હાડકાં અને સાંધાના દુખાવા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, આ ફાયદા જાણીને તમે દંગ રહી જશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુગરને સફેદ ઝેર કહેવામાં આવે છે જ્યારે ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત છે કારણ કે ગોળ ખાધા પછી તે શરીરમાં ક્ષાર પેદા કરે છે જે પાચન સારું બનાવે છે. જ્યારે સુગર એસિડ ઉત્પન્ન કરે છે જે શરીર માટે હાનિકારક છે. જો ગોળ પચાવવા માટે શરીર 100 કેલરી ઉર્જા લે છે,તો તે ખાંડને પચાવવા માટે 500 કેલરી ઉર્જા લે છે.

ગોળમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે શરીર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે અને હાડકાં બનાવવામાં મદદગાર છે. જ્યારે ખાંડ બનાવવાની પ્રક્રિયામાં, તાપમાન એટલું વધારે હોય છે કે જે ફોસ્ફરસ સળગાવી દે  છે, ખાંડમાં પ્રોટીન નથી, વિટામિન નથી, સૂક્ષ્મ પોષકતત્ત્વો નથી, માત્ર મીઠાશ છે અને તે મીઠાશ શરીરના કામની પણ નથી! તો સારા સ્વાસ્થ્ય માટે ગોળનો ઉપયોગ કરો.

ગોળ માં રહેલુ તત્વો શરીર ના એસીડ ને દુર કરે છે ત્યારે ગોળ ને ખાંડ નો વિરોધાભાસી બતાવ્યો છે. આપણે જમ્યા બાદ ગળ્યું ખાતા જ હોઈ છીએ પણ જો આરોગ્ય ની દ્રષ્ટિ એ જોવા જઈએ તો ગળ્યા માં ગોળ નુ સેવન અતિ ગુણકારી માનવામાં આવ્યું છે. ગોળ થી પાચનતંત્ર મજબુત થાય તેમજ પાચન ક્રિયા ને યોગ્ય રાખી લોહી ને ચોખ્ખુ કરે છે અને મોટાબોલીજમ પણ ઠીક કરે છે.

એનીમિયા ના રોગીઓ માટે અકસીર ગણાતા ગોળમાં આઇરન હોવાથી તે બહુ ઉપયોગી છે. ગોળ શરદી અને કફ માં રાહત આપે છે, તેને તમે ચા અથવા લાડુ માં નાખીને પણ આરોગી શકો છો. ગોળ થી તાવ માં નિયંત્રણ રાખી શકાય તેમજ એન્ટી એલર્જીક તત્વો ને લીધે દમ ના રોગી માટે પણ તે ગુણકારી સાબિત થાય છે.

ગોળનું મૂલ્ય મધ સમાન છે. બાળકના જન્મ પછી માતાને ગોળ આપવો એ ઘણી મોટી બીમારીઓને દૂર કરે છે, તે ખનિજોની ઉણપને દૂર કરે છે,ગોળ આધાશીશી ના દુખાવો રોકે છે, સ્ત્રીઓમાં માસિક સ્રાવને લગતી સમસ્યાઓ પણ મટાડે છે અને શરીરને ઠંડુ રાખે છે.

ગોળમાં  વિટામીન બી વધુ માત્રા માં જોવા મળે છે જે મોટા ભાગ ની તકલીફો માં ફાયદારૂપ થાય છે. ગોળ ઘણાં સ્રોતોથી બનેલો છે જેમ કે ખજૂરનો પલ્પ, નાળિયેરનો રસ, વગેરે. પરંતુ શેરડીનો રસ તેને બનાવવામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

ગોળ અને ખાંડ  વચ્ચે ખાસ્સો તફાવત છે, ખાંડ બનાવવા માટે, ખાંડમાં 23 કેમિકલ ઉમેરવા પડે છે, અને આ તે બધા કેમિકલ  શરીરની અંદર જાય છે પણ બહાર નીકળી શકતા નથી. અને ગોળ કોઈ પણ કેમિકલ વિના બનાવવામાં આવે છે, શેરડીનો રસ ગરમ કરતી વખતે તે ગોળ બને છે. તેમાં વધુને વધુ દૂધ ઉમેરવામાં આવે છે. અને તેમાં બીજું કશું ઉમેરવાની  જરૂરી નથી પડતી.

જે લોકો ખૂબ થાક અને નબળાઇ અનુભવે છે તેમને ગોળ નો ઘણો ફાયદો થાય છે. ગોળ ઝડપથી પચી જાય છે, તેનાથી શુગર પણ વધતું નથી અને તમારી ઉર્જાના સ્તરમાં વધારો કરે છે. જ્યારે પણ આખો દિવસ કામ કર્યા પછી થાક લાગે ત્યારે તરત જ ગોળ ખાઈ લો, થાક થોડા જ સમયમાં અદૃશ્ય થઈ જશે.

ગોળમાં શરીરને ગરમ કરવાની શક્તિ હોય છે, જેના કારણે શિયાળામાં તેને ખાવાનું સૂચવવામાં આવે છે. તે માત્ર માનવ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે, પણ તેને ડિટોક્સિફાઇ પણ કરે છે. 10 ગ્રામ ગોળમાં 38 ટકા કેલરી હોય છે.

સાંધાનો દુખાવો અનુભવી રહ્યા છો તો ગોળ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોળમાં હાજર કેલ્શિયમની સાથે ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય નિયમિત ગોળના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળામાં સાંધાનો દુખાવો થતો નથી. વૃદ્ધોને પણ ગોળની રોટલી ખાવાથી ઘણો ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top