ખીલ અને કાળા ધબ્બા દૂર કરી ચહેરાને ચમકતો બનાવવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુલાબજળ એક એવું સુગંધિત દ્રવ્ય છે જે લાલ, સફેદ અને ગુલાબી રંગ ના ગુલાબ થી બનાવવા માં આવે છે. ઉનાળા ની ઋતુમાં તો તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી ભલે એ ત્વચા માટે હોય, વાળ માટે હોય કે પછી ધાર્મિક વિધિ માટે હોય, ભારતમાં ખાસ કરી ને અલગ અલગ રીતે ગુલાબ અને ગુલાબ જળ નો ઉપયોગ કરવામાં આવે છે.

ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ ગુલાબ જળ નો ઉપયોગ કરવામાં આવે છે જેમકે ગુલાબજાંબુ. તેની ચાસણી માં ગુલાબ જળ નાખવાથી સુગંધ અનેરી થઇ જાય છે. ગુલાબ નું શરબત, જે ગુલાબ માં ખાંડ નાખીને બનાવવામાં આવે છે. જે ખુબ જ પ્રચલિત છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.

ઘણી વાર આંખો નીચે કાળા ધબ્બા થઇ જાય છે. જો આપણે રૂ ને ગુલાબજળમાં ડુબાડીને 10 મિનીટ સુધી આંખો ઉપર રાખીશું તો આ ડાઘ દુર થવા લાગશે. ગુલાબજળ નો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે હેલ્થ માટે પણ કરવમાં આવે છે. જેમકે તેનો મલમ બનાવી ને વાગ્યા પર લાગવવા માટે, ફેસ પર કોઈ પણ પ્રકાર ની એલર્જી થઇ હોય તો તેને શાંત કરવા માટે થાય છે.

ખુબ તાપને કારણે થનારા માથાના દુખાવામાં રાહત અપાવે છે. જો ખુબ તડકામાં આવવા જવાથી માથાનો દુઃખાવો થાય છે તો એકદમ ઠંડા ગુલાબજળમાં પલાળેલ કપડું કે રૂમાલ માથા ઉપર 30 મિનીટ સુધી રાખવાથી માથાનો દુઃખાવો દુર થશે અને એક ઠંડકભરી રાહત મળવા લાગે.

સૌથી વધારે ગુલાબજળ નો ઉપયોગ જેમાં થતો હોય તો તે છે ત્વચામાં, સ્કીન ના પ્રકાર પ્રમાણે ગુલાબજળ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે, કોમળ ત્વચા માટે ગુલાબજળ એક ઉત્તમ ઔષધી રૂપ છે. જો રાત્રે સુતા પહેલા ગુલાબજળના થોડા ટીપા આંખોમાં નાખો તો આરામ મળે છે, તેમજ ઊંઘ પણ સારી આવે છે. આંખોની રોશની વધે છે અને આંખોમાં ચમક આવવા લાગે છે.

શરીર ઉપર હમેશા ઘા થવા ને લીધે બળતરા થતી હોય છે. દાઝેલી ચામડી ઉપર હમેશા ઠંડુ ગુલાબજળ લગાવવાથી બળતરામાં ઘણો આરામ મળશે. ગુલાબજળ એક કુદરતી જંતુ નાશક હોવાને લીધે ઘા જલ્દી મટાડવા મદદ કરે છે. ગુલાબ માં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે જે ત્વચા ને રક્ષણ આપે છે.

ગુલાબજળ રુક્ષ થઇ ગયેલી ત્વચા માં નીખાર લાવે છે. જો ત્વચા ના કોઈપણ ભાગ પર બળતરા થતી હોય છે તો ગુલાબ જળ અને ગ્લીસરીન બન્ને ને સરખા ભાગે મિક્સ કરીને લગાવવાથી આરામ મળે છે. રૂખી સુખી અને બરછટ ત્વચા ને ગુલાબજળ નમી પ્રદાન કરે છે.

ગુલાબજળ લગાવવાથી ત્વચા ને ઠંડક મળે છે, સુકી ત્વચા ને ગુલાબજળ હાઈડ્રેટ કરે છે. ગુલાબ માં કુદરતી ખાંડ નું પ્રમાણ હોય છે. જે ત્વચા ને સાફ પણ રાખે છે અને મુલાયમ પણ બનાવે છે. તૈલી ત્વચા મટે ગુલાબજળ એકદમ સરળ રીતે વાપરવામાં આવે છે. ગુલાબજળ માં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી ત્વચા માંથી તૈલીયપણું નીકળી જાય છે અને ત્વચા મુલાયમ બને છે.

ગુલાબજળ ત્વચા માં પડેલી કરચલીઓ ને પડતા અટકાવે છે. ગુલાબ ની વિશેષતા જ એ છે કે તે કળા ડાઘા, કરચલીઓ, વગેરે ને દૂર કરે છે અને ત્વચા ને સાફ બનાવે છે. ગુલાબ જળ ને દિવસમાં બે કે ત્રણ વાર લગાવવાથી આ બધી પરેશાની માંથી છુટકારો મળી જાય છે.

ગુલાબજળ ના ઉપયોગ થી ખીલ અને કળા ધબ્બા ને આરામ થી દૂર કરી શકાય છે. ગુલાબજળ માં એક લીંબૂ નો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી ખીલ થોડાક જ દિવસ માં દૂર થઇ જાય છે અને મટી જાય છે. અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. જો લીંબૂ માફક નથી આવતું તો ફક્ત ગુલાબ જળ લગાવવાથી પણ ફાયદો થાય છે.

બહારના વાતાવરણના લીધે ધૂળ-માટી ઉડવાને કારણે વાળ ખુબ જ ખરાબ થઇ જાય છે. તેવામાં વાળ ને માત્ર શેમ્પૂ વડે ધોવા જ પર્યાપ્ત નથી, તેની સંભાળ કરવી પણ જરૂરી બની જાય છે. તેના માટે ગુલાબજળ માં વિટામીન ઈ ની કેપ્સ્યુલ અને તેલ મિક્સ કરીને વાળ માં લગાવવું. વાળ નું ઉતરવું અને તૂટવું બંધ થઇ જશે અને વાળ ચમકદાર અને ઘાટા પણ બનશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top