું તેલ 200 ગ્રામ અને મીણ 50 ગ્રામ નાખી આગ ઉપર ગરમ કરવું. ઉભરો આવે પછી ઉતારી લેવું. ત્યારબાદ શેષ ઔષધોનું ચૂર્ણ મેળવવું અને ઘૂંટીને વાપરવું. આ મલમ દાદર ઉપર ઘસવું. કલાક પછી ગરમ પાણીથી સાફ કરી લેવું.

રાળ, ટંકંણખાર, મોરથૂથ અને ગંધક સરખા ભાગે લઈ બકરીના દૂધમાં ઘૂંટી સોગઠી કરવી. પાણીમાં ઘસીને તે દાદર ઉપર લગાવવી. ફુલાવેલ ટંકણખાર, ફુલાવેલ ફટકડી અને સાકર સમાન ભાગે લઈ બારીક પીસવું. કંસાના પાત્રમાં માખણ સાથે ઉપરનાં ઔષધો ખૂબ ઘૂંટવાં. પછી લીંબુનો રસ નાંખી ખરલ કરવું, પ્લાસ્ટિકના ડબ્બામાં આ મલમ રાખવો અને દાદર પર રોજ લગાવવો.

પારો 5 ગ્રામ અને ગંધક 12 ગામ લઈ ઘૂંટી લેવું. પછી મોગરાનું તેલ નાખતા જવું અને ઘૂંટતા જવું. આ મલમ દાદર પર લગાવવો. એનાથી દાદર મટે છે. મીણ 10 ગ્રામ, હાથો 10 ગ્રામ, લીમડાનાં પાન 20 ગ્રામ, કૌચાનાં બી 20 ગ્રામ, કપૂર 3 ગ્રામ, મોરથુથુ 2 ગ્રામ અને તલનું તેલ 80 ગ્રામ, ત્રણ દિવસ ઘૂંટવું. આ મલમ દાદર પર ખંજવાળીને લગાડવાથી લાભ થાય છે.

ખરજલી 20 ગ્રામ, લોહ ભસ્મ 10 ગ્રામ, અભ્રખ ભસ્મ 10 ગ્રામ, તામ્ર ભસ્મ 10 ગ્રામ, ત્રિફળાં 100 ગ્રામ, શિલાજિત 150 ગ્રામ ઘૂંટીને ચણા જેવી ગોળી કરવી. રોજ બે ગોળી ખાવાથી દાદર માં લાભ મળે છે. દાદર રોગોમાં ગોરખમુંડી કવાથ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. આંકડાના પાનનો રસ 100 ગ્રામ અને તલનું તેલ 50 ગ્રામ મેળવીને ગરમ કરવું, ૨સ બળી જાય પછી તેમાં 25 ગ્રામ ગંધક નાંખવો અને પછી દાદર વળી જગ્યા ધોઈને આ દવા લગાવવી.

કાજલી 20 ગામ, ફ્લાવેલું મોરથુથુ 10 ગ્રામ, મુરદાર સંગ 10 ગ્રામ, સમુદ્રફીણ 10 ગ્રામ અને કાથો 10 ગ્રામ ઘૂંટી પાઉડર તૈયાર કરવો. આ પાવડર પાણીમાં ઘૂંટીને દાદર ઉપર લગાવવો. આથી દાદર મટે છે. આંબલીના કચૂકા લીંબુના રસમાં ઘૂંટીને દાદર પર લગાડવાથી લાભ મળે છે. માખણ 10 ગ્રામ કોડીની ભસ્મ 1 ગ્રામ અને ગંધક 1 ગ્રામ મેળવી મલમ બનાવવો. આ મલમ દાદર અને દાઝેલી જગ્યા પર લગાવવાથી તે મટે છે.

અફીણ, એલચી, નવસાર, વછનાગ, ટંકંણખાર, મોરથૂથુ, ગંધક, પારો, સિંધવ અને મનશલ સમભાગે લઈ બારીક વાટી તેમાં ઘી મેળવવું, તેને ઘૂંટીને દાદર પર લગાવવાથી લાભ મળે છે. ભીમસેની કપૂર, પાપડિયો કાથો, ગંધક અને ગેરું 10-10 ગ્રામ બારીક વાટી રાખવું. તેમાંથી થોડો પાણીમાં ઘૂંટીને દાદર પર લગાવવું. તેનાથી દાદર મટે છે.

શ્વેત રાળ 30 ગ્રામ, મુરદારસંગ 30 ગ્રામ, સફેદ કાશ્ગરી 20 ગ્રામ, મીણ 40 ગ્રામ, કપૂર 6 ગ્રામ અને યુકેલીપ્ટસ ઑઈલ 150 ગ્રામ ઘૂંટીને મલમ બનાવી દાદર પર લગાવવું, આથી દાદર મટે છે. એરંડીની મીંજ, એળિયો અને સુરોખાર સમભાગે લઈ લીંબુનો રસ નાખી ઘૂંટીને લગાવવું. આથી દાદર મટે છે.

ગંધક, તીખા, સિંદૂર, હળદર, આંબાહળદર, શંખજીરું, કેસર, મનશલ, એલચી અને કાથો સમભાગે લઈ બારીક કરી 21 વાર ધોયેલા ઘીમાં મેળવીને લગાવવાથી દાદર મટે છે. ગંધક 10 ગ્રામ, મોરથૂથુ 6 ગ્રામ અને સુરોખાર 6 ગ્રામ બારીક વાટી તેને 100 ગ્રામ ફિનાઇલ માં મેળવવું. તેમાં કાર્બોલિક એસિડ 10-20 ટીપા જેટલું નાખવું અને દાદર પર લગાડવાથી લાભ મળે છે.

રાઈ ૧ ગ્રામ, ગંધક એક ગ્રામ અને ખુ અજયવાન 1 ગ્રામ લીંબુના રસમાં વાટીને મોટી ગોળી કરવી. આ ગોળી ધસીને દાદર પર લગાવવી. કપૂર 20 ગ્રામ, ગંધક 20 ગ્રામ અને ફૂલાવેલું મોરથૂથુ 20 ગ્રામ એરંડિયાના તેલમાં ઘૂંટીને દાદર પર લગાવવાથી લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top