સ્વાસ્થ્યનો ખજાનો છે આનું સેવન દાંત, ચામડી અને મગજના રોગ માટે તો છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત કરનાર, બળ આપનાર, વાળ માટે હિતકારી, ધાવણ વધારનાર, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી તેમજ મળને બાંધનાર છે.

ચાલો હવે આપણે જાણીશું તલના ફાયદાઓ વિશે. વહેલી સવારે એકાદ મુઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબૂત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુખતા કે પડતા નથી. તલના તેલનો કોગળો મોંમા ભરી થાકી જવાય ત્યાં સુધી મોં ફૂલાવી રાખવાથી જડબાં બળવાન બને છે, આહાર પર રુચિ ઉત્પન્ન થાય છે.

તલના તેલનો કોગળો કરનારને ક્યારેય હોઠ ફાટવાનો ભય રહેતો નથી. આ ઉપાય થી ખાટા આહાર દ્રવ્યો ખાધા પછી દાંત અંબાઈ જતા નથી કે દાંતની જડમાં દર્દ થતું નથી. તલનો લેપ કરવાથી બદન સાફ અને સુંવાળું થાય છે. તલનો અળસીના બીજ સાથે ઉપયોગ કરવાથી વીર્યમાં વધારો થાય છે. હાથને ખાંડી તેનો રસ પીવાથી સાકર નાખી પીવાથી પેટની બળતરા મટે છે અને તેનું લાંબો વખત સેવન કરવાથી પથરી થતી મટે છે.

તલનો લેપ કરવાથી ચામડી પરના કાળા ડાઘ મટે છે. દાઝી ગયેલા ભાગ પર તલ નો લેપ  લગાવવાથી બળતરા ઓછી થાય છે. તલનાં પાનને પાણીમાં નાખી માથું ધોવાથી વાળ કાળા તથા લાંબા થાય છે. તલનું તેલ ખાવા, પીવા તથા શરીરે માલિશ કરવાના કામમાં ઉપયોગી છે. તલનું તેલ ખાવાથી બહુમુત્ર રોગ મટે છે.

તલના તેલના કાનમાં ટીપાં નાખવાથી કાનની ધાક ઊઘડે છે. ઈસબગુલ સાથે તલનું તેલ ચોપડવાથી ખુજલી તથા દાઝી ગયેલા ભાગ પર લગાવવાથી તેમાં ફાયદો થાય છે. માથામાં ઉંદરી થાય ત્યારે તેનું તેલ લગાવવાથી લાભ થાય છે. તલનું તેલ ગરમ કરી ગંઠાઈ ગયેલા સાંધા પર લગાવવાથી પણ લાભ થાય છે. હાડકા પણ મજબૂત બને છે. એનું તેલ માથામાં નાખવાથી આંખને ઠંડક મળે છે.

 

તલનું તેલ રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવા અને બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવા માટે પણ જાણીતું છે. આ કારણોસર, ડાયાબિટીસના દર્દીઓને દરરોજ એક ચમચી તલનું તેલ પીવા અથવા સલાડ અને ભોજનમાં તલનું તેલ લેવાની ભલામણ કરવામાં આવે છે. દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.

કાળા તલ શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તલમાં સેસામીન અને સેસમોલીન નામના બે પદાર્થ મળે છે. આ બંને લીંગ્લાસ નામના ફાઇબરના જૂથ હોય છે. લિગ્નાન્સની અસરથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તલના આહારમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. કાળા તલ ચાર તોલા, સુંઠ એક તોલો, ગોળ બે તોલા એ દરેકનો મિક્સ કરી એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણનું સેવન હૃદયરોગ, વાત ગુલ્મ, અર્શ, યોનિશૂળમાં ઉપયોગી નીવડે છે.

કાળા તલ, આંબા હળદર, દારૂ હળદર, ભોરીંગણી, નાગરમોથ, અરડૂસીનાં પાન, કરિયાતું અને ભીલામો દરેક સરખે વજને લઈ તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો પ્રદર માડવા માટે મદદરૂપ થાય છે. કાળા તલ, પીપર, મજીઠ, હરડે, શતાવરી, બાવચી, ભીલામો, વાવડિંગ દરેક એક એક તોલો લઈ તેને મેળવી મધ અને ગોળમાં નાખી નાની ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી લોહીમાં વધારો થાય છે તથા દરેક જાતના કોઢ મટાડે છે.

તલનું ચૂર્ણ, રતાળુ ના બીજ, નાગકેસર અને જીરું સરખે વજને લઈ તેનું ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણથી ઝાડો સાફ આવે છે. તલ, સાકર, ખસખસ દરેક એક તોલો, બદામનાં બીજ અડધો તોલો લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણના ઉપયોગથી મેદ ચરબી વધે છે તથા પુરુષત્વમાં વધારો થાય છે.

તલ, આદુ, મેથી, અશ્વગંધા બધાને સમાન માત્રામાં મેળવીને પાવડર (ચૂર્ણ) તૈયાર કરવુ. રોજ સવારે આ ચૂર્ણનું સેવન કરવાથી સંધિવાની સમસ્યા દૂર થાય છે. તલના સેવનથી કફ અને બળતરામાં રાહત મળે છે. તલમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે.

તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે. તલમાં પ્રોટીન, કેલ્શિયમ, ખનિજો, મેગ્નેશિયમ, આયર્ન અને તાંબુ જોવા મળે છે. સેસમીન એ માનસિક શક્તિમાં વધારો કરે છે. તેથી શિયાળામાં તલ ખાવાથી માનસિક શક્તિ વધે છે. દરરોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી નથી બનતી અને મગજ પર વૃદ્ધાવસ્થાની અસર થતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top