હળદર બધા ઘરે જોવા મળે છે કારણ કે હળદર બધાના રસોડાનો અમૂલ્ય મસાલો છે. હળદરનો ઉપયોગ ઔષધીના રૂપમાં પણ કરી શકાય છે. હળદરવાળું દૂધ અનેક બીમારીઓ સાથે દુ:ખાવામાં પણ તરત રાહત આપે છે. તેમજ કોઈપણ પ્રકારની ઈજા થઈ જાય કે શરદી-તાવ હોય, આપણે મોટાભાગે હળદરવાળું દૂધ પીતા હોઈએ છીએ.
આ અનેક ફાયદાઓની સાથે હળદર વાળું દૂધ પીવાના કેટલાક નુકસાન પણ છે. વધુ પડતી હળદરનું સેવન કરવાથી ત્વચા રુક્ષ બની જાય છે અને ખંજવાળની સમસ્યા ઉદભવે છે. ઘણી બધી તકલીફોમાં લોકો હળદરવાળું દૂધ પીતા હોય છે પરંતુ કેટલાક લોકોને તેના ફાયદા નહીં પણ નુકસાન થાય છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર સારી માનવામાં આવે છે પરંતુ વધારે હળદરનું સેવન કરવાથી બ્લડ શૂગર ઘટી જાય છે. જો પહેલાંથી જ એનિમિયાની સમસ્યા હોય તો હળદરવાળા દૂધનું સેવન ઓછું કરવું. હળદરમાં એક રાસાયણિક પદાર્થ જોવા મળે છે. જે બ્લડ શુગર લેવલને વધારે કરે છે. આવામાં શુગરના રોગીઓને હળદરવાળા દૂધથી દૂર રહેવું જોઈએ.
ગર્ભવતી સ્ત્રીઓ દૂધમાં હળદર નાખીને પીવે છે. જેનાથી તેમનું બાળક રૂપાળું આવે. પરંતુ હળદર ગર્ભાશયનું સંકોચન, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ કે ગર્ભાશયમાં દુખાવો જેવી સમસ્યા પેદા કરી શકે છે. આમ તો કેટલાક કેસમાં હળદર કેન્સર સામે લડવામાં મદદ કરે છે પરંતુ અન્ય કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે તે બ્રેસ્ટ કેન્સરને વધારી શકે છે. જેથી ગર્ભવતી સ્ત્રીઓને હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.
વધુ પડતું હળદરવાળા દૂધનું સેવન કરવાથી પુરુષોમાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. આનાથી સ્પર્મ પ્રોડક્શન ઘટી જાય છે. વધુ હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. આનાથી ડાયરિયા કે કબજિયાત પણ થઈ શકે છે. હળદર આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પ્રભાવિત કરે છે. ભોજનમાં જો હળદરનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઉબકાની સમસ્યા થઈ શકે છે.
પિત્તાશયથી જોડાયેલ કોઈપણ સમસ્યા છે તો હળદરના દૂધનું સેવન ન કરો. હળદરવાળા દૂધનું વધારે સેવન કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે. ઘણા લોકોને અમુક અમુક એલર્જી હોય છે. તો ઘણી વાર એ એલર્જી પણ ખાવાના મસાલાના કારણે હોય છે. તો જે લોકોને એલર્જીની સમસ્યા હોય છે તેમણે હળદરનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
આપણા શરીરમાં લીવર ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. લીવરની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો બને ત્યાં સુધી હળદરવાળા દૂધ પીવું ન જોઈએ. લીવરની કોઈ સમસ્યા હોય અને તમે હળદરવાળા દૂધનું સેવન કરો છો તો તમારી સમસ્યામાં વધારો થાય છે.
લિવરને લગતી કોઈ પણ સમસ્યામાં હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ અને બને એટલું હળદર થી દૂર રહેવું જોઈએ. આપણા શરીરમાં કોઈ સર્જરી કરવામાં આવી હોય તો હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. આ સમયે હળદરવાળા દૂધ પીવાથી શરીરમાં બ્લડની સમસ્યા થઈ શકે છે. તેના કારણે કોઈ સર્જરી થઈ હોય તેમાં સમસ્યા ઊભી થઈ શકે છે.