કોઈપણ પ્રકારની દવા વગર હદયરોગથી કાયમી છુટકારો અપાવશે આ 100% અસરકારક ચૂર્ણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોજ બદામ, પિસ્તા, અખરોટ, અંજીર, શક્કરિયાં, તરબૂચ, કેળા, પીચ, કાળી દ્રાક્ષ ખાવાથી કેલ્શિયમ મળે છે જે હૃદયનું રક્ષણ કરે છે. પાકા અનનાસના નાના નાના કટકા કરી રસ કાઢવો. રસથી બમણી ખાંડની ચાસણી બનાવી અનનાસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત હૃદયને બળ આપે છે.

વધુ પડતા ગુસ્સાથી હૃદયરોગની સંભાવના રહે છે. તેજ સ્વભાવથી પક્ષીધાત આવવાની સંભાવના રહે છે. ગુસ્સાથી શરીરમાં ‘સી રિએકટીવ પ્રોટીન’ નામના દ્રવ્યનું સર્જન થાય છે. ‘સી રિએકટીવ પ્રોટીન’ હૃદયરોગનું કુદરતી કારણ છે. હૃદયરોગના પરંપરાગત પરિબળોમાં મેદસ્વીપણું, ધુમ્રપાન, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ તથા અવ્યવસ્થિત જીવનશૈલીનો સમાવેશ થાય છે.

લસણમાં તીવ્ર ગંધ વાળુ ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજીત કરે છે. આથી મૂત્રપ્રવૃત્તિ વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સોજા, કીડનીના રોગો, હૃદયરોગ ના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખૂબ જ હિતકારી છે. લસણ ઉદરસ્થ ગેસને ઓછો કરે છે, આથી હૃદય પરનું તીવ્ર દબાણ ઘટે છે. અરૂચિ દૂર કરી ભૂખ લગાડે છે.

હૃદયરોગએ એક ચમચી તલના તેલમાં 5 લસણની કળી વાટી થોડી ગરમ કરી જમતી વખતે ખાવી. આ ઉપચારથી ભૂખ લાગશે, વાછૂટ થશે અને પેટ હળવું થતાં જ હૃદયના દર્દીને અત્યંત રાહત થશે. નાળિયેર હૃદયરોગીને અત્યંત લાભકારી છે. સાંકડી થઇ ગયેલી ધમની ના ઓપરેશન પછી ફરીથી ધમની સાંકડી થવા માંડે છે. આલ્કોહોલ આ ઘટના અટકાવે છે.

પીપળાના સૂકા ફળનો 1-1 ચમચી બારીક પાવડર પાણી સાથે સવાર, બપોર, સાંજ લેવાથી હૃદય રોગ મટે છે. સહાયક ચિકિત્સા તરીકે આ પ્રયોગ કામ આવી શકે. દૂધી બાફી મીઠું કે બીજો કોઇપણ તીવ્ર મસાલો નાખ્યા વગર ફક્ત ધાણા, જીરુ, હળદર અને કોથમીર નાખી હૃદયરોગીને આપવાથી તેને સારી પુષ્ટિ મળે છે.

10 ગ્રામ દાડમનો રસ અને 10 ગ્રામ સાકર મેળવી પીવાથી હૃદયને ફાયદો થાય છે. અને છાતીનો દુખાવો મટે છે. આદુનો રસ અને પાણી સરખેભાગે પીવાથી હૃદયરોગ મટે છે. એલચી દાણા, પીપરીમૂળ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી એકથી ત્રણ ગ્રામ ઘી સાથે ચાટવાથી કફજન્ય હૃદયરોગ મટે છે. કોળુ ખાવાથી હૃદયરોગ મટે છે. ટામેટાંના રસમાં સાજડ અર્જુન વૃક્ષની છાલ અને સાકર મેળવી ચાટણ બનાવી ખાવાથી હૃદયશૂળ તથા હૃદયરોગમા ફાયદો થાય છે.

પપૈયાનું શાક બનાવી ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. કાચા પપૈયાને 3 ગ્રામ ખાંડમાં નાખી ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. પપૈયાના પાનની ચા બનાવી પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. લીલા નાળિયેરનો પાણી નાખ્યા વગર કાઢેલા 50 ગ્રામ રસમાં હળદરનો શેકેલો ગાંઠિયો 20 ગ્રામ ઘી મેળવી પીવાથી હૃદયરોગ મટે છે. ગાજરને ઝીણા કરી દુધમાં ઉકાળીને ખીરની જેમ ખાવાથી હ્રદયને તાકાત મળે છે,

ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે. ચોકલેટમાં ફ્લેવોનોઇડ નામનું કુદરતી એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે કોલસ્ટોલના ઘટક લીપોપ્રોટીનની નકરાત્મક અસરોને અટકાવે છે. આથી ફ્લેવોનોઇડ રક્તવાહિનીઓને રક્ષણ આપી હૃદયરોગ, સ્ટ્રોક તથા આર્ટરી સ્ક્લેરોસિસ અટકાવે છે.

હૃદયને લગતી આ બધી તકલીફો અવરોધાયેલી રક્તવાહિનીઓનુ પરિણામ છે. સામાન્ય ચોકલેટમાં ફ્લેવોનોટઇડ હોતું નથી. અરડુશીના આખા છોડને તેના ફૂલ સહિત સૂકવીને બનાવેલુ ચૂર્ણ સવાર,બપોર, સાંજ 1-1 ચમચી પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર સહિત તમામ પ્રકારના હૃદયરોગોમાં અચૂક લાભ થાય છે. હૃદયરોગમાં અરડુસી બહુ જ અકસીર છે.

4 લવિંગ અને 1 ચમચો સાકર વાટી એક ગ્લાસ પાણી સાથે લેવાથી હૃદયરોગમાં બહુ જ લાભ થાય છે. લવિંગ સાકરનો પાઉડર બનાવી રાખી 1-1 ચમચો સવાર સાંજ પાણી સાથે લેતાં રહેવાથી હૃદયરોગની સફળ સારવાર આપમેળે શક્ય બને છે.

5 ગાજર લઇ લો. તેને કોલસાના અંગારા ઉપર પકાવો, પકવ્યા પછી થોડા ઠંડા કરી લો અને તેને છુંદો કરી લો. હવે આ ગાજરમાં કેવડા કે ગુલાબનો રસ ભેળવીને સાકર ભેળવીને ખાવ. અથવા તો ગાજર છોલીને આખી રાત બહાર ઓસરીમાં રહેવા દો. સવારે આ ગાજરને કટકા કરીને કેવડો કે ગુલાબના રસ તથા સાકર ભેળવીને ખાવાથી હ્રદયના ધબકારા સામાન્ય થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top