અર્જુનની ઉંચાઈ ૬૦ થી ૮૦ ફૂટ સુધીની હોય છે. તેના થડનો ઘેરાવો ૧૦ થી ૨૦ ફૂટનો હોય છે . પાન લાંબાં અને પહોળાં હોય છે. પાનનો આગળનો ભાગ ચીકણો હોય છે. પાછળનો ભાગ રૂક્ષ હોય છે. તેમાં ફૂલ વસંત ઋતુમાં આવે છે. બાવળની માફક આ ઝાડ ઉપર પણ ગુંદર બાઝે છે. તે ગુંદર સોનેરી ભૂરા રંગનો હોય છે.
સદીઓથી અર્જુનનું વૃક્ષ આયુર્વેદમાં દવા તરીકે વપરાય છે. સામાન્ય રીતે અર્જુનની છાલ અને રસ દવા તરીકે વપરાય છે. અર્જુનની છાલના ફાયદાઓ હૃદય રોગ, ક્ષય રોગ અથવા ટીબી તેમજ કાનના દુખાવા, સોજો, તાવની સારવાર માટે વપરાય છે.
અર્જુન ઔષધી કેટલી ફાયદાકારક છે એતો ખબર જ છે, પરંતુ કયા રોગો માટે તે ફાયદાકારક છે તે હજુ આપણને ખબર નથી. તો ચાલો આપણે જાણીએ અર્જુન અને અર્જુનની છાલથી આપણા શરીરને થતાં અનેક ફાયદો વિશે વિગતવાર. અર્જુનના મૂળના પાવડરમાં તલનું તેલ નાખીને તેને મોંની અંદર લગાવો. પછી નવશેકા પાણીથી કોગળા કરવાથી મોંના રોગોમાં ફાયદો થાય છે.
અર્જુનનાં પાનનાં 3-4 ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો ઓછો થાય છે. હૃદયરોગમાં અર્જુનની છાલના ફાયદા સૌથી વધારે છે, પરંતુ આ માટે અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની સાચી માહિતી હોવી જરૂરી છે. જ્યારે સામાન્ય ધબકારા 72 થી વધીને ૧50 ની ઉપર આવે છે, ત્યારે એક ગ્લાસ ટમેટાના રસમાં 1 ચમચી અર્જુનની છાલનો પાઉડર મિક્ષ કરીને નિયમિત પીવાથી ફાયદો થાય છે.
અર્જુનની છાલનો 1 ચમચી બારીક પાવડર રોજ 1 કપ દૂધ સાથે નિયમિત સવારે અને સાંજ પીવાથી હૃદયના તમામ રોગોમાં ફાયદો થાય છે, હૃદય મજબૂત થાય છે અને નબળાઈ દૂર થાય છે અને તે વધેલા ધબકારા સામાન્ય કરે છે. જો તાવ ઋતુઓના બદલાવને કારણે અથવા કોઈ ચેપને કારણે આવ્યો હોય તો અર્જુન તેના લક્ષણોને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. અર્જુનની છાલનો ઉકાળો, અર્જુનની છાલની ચા 20 મિલી પીવાથી તાવથી રાહત મળે છે.
અર્જુનની છાલ એસિડિટીને દૂર કરવામાં પણ ખૂબ મદદગાર છે. અર્જુનની છાલના ફાયદાનો સંપૂર્ણ લાભ લેવા અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 10-20 મિલી અર્જુનની છાલનો ઉકાળો નિયમિત પીવાથી પેટ અથવા પેટનો ગેસ ઓછો થાય છે અને એસિડિટીમાં રાહત મળે છે.
5 ગ્રામ અર્જુનના જીણા પાવડરને 250 મિલીલીટર દૂધ અને એના જેટલું જ પાણી નાખી ધીમા ગેસ પર ઉકાળો. જ્યારે ફક્ત દૂધ બાકી રહે છે, ત્યારબાદ તેને ઉતારીને ઠંડુ પડે પછી તેમાં 10 ગ્રામ ખાંડ નાખીને દરરોજ સવારે નિયમિત પીવાથી હૃદયની સમસ્યાઓ ઓછી થાય છે. આ દૂધ અતિસાર અને ઝાડામાં પણ ફાયદાકારક છે.
અર્જુનની છાલ, લીમડાની છાલ, આમલીની છાલ અને હળદર નો પાવડર પાણીમાં ભેળવીને ઉકાળો તૈયાર કરો. 10-20 મિલીના ઉકાળોમાં મધ ભેળવીને રોજ સવારે ખાવાથી પિત્તાશયમાં રાહત મળે છે. પેશાબ કરતી વખતે પીડા અથવા બળતરા થતી હોય તો અર્જુનની છાલનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
જ્યારે માસિક સ્રાવ દરમિયાન લોહીની માત્રા વધારે હોય છે, ત્યારે અર્જુનની છાલ વધુ પડતા રક્તસ્રાવને રોકવામાં મોટા પ્રમાણમાં મદદ કરે છે. આ માટે 1 કપ દૂધમાં 1 ચમચી અર્જુન છાલનો પાવડર નાખી ધીમા ગેસ પર ઉકાળો. જ્યારે ફક્ત દૂધ બાકી રહે છે, ત્યારબાદ તેને ઉતારીને ઠંડુ પડે પછી તેમાં 10 ગ્રામ ખાંડ નાખીને પીવાથી માસિક સ્રાવમાં રાહત મળે છે.
જો કોઈ કારણોસર હાડકાં તૂટી ગયા છે અથવા હાડકાં નબળા પડી ગયા છે, તો અર્જુનની છાલ ખૂબ જ ફાયદાકારક છે. અર્જુનની છાલનો ઉપયોગ કરવાથી હાડકાના દુખાવાથી રાહત મળે છે સાથે સાથે હાડકા જોડાવામાં પણ મદદ મળે છે.
અલ્સરના ઘા માં અર્જુન લેવાથી ખૂબ ફાયદો થાય છે. અર્જુનની છાલને ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળા થી અલ્સરના ઘા ધોવાથી ફાયદો થાય છે. અર્જુનની છાલ ફક્ત પિમ્પલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરશે નહીં પણ ચહેરાની ચમક પણ વધારશે.
અર્જુનના ઔષધીય ગુણધર્મ ક્ષય રોગ અથવા ક્ષય રોગના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. અર્જુનની છાલ, નાગબાલા અને કેવંચના બીજ ના પાવડર ૨ – 4 ગ્રામ માં મધ, ઘી અને ખાંડ દૂધમાં મિક્ષ કરીને દૂધ પીવાથી ક્ષય, ખાંસીના રોગોથી ઝડપી રાહત મળે છે.
જો લોહીની સમસ્યાથી પીડિત છો તો અર્જુન લેવાથી ઝડપી રાહત મળશે. 2 ચમચી અર્જુનની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો, તેને સવારે મિક્સ કરો અથવા ઉકાળો. આ ઉકાળો પીવો અથવા અર્જુનની છાલની ચા પીવાથી પણ રાહત થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.