જરૂર જાણો આ એક અનોખી ઔષધિ વિશે, સંધિવા અને પેશાબના રોગો કરી દેશે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ઇન્દ્રાયણનાં મીઠી અને કડવી એમ બે મુખ્ય પ્રકાર છે. ઇન્દ્રાયણની વેલ વર્ષા ઋતુમાં ઉગે છે. તેના પાનની લંબાઈ બે ઇંચ જેટલી છે. આકાર તરબૂચનાં પાન જેવો હોય છે. પરંતુ માપમાં તેનાથી ઘણા નાના હોય છે. ઇન્દ્રાયણ માં પીળા રંગના ફૂલ આવે છે અને ફળ નારંગી જેવડા હોય છે

આયુર્વેદમાં ઇન્દ્રાયણ નો ઉપયોગ અસંખ્ય રોગોની સારવાર માટે થાય છે. તે ખાસ કરીને તાવ અને ગર્ભાશયના કીડા ઉપર ઉપયોગી છે. તેના મૂળિયાં નો ઉપયોગ ખાસ કરીને કરમિયા, કમળો, સંધિવા અને પેશાબના રોગો માટે થાય છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ ઇન્દ્રાયણ અનેક બિમારીઓમાં કઈ રીતે ઉપયોગી છે .

તમામ પ્રકારના દુખાવામાં ઇન્દ્રાયણનાં અડધા કિલો રસમાં હળદરની છાલ અને સિંધવ મીઠું પીસી લો. જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે 4-5 ગ્રામની ગોળીઓ બનાવો. સવાર-સાંજ દૂધ સાથે એક ગોળી લેવાથી જે દર્દી દુખાવાથી પીડાય છે, તેનો મહત્તમ સોજો અને દુખાવો ઓછો થાય છે.

માસિક સ્રાવનો અટકાવ થયો હોય તો તેના માટે ત્રણ ગ્રામ ઇન્દ્રાયણ નાં બીજ, કાળા મરીના 5 ટુકડા લઈ તેને 250 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે પાણીનો એક ચતુર્થાંશ ભાગ બાકી રહે છે ત્યારે તેને ગળી લો. આ ઉકાળો પીવાથી અટકાયેલો માસિક સ્રાવ પાછો ચાલુ થાય છે.

ગર્ભધારણ માટે 15-20 ગ્રામ ઇન્દ્રાયણને  બિલીપત્રો સાથે પીસીને અને સવાર-સાંજ નિયમિત પીવાથી  સ્ત્રી ગર્ભવતી થાય છે. જો સ્તનોમાં ગાંઠો થાય છે, તો ઇન્દ્રાયણનાં મૂળને સ્તન પર લગાડવાથી અથવા પોટલી બાંધવાથી લાભ થાય છે.  યોનિ રોગમાં ત્રિફળા, હળદર અને લાલ ઇન્દ્રાયણનાં મૂળનો ઉકાળો બનાવી 25 મિલીલીટર દિવસમાં બે કે ત્રણ વાર પીવાથી યોનિમાર્ગમાં ફાયદો થાય છે.

શ્વસન રોગમાં ઇન્દ્રાયણનાં ફળનો રસ ચિલમમાં ભરીને પીવાથી શ્વાસની તકલીફો મટે છે. ઉધરસમાં ઇન્દ્રાયણ નાં ફળ ચીરીને તેમાં કાળા મરી ભરો પછી ફળને બંધ કરો અને તેને તાપમાં સૂકવો અથવા થોડા દિવસો માટે આગની નજીક જમીનમાં રેવ દો, પછી ફળ ફેંકી દો અને તેમાંથી નીકળેલા 6 કાળા મરીને મધ સાથે  ચાટવાથી ખાંસીમાં ફાયદાકારક છે.

વાળમાં ઇન્દ્રાયણનાં બીજનું તેલ લગાવવાથી વાળ કાળા અને સુંદર બને છે. ગાયના દૂધ સાથે ઇન્દ્રાયણનો પાવડર 4-5 ગ્રામ પીવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. પેટના કરમિયામાં ઇન્દ્રાયણનાં ફળનો પલ્પ પેટ પર બાંધવાથી તમામ પ્રકારના આંતરડાનાં કરમિયા મરી જાય છે.

પેટના દુખાવામાં ઇન્દ્રાયણ નો મુરબ્બો ખાવાથી પેટનો દુખાવો દૂર થાય છે. પેશાબમાં બળતરા થતી હોય તો ઇન્દ્રાયણ ના મૂળને પાણીથી પીસી લો અને તેને ગાળી લો અને પેશાબમાં અવરોધ આવે અથવા પેશાબની બળતરા અટકાવવા ની જરૂરિયાત વાળાં દર્દીને 5-10 ગ્રામની માત્રામાં પીવું જોઈએ.

ઇન્દ્રાયણનાં ફળનો રસ અથવા ઇન્દ્રાયણ ના મૂળની છાલથી માથામાં માલિશ કરવાથી માથાનો દુખાવો મટે છે.  ઇન્દ્રાયણનાં મૂળનો 15 ગ્રામ પાવડર અને પીપળાના મૂળનો 15 ગ્રામ પાવડર સાથે ભેળવીને દરરોજ ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં લાભ થાય છે. ઘામાં ઇન્દ્રાયણનાં ફળને પીસીને નાળિયેર તેલ સાથે ગરમ કરો અને તેને ઘા ની અંદર લગાવો, તેનાથી ઝડપથી સાફ થઈ જાય છે.

બાળકોમાં દાંતના કીડા વધુ જોવા મળે છે. તેની પરેશાનીઓ થી છુટકારો મેળવવા ઇન્દ્રાયણનાં પાકેલા ફળનો રસ દાંતમાં લગાવવાથી કીડા મરી જાય છે. ઇન્દ્રાયણનાં મૂળ ઠંડા પાણીથી પીસીને પ્લેગની ગાંઠ પર દિવસમાં બે વાર લગાવો. આમ કરવાથી જરૂર ફાયદો થાય છે.

ઇન્દ્રાયણનાં 3 ગ્રામ પાવડર પાનમાં નાંખીને આ પાન ખાવાથી સાંપ કરડયો હોય તો ઝેરની અસર ઓછી થાય છે. આ સિવાય, ઇન્દ્રરાયણના પાનનો રસ (5 મિલી) અને તેના મૂળનો ઉકાળો (10-30 મિલી) પીવાથી સાપના ડંખના ઝેરી પ્રભાવથી રાહત મળે છે.

ઇન્દ્રાયણનાં પાકેલા ફળ અથવા તેની છાલને તેલમાં ઉકાળીને કાનમાં 2-2 ટીપાં નાંખવાથી બહેરાશ દૂર થાય છે. આ સિવાય લાલ ઇન્દ્રાયણનાં ફળને પીસીને નાળિયેર તેલમાં ગરમ ​​કરીને  કાનના ઘા પર લગાવવાથી ઘા ને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here