સપ્ત ધાતુ ચૂર્ણ આયુર્વેદમાં મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. આ ચૂર્ણ આપણાં શરીરના તમામ રોગોને દૂર કરીને શરીરને શક્તિ આપે છે સાથે સાથે એ વૃદ્ધાવસ્થાન લક્ષણોને પણ દૂર કરે છે. જાણો આ ચૂર્ણને બનાવવાની રીત અને તેના ફાયદા.
આયુર્વેદ મુજબ આપણું શરીર સપ્ત ધાતુથી બનેલું હોય છે, આખું શરીર તેના દ્વારા જ ચાલતું હોય છે. આજે અમે તમને જે સપ્ત ધાતુ પોષક ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે એક ઉત્તમ રસાયણ છે, તે નસ નાડીઓ અને વાત વાહિનીઓને શક્તિ પ્રદાન કરે છે, અને શરીરને પણ શક્તિ આપે છે.
દરરોજના ભોજન સાથે પણ તેના સતત સેવનથી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે, અને વૃદ્ધાવસ્થામાં પણ જલ્દીથી કોઈ રોગ થતાં નથી. સો વર્ષ સુધી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મેળવવા માટે વિશેષ સપ્ત ધાતુનું ચૂર્ણ, ખુબ સરળ રીતે ઘરે બની શકે.
ચાલો તમને આ ચૂર્ણ બનાવવા માટેની રીત અને એને લગતી જરૂરી સામગ્રીની માહિતી વિશે જાણવીએ જે આ મુજબ છે. સામગ્રી: અશ્વગંધા ૧૦૦ ગ્રામ, આંબળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ, હરડે ૧૦૦ ગ્રામ. આ ત્રણે વસ્તુનું ચૂર્ણ એક બીજા સાથે ભેળવી લો. હવે તેમાં ૪૦૦ ગ્રામ દળેલી ખડી સાકર ઉમેરી લો. અને તેને કાચની બરણીમાં ભરીને મૂકી દો.
રોજ એક ચમચી ગરમ પાણી સાથે કે ગરમ દૂધ સાથે આ ચૂર્ણ આખું વર્ષ ફાકી ની જેમ લેવાથી શરીરને અનેક પ્રકારના રોગથી દૂર રાખી શકાય છે. આ ચૂર્ણ શરીર માટે એટલું બધુ શક્તિશાળી છે કે જે વ્યક્તિ કાયમ માટે આ ખાશે તો તેને ક્યારે પણ દવાની જરૂર નહીં પડે.
જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના થી ૧ વર્ષ સુધી આ ચૂર્ણ ખાય તો તેનું શરીર વર્ષો સુધી નીરોગી રહે છે. આ માટે એક વાતને ધ્યાનમાં રાખવી કે આ બધી વસ્તુઓ સ્વસ્ચ્છ લઈને જ ચૂર્ણ બનાવવું. જીવાત વાળી અશ્વગંધા કે બીજી વસ્તુ ખરાબ હોય એવી ન લેવી.
સપ્ત ધાતુ પોષક ચૂર્ણ શરીરના સાતેય ધાતુને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. શરીરની સપ્ત ધાતુ: રસ, લોહી, માંસ, મેદ, અસ્થી, મજ્જા, શુક્ર આ સપ્ત ધાતુ છે જે શરીરને બનાવે છે.
જો કોઈ રોગી કે બીમાર વ્યક્તિ જેને કબજીયાત હોય કે કોઈ મોટો રોગ હોય તેને આ ચૂર્ણનું સેવન કરતા પહેલા એક વખત શરીરને સાફ કરી લેવું જોઈએ, જયારે શરીર એક વખત સાફ થઇ જાય તો પછી સપ્ત ધાતુ પોષક ચૂર્ણ ગજબની અસર દેખાડે છે.