ડાયાબિટીસ, સાંધા ના દુખાવા અને ખરતા વાળ માટે પોષકતત્વો નો ખજાનો છે આ ફળ ના પાંદડા, જરું જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમ જોઇએ તો અત્યારે મોટાભાગના લોકો એ જામફળ ખાધા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણા જ ફાયદાકારક થાય છે પરંતુ તમે ક્યારેય એ વિચાર્યુ છે કે એના પાંદડા પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણા વાળની સુંદરતાથી લઇને ચામડીની કાળજી લેવામા જામફળના પાન ખૂબ જ ઉપયોગી છે તેમજ તેના પાંદડામાથી અનેક રોગોનો ઇલાજ શક્ય છે.

આ સિવાય તેમા ઘણા ઔષધીય ગુણધર્મોની દ્રષ્ટીએ પણ જામફળ કરતા તેના પાંદડા વધુ ફાયદાકારક છે અને તેના પાંદડામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણ અનેક પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ પાંદડાના ફાયદા અંગે તમને ખૂબ ઓછા લોકોને ખબર હશે માટે આજે અમે તમને આ પાંદડાના લાભ વિશે જાણાવવા જઇ રહ્યા છીએ કે જે વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય.

જામફળના પાન પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આમાં રહેલા શક્તિશાળી એન્ટી-બેક્ટીરિયલ  પેટ માંથી હાનિકારક બેક્ટેરિયા દૂર કરવામાં મદદ કરે છે. જામફળના પાન ફૂડ પોઈઝનિંગ, ઉલ્ટી-ઉબકામાં પણ રાહત આપે છે. જેમને ડાયાબિટીઝ છે તેમણે દરરોજ જામફળના પાનનું સેવન કરવું જોઈએ. કારણ કે જામફળના પાન શરીરમાં હાજર સુગર ઘટાડીને ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે દવાના રૂપમાં જામફળના પાન કામ કરે છે. ડાયેરિયા થાય ત્યારે જામફળના પાન ઘણાં ફાયદાકારક સાબિત થાય છે. 30 ગ્રામ જામફળના પાન અને એક મુઠ્ઠી ચોખાના લોટને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. ડાયેરિયાના ઈલાજ માટે આ મિશ્રણને દિવસમાં બે વાર પીવો.

જાપાનમાં જામફળના પાનથી બનાવેલી ચા પર એક રિસર્ચ કરવામાં આવ્યુ. રિસર્ચના પરિણામ અનુસાર, જામફળના પાનથી બનેલી ચામાં આલ્ફા-ગ્લૂકોસાઈડિસ એન્ઝાઈમ રહેલું હોય છે જે ડાયાબિટીસના પેશન્ટ્સમાં સુગર લેવલ ઓછું કરે છે. આ સિવાય તે સુક્રોઝ અને માલ્ટોઝને એબ્ઝોર્બ કરવાથી શરીરને રોકે છે જેનાથી બ્લડસુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

દરેક વ્યક્તિને વજન ઓછું કરવા માટે સખત મહેનત કરવી પડે છે. પરંતુ વજન ઓછું કરવા માટે, જામફળના પાન ખૂબ ફાયદાકારક છે. કારણ કે જામફળના પાન કાર્બોહાઈડ્રેટની પ્રવૃત્તિને ઘટાડે છે અને સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત થવા દેતું નથી. જે સરળતાથી વજન ઘટાડે છે.

જો તમે દરરોજ જામફળના પાનથી બનેલી ચા પીશો તો તમને સારી ઊંઘ આવશે અને તમારું મન શાંત થઈ જશે. મરડો થાય ત્યારે જામફળના પાન અને મૂળને 90 ડિગ્રી પર 20 મિનિટ સુધી ઉકાળો. આ પાણીને ગાળીને દિવસમાં બે વાર પીવાથી રાહત મળશે.

