સૌથી સરળ અને સસ્તો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને વજન ઘટાડવામા 100% અસરકારક છે આનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રવા(સોજી)થી સ્વાદિષ્ટ વાનગી પણ બનાવી શકાય છે. રવો સ્વાદની સાથે આરોગ્યના ફાયદા પણ આપે છે. રવાથી આપણે શરીર માટે ઘણા અસરકારક ઉપાયો કરી શકીએ છીએ. તો ચાલો આજે અમે તમને જણાવીશું રવાથી શરીને થતાં ફાયદાઓ વિશે. રવામાં રહેલું સેલેનીયમ તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.

રવો ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. આ સાથે જ રોગપ્રતિકારક શક્તિને મજબુત કરી બીમારીઓ સામે લડવા માટે તૈયાર કરે છે. સવારે રવામાંથી બનેલો નાસ્તો ખાવાથી સંપૂર્ણ દિવસ શરીરમાં ઉર્જા ટકી રહે છે. નાસ્તામાં રવામાંથી બનાવેલી વાનગીની સાથે જો શાકભાજી ખાવામાં આવે તો વધારે ફાયદાકારક નીવડે. રવો હૃદય અને કિડનીની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે અને સાથે સ્નાયુઓને સરળ રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે.

જે વ્યક્તિ એનિમિયા થી પીડિત છે તેમના માટે પણ સોજી અને તેનાથી બનેલ વસ્તુઓ નું સેવન બહુ ફાયદાકારક સાબિત થાય છે, કારણકે સોજીની અંદર આયર્ન ની માત્રા પ્રચુર માત્રામાં મળે છે જે એનિમિયાથી શિકાર બનેલા લોકોના શરીરમાં જઈને આ બીમારીને દૂર કરવામાં બહુ મદદ કરે છે અને તેના ઉપયોગથી તમારા શરીરમાં હિમોગ્લોબિન ની માત્રા વધે છે જેનાથી એનિમિયા ના શિકાર લોકોને રાહત મળે છે.

રવામાં ફેટ અને કોલેસ્ટ્રોલ બિલકુલ પણ નથી હોતુ. તેથી આ તે લોકો માટે સારુ છે જેમનુ કોલેસ્ટ્રેલ વધી જાય છે. રવા માં આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્રોત છે. આ ખનિજો લાલ રક્તકણોના ઉત્પાદન, હૃદયના આરોગ્ય અને બ્લડસુગરને નિયંત્રણ રાખે છે. અને વિવિધ બી વિટામિન, આયર્ન, પ્રોટીન અને ફાઈબરનું ઉચ્ચ સ્તર પૂરું પાડે છે.

રવામાં રહેલું ફાઇબર પાચનતંત્રને પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ બને છે. રવામાં કેલ્શિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઘણા ખનીજતત્વો રહેલા છે. જે  પાચનતંત્રની જાળવણી માટે મદદરૂપ નીવડે છે. આ ઉપરાંત, રવો ખાવાથી સ્નાયુઓ વધુ સ્થિતિસ્થાપક બને છે.

ડાયાબિટીસ ના લોકો સોજી ના હલવા નું સેવન કરે છે તો તેમના માટે ફાયદાકારક સાબિત થશે, કારણકે સોજી ની અંદર ગ્લાયકેમિક ઇન્ડેક્સ બહુ જ ઓછી માત્રા માં મળે છે જે ડાયાબિટીસ ના લોકો માટે ઘણું સારું સાબિત થાય છે. રવામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. દૂધ સાથે રવો સોજો હાડકાં માટે સૌથી ઉપયોગી છે. તેમાં વધુ કેલ્શિયમ હોય છે.

પ્રોટીન ત્વચા આરોગ્ય અને સુંદરતા માટે જરૂરી છે. રવો પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે, તેથી તેનો નિયમિત ઉપયોગ ત્વચાના સમયસર પોષણ અને હાઇડ્રેશનની ચાવી છે. જે વ્યક્તિ પોતાના મોટાપા થી પીડિત છે અને પોતાનું વજન ઓછું કરવા માંગે છે તો તે રવાનો ઉપયોગ કરી શકે છે અને રવાથી બનેલ વસ્તુઓનું સેવન કરશો તો વજન સમયની સાથે ધીરે-ધીરે ઓછું થવા લાગશે અને સમયની સાથે તે મોટાપા થી છુટકારો અપાવે છે.

રવો વજન ઓછું કરવા માટે પણ બહુ ફાયદાકારક સિદ્ધ થાય છે. રવામાંથી બનતી વાનગી થોડી  ખાવાથી જ પેટ ભરાય જાય છે. આ સાથે જ જલ્દી ભૂખ લાગતી નથી. આથી જો વધારે ખોરાક લેવાય જતો હોય તો તેનાથી બચી શકાય છે. રવામાં રહેલું ફોસ્ફરસ, ઝીંક, મેગ્નેશિયમ નર્વસ સિસ્ટમ જાળવી રાખે છે. આ સાથે જ પુષ્કળ પ્રમાણમાં રહેલું પ્રોટીન ત્વચા અને સ્નાયુઓ માટે લાભકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top