અસ્થમા અને શ્વાસના રોગથી કાયમી છુટકારો મેળવવાનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઔષધિ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આ વનસ્પતિ કોકણ તરફ વધારે ઊગે છે. આયુર્વેદની વિખ્યાત બનાવટ ‘સારિવાઘાસવ’ માં અનંતમૂળ પ્રધાન ઔષધ છે. તાવ, પેટમાં દુખાવો, પથરી, દાંતના રોગો, ગર્ભપાત, ટાલ પડવી, અસ્થમા, કમળો, હેમરેજ, મંદબુદ્ધિ વગેરેની સારવારમાં અનંતમૂળ ઔષધીનો ખૂબ જ ઉપયોગ થાય છે.

હવે અમે તમને જણાવીશું અનંતમૂળથી થતાં અનેક લાભ વિશે : તમામ પ્રકારના દુખાવામાં અનંતમૂળ ના 3 ગ્રામ પાવડરને દિવસમાં ત્રણ વખત મધ સાથે લેવાથી દુખાવો દૂર થાય છે. તાવમાં અનંતમૂળ, સૂંઠ અને નાગરમોથા સરખા પ્રમાણમાં ખાવાથી તમામ પ્રકારના તાવ દૂર થાય છે.

અનંતમૂળના ચૂર્ણને ઘી માં શેકીને લગભગ અડધા ગ્રામ થી ૧ ગ્રામ સુધી ચૂર્ણ, ૫ ગ્રામ સાકર સાથે થોડા દિવસો સુધી સેવન કરવાથી ચેચક, ટાઈફોઈડ વગેરે પછી શરીરમાં થતી ગરમીની બળતરા દુર થાય છે.પેટના દુખાવામાં અનંતમૂળના 2-3 ગ્રામ પાવડરને પાણી સાથે પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે.

પથરીની સમસ્યામાં 5 ગ્રામ અનંતમૂળ ના પાવડરને ગાયના દૂધ સાથે દિવસમાં બે કે ત્રણ વાર પીવાથી પથરી પેશાબની સાથે બહાર નીકળી જાય છે. દાંતના રોગો માં અનંતમૂળ ના પાંદડા પીસી ને  દાંતની નીચે દબાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. સવાર-સાંજ 3 ગ્રામ અનંતમૂળનો પાવડર મેળવી પીવાથી સ્તનનો સોજો મટે છે. અને સ્તનોનું દૂધ વધે  છે. જે મહિલાઓનાં બાળકો બીમાર અને નબળા છે, તેઓએ અનંતમૂળનું સેવન કરવું જોઈએ.

અનંતમૂળના મૂળ વાટીને હોઠ ઉપર કે શરીરના કોઈપણ ભાગ ઉપર જ્યાં ત્વચા ફાટવાને કારણે લોહી નીકળતું હોય ત્યાં લેપ કરવાથી લાભ થાય છે. કમળા માં અનંતમૂળના મૂળની 2 ગ્રામ છાલ અને કાળા મરીના 11 ટુકડા, 25 ગ્રામ શુદ્ધ પાણી સાથે પીસીને એક અઠવાડિયા સુધી પીવાથી આંખો અને શરીર બંનેની બળતરા દૂર થાય છે. અને કમળાના રોગમાં લાભ થાય છે.

પેશાબની બળતારમાં કેળાના પાંદડામાં અનંતમૂળને વાટીને તાપમાં શેકો. જ્યારે પાન બળી જાય ત્યારે તેને શેકેલી જીરું અને ખાંડ નાખી પીસો, ગાયનું ઘી મિક્સ કરો અને સવાર-સાંજ પીવાથી પેશાબ અને વીર્યની સમસ્યા દૂર થાય છે. ટાલમાં અનંતમૂળના 2-2 ગ્રામ પાવડરને દિવસમાં ત્રણ વખત શુધ્ધ પાણી સાથે લેવાથી માથાની ટાલ દૂર થાય છે.

અસ્થમામાં 4 ગ્રામ અનંતમૂળ અને 4 ગ્રામ અરડૂસીનું ચૂર્ણ દૂધ સાથે સવારે અને સાંજ પીવાથી શ્વાસના તમામ રોગોમાં ફાયદો થાય છે. ૨ ગ્રામ અનંતમૂળના મૂળનું ચૂર્ણ રોજ ખાવાથી માથાના વાળ ઉગી જાય છે અને સફેદ વાળ કાળા થવા લાગે છે.

આંખના રોગમાં અનંતમૂળના મૂળને પાણીમાં પીસી આંજન કરવાથી અથવા લેપ અથવા તેના પાંદડાની રાખને કાપડમાં ગાળી લો અને મધ સાથે આંખોમાં લગાવવાથી આંખનો સોજો ઓછો થાય છે. અનંતમૂળના તાજા નરમ પાંદડા તોડીને દૂધમાં મધ મેળવીને આંખોમાં લગાવવાથી આંખોના રોગોમાં ફાયદો થાય છે.

એક લિટર પાણી સાથે 30 ગ્રામ અનંતમૂળ ઉકાળી તે પાણીમાં 500 ગ્રામ ખાંડ નાંખો. 2 કલાક પછી તેને ગાળી લો. દિવસમાં 4-5 વખત 50 ગ્રામ આ ઉકાળો પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાના રોગ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.

ખોરાક પાંચતો ન હોય તો સવારે ગાયના દૂધ સાથે 3 ગ્રામ અનંતમૂળના પાવડરનું સેવન કરવાથી પાચનની પ્રવૃત્તિમાં વધારો થાય છે. ચોપચીની સાથે અનંતમૂળનું ચૂર્ણ ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. જો મૂળને શેકીને કપાળ પર લગાવવામાં આવે તો માથાનો દુખાવામાં રાહત મળે છે. તેને ઘા પર લગાવવાથી પણ રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here