બ્લડ પ્રેશરવાળા લોકો માટે જામફળના પાનની ચા ખૂબ જ ફાયદાકારક છે. તેથી, જે લોકોને બ્લડપ્રેશર વધારે છે તેઓએ જામફળના પાનની ચા બનાવવી જોઈએ. કારણ કે જામફળના પાનમાં રહેલા કમ્પાઉન્ટ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટના લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

જામફળના પાનથી બનેલી ચાના સેવનથી બ્લડ લિપિડ,બ્લડમાં કોલેસ્ટ્રેલનું નીચું પ્રમાણ અને અસ્વસ્થ ટ્રાઈગ્લિસરાઈડ્સમાં પણ ફાયદો થાય છે. જો તમે મો માં પડેલા ચાંદાથી પરેશાન છો,તો દિવસમાં 3-4 વખત જામફળના નરમ પાન ચાવો. કારણ કે જામફળના પાન મોંના ચાંદા માટે ઉપયોગી દવા છે.

જામફળના પાંદડાઓમા એન્ટીઑકિસડન્ટના ગુણ હાજર હોય છે માટે જો કોઈ વ્યકિતના ચહેરા પર ખીલની સમસ્યા હોય તો તેમણે આ તાજા પાંદડાનો પેસ્ટ બનાવી ખીલ પર લગાવો આમ કરવાથી તમારા ખીલ થોડા દિવસમા દૂર થશે.

આ સિવાય જો વ્યકિતને પેટ સંબંધિત રોગો હોય તો તેનાથી તમારે છુટકારો મેળવવો હોય તો જામફળના પાંદડાઓ નો ઉપયોગ કરવો અસરાકરક સાબિત થશે અને તમે ઉકળતા પાણીમા જામફળના પાન નાખો અને ઉકાળો પછી ઠંડુ પડે એટલે તે પાણી તમે પી લો આનાથી તમને ઝાડામા અને બીજા પેટ સંબંધિત રોગોમાં પણ રાહત મળશે.

કોઇ વ્યકિતને સાંધાના દુખાવાની સમસ્યા હોય તો તેના માટે જામફળ ના પાન ખૂબ જ ફાયદાકારક છે અને આ જામફળના પાનને ગરમ કરીને જ્યાં દુખાવો છે ત્યા લગાવી રાખો માટે આમ કરવાથી તમને દુખાવો અને સોજામા ઘણી રાહત પણ મળશે.

જો તમે તમારા વાળને તંદુરસ્ત, લાંબા અને જાડા બનાવવા માંગો છો તો તેના માટે તમે જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ પાનમાં ઘણા બધા પોષણતત્વો અને એન્ટીઑક્સિડન્ટો છે કે જે તમારા વાળને સ્વસ્થ બનાવે છે અને તમારા વાળને હેલ્ધી રાખે છે.

જો તમને દાંતની પીડા હોય તો તમને જામફળ ના પાંદડા વધારે ફાયદાકારક છે અને આ જામફળના પાંદડાનો પેસ્ટ બનાવી લો તેને દાંત પર લગાવો આમ કરવાથી દાંત દુખાવાની સમસ્યાથી મુક્તિ મળી જશે. આ સિવાય લ્યુકોરિયા નામનો આ રોગથી તમારે છુટકારો મેળવવા માટે દરરોજ ૧૦ થી ૨૦ મિલીગ્રામ સુધીના જામફળ તાજા પાંદડાનો રસ લો આનાથી તમને લ્યુકોરિયા મા ફાયદો થશે.

આ સિવાય જામફળના પાંદડામા તમારે આલ્ફા ગ્લુકોસિડીસ એન્ઝાઇમની ક્રિયા દ્વારા તે તમારા લોહીમા ગ્લુકોઝ ઘટાડે છે અને બીજી બાજુ તમારા શરીર સોક્રેટીસ અને લેક્ટોઝ શોષણને પણ અટકાવે છે જેના કારણે તમારા શરીરમા શુગરનુ સ્તર નિયંત્રણમા રહે છે તેથી જે લોકો ડાયાબિટીસની સમસ્યાઓ ધરાવે છે તેમના માટે આ જામફળના પાંદડાનો પાવડર પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top