ફાઈબરથી ભરપુર ડાયટ પાચન તંત્રને મજબુત કરવાનનું કામ કરે છે. તો ફળ, અનાજ, શાકભાજી વગેરે ખાઓ. જો તમને પાચન તંત્ર સંબંધી સમસ્યા છે અને પેટ વારંવાર ખરાબ રહે છે તો દરેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ વ્રત જરૂર કરવુ જોઈએ. વ્રત પાચન તંત્રને રીસેટ કરવાનું કામ કરે છે.
વ્રતના દિવસે સંતુલિત ચીજો ખાવાથી પેટની ગડબડી ઠીક થાય છે. પાચન તંત્ર જયારે નબળુ પડે ત્યારે ઠંડાપીણા જેવા પદાર્થો લેવાનું ટાળો. પાણી પણ માટલાનું પીઓ. ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ખાવાની ખાસ ટાળો. ચા, કોફી વગેરેથી દુર રહો. ગ્રીન ટી અથવા તો આદુ-લીંબુની ચા એસિડિટીમાં ફાયદાકારક છે.
તાંબાના વાસણમાં પાણી પીવાથી પણ પેટની તમામ પરેશાનીઓ દૂર રહે છે. પરંતુ વાસણ જમીન પર ન રાખો. તેને હંમેશા લાકડા અથવા પ્લેટફોર્મ પર રાખો. સવાર -સાંજ વોક કરો. સાંજની વોક જમ્યા પછી કરો. સવારના સમયે ચાલવાની સ્પીડ ઝડપી રાખો. પરંતુ સાંજે ઝડપથી ન ચાલવુ જોઈએ.
નિયમિત રૂપથી યોગ કે પ્રાણાયમ કરવો જોઈએ. લોકોની ટેવ હોય છે કે, રાતે જમ્યા બાદ તરત સૂઈ જાય છે. એવામાં ખોરાકને પચાવવાનો સમય નથી મળતો. આ કારણથી ગેસ, એસિડિટી, ઉલ્ટી, ઝાડા, અપચો જેવી સમસ્યાઓ થાય છે. જેથી સૂવાના 2 કલાક પહેલા ડિનર કરી લેવુ જોઈએ.
ધાણાજીરાનું ચૂર્ણ સાકર સાથે લેવાથી એસીડીટી મટે છે. 100 થી 200 મિ.લી દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ચાર-પાંચ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવું. આમળાનું ચૂર્ણ રોજ સવારે અને સાંજે એક-એક ચમચી લેવાથી એસીડીટી મટે છે. હંમેશા ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળુ ખાવાથી એસિડિટી થતી નથી. મધુપ્રમેહના દરદીઓ કાચુ કેળું લઈ શકે. એકાદ બે ટુકડા કેળુ ખાવાથી પણ એસિડિટી મટી જાય છે.
નવશેકું ગરમ પાણી પેટની સમસ્યાઓમાં ઘણુ કારગર સાબિત થાય છે. રોજ દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા ગરમ પાણી પીવાથી કરવી જોઈએ. તે ઉપરાંત જમવાના લગભગ અડધો કલાક બાદ ગરમ પાણી પીવો. જેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. અને પાચન શક્તિ મજબુત થાય છે.
તમારે તેના માટે રોજે કાચુ દૂધ પીવું જોઈએ. તેમાં વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે. તેનાથી એસિડિટીમાં રાહત મળે છે. તેથી આનું સેવન જરૂર કરવું જોઈએ. આ ઉપાય એસિડિટી માટે રામબાણ સાબિત થાય છે. તેના માટે જમ્યા પછી ૧ કપ ફુદીનાની ચા પીવાથી આ તકલીફ માથી છૂટકારો મળે છે. તેના માટે બે ઇલાયચીને એક ગ્લાસ પાણીમાં નાખીને તેને ઉકાળવું. તે પાણી ઠંડુ થાય તે પછી પીવાથી એસિડિટીની સમસ્યા માથી આરામ મળશે.
એક ચમચી મેથીના દાણા લઈ તેને તમારે એક ગ્લાસ પાણીમાં પલાળો સવારે તેને ગાળીને પીવાથી તમને એસિડિટીની સમસ્યા માથી હમેશા માટે મુક્તિ મળી જશે. રોજે સવારે ભૂખ્યા પેટે તુલસીના પાન ચાવીને ખાવાથી એસિડિટીની તકલીફને નિયંત્રણમાં રાખી શકાય છે.
કેળાં ખાવાથી પેટમા એસિડ બનતું અટકે છે. તેથી એસિડિટીની સમસ્યામાથી રાહત મેળવવા માટે સવારે કેળાં ખાવા જોઈએ. વરિયાળીની અંદર એન્ટીઅલ્સર જેવા ગુણધર્મો રહેલા હોય છે. તેથી આ સમસ્યામા વરિયાળી અથવા વરિયાળીનું પાણી પીવાથી ઘણી રાહત મળે છે.
કબજિયાત ન થવા દેવું જોઈએ. આ તકલીફ કરતો આહાર જેમ કે મેંદાની વસ્તુ અને વધારે તળેલા અને મસાલા વાળા ખોરાક ન લેવા જોઈએ. પૌષ્ટિક આહાર લેવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. કાચા ખોરાકને બદલે બાફેલો ખોરાક ખાવો જોઈએ. સાંજે મસાલા વાળો ખોરાક ન ખાવો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
વધારે પાણી પીવું જોઈએ. સવારે ખાલી પેટ બે ગલાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ. એસિડિટીની તકલીફ વાળા લોકોએ વધારે ગરમ પાણી પીવું ન જોઈએ. માટલાનું સાદું પાણી પીવું. રાતના એક ચમચી વરિયાળી અને ૫ થી ૬ કિસમિસ નાખેલું પાણી સવારે ખાલી પેટ પીવું. વરિયાળી અને કિસમિસને ભેળવીને ખાવી અને ઉપરથી સાદું પાણી પી જવું.
એસિડિટી માટે એપલ સિરડ વિનેગર અત્યારે ખૂબ મહત્વનુ છે. એને સફરજન માથી બનાવવામાં આવે છે. તેને સવારે ખાલી પેટે ૧ કપ પાણીમાં ૧ ચમચી વિનેગર ભેળવીને પીવાથી ફાયદો થાય છે. તેને સીધું ન પીવું તેનાથી દાંતને નુકશાન થઈ શકે છે તેથી તેને પાણીમાં ભેળવીને જ પીવું જોઈએ.
એસિડિટી કે પેટની કોઈપણ સમસ્યામાં પપૈયું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેથી રોજ પપૈયાનું સેવન કરવું. જો એસિડિટીની સમસ્યા હોય તો ભૂલથી પણ ખાટાં ફળો ખાવા નહીં. તેનાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. જો કાયમ એસિડિટીની સમસ્યા રહેતી હોય તો સવારે નાસ્તામાં ઓટમીલ અને બ્રાઉન બ્રેડ ખાઓ તેનાથી ઘણો ફાયદો થશે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.