શું તમને ખબર છે ગુજરાત માં આવેલા આ બધા તીર્થસ્થાનો વિષે ? અહી ક્લિક કરી ને જાણો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપના ભારત દેશ ની ખાસ વાત એ છે એ અહી લોકો માં ભગવાન પ્રત્યે અખૂટ શ્રધ્ધા રહેલી છે. અને એટલે જ આપની જૂની સંસ્કૃતિ હજી જળવાઈ રહી છે. ભારત માં ઘણા બધા ધર્મો ના લોકો વસવાટ કરે છે,એટલે જ આપના દેશ માં મંદિરો ની સંખ્યા પણ વધારે છે.

આજે અમે તમને આપના ભવ્ય ગુજરાત માં આવેલા મોટા મોટા તીર્થ સ્થાનો વિષે તમને માહિતી આપીશું.

#1 સોમનાથ:

સોમનાથ મંદિર ગુજરાત નું એક રતન ગણી શકાય. સોમનાથ મંદિર ગુજરાત માં કાઠીયાવાડ પંથક ના દરિયાકિનારે આવેલું એક અદભૂત મંદિર છે. ભગવાન શંકર ના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.આ મંદિર વિષે વાત ઋગ્વેદમાં પણ લખાયેલી છે.ભૂતકાળ માં આ મંદિર ના ખજાના ને ઘણી વાર લૂટવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.  મંદિરનો જ્યારે જ્યારે નાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

#2 બહુચર માતા નું બહુચરાજી મંદિર:

હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. બહુચરાજી અથવા બેચરાજી ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે. જ્યાં ચૈત્રી પૂનમ ના દિવસે ખૂબ વિશાળ મેળા નું આયોજન થાય છે.

#3 સાળંગપુર કષ્ટભંજન દેવ:

સાળંગપુર માં આવેલ હનુમાન દાદા એટલેકે આપદા કષ્ટભંજન દેવ નો મહિમા અવલોકિક છે.અહી સાચા દિલ થી માથું ટેકવાથી સઘળા દુખ દૂર થાય છે. આ મદિર ખૂબ વિશાળ એરિયા માં પથરાયેલું છે. આ સિવાય સાળંગપુર માં સ્વામિનારાયણ ભગવાન નું પણ ખૂબ વિશાળ મંદિર બંધાયેલું છે.ટુંક માં કહીએ તો સાળંગપુર એક ખૂબ મોટું ધાર્મિક ગામ ગણી શકાય.

#4 ભગવાન સ્વામિનારાયણ નું વડતાલ ધામ:

વડતાલ ગામ ગુજરાત ના ખેડા જિલ્લા ના નડિયાદ તાલુકા માં આવેલું ગામ છે. આ ગામ માં સ્વામિનારાયણ નુ મોટું પવિત્ર મંદિર છે. આ મંદિર નવ શિખર ધરાવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ નામની પોતાની મૂર્તિ પધરાવી છે.

#5 બગદાણા:

બગદાણા નામ કાને પડે એટલે બાપ સીતારામ નજરે તરે. બાપ બજરંગ દાસ નું આ બગદાણા ધામ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું ગામ છે. આ ગામ ની ખ્યાતિ દેશ વિદેશ માં પથરાયેલી છે.  આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે.આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

#6 ગિરનાર:

ગિરનાર એ ગુજરાત નું માથું ગણી શકાય. ગિરનાર  ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરમાં આવેલો છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 32120, જૈન મંદિર શિખર 33300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9999 પગથિયા છે.

#7 દ્વારકા:

ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી અને દેવનગરી દ્વારકા નું માહાત્મ્ય ખૂબ અનેરું છે. અહીં ભગવાન દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે. સાઇઠ સ્તંભો ના ટેકે ઉભા કરાયેલા આ વિશાળ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વાર થી મંદિરની બહાર નિકળે છે. દ્વારકા થી લગભગ ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે.

#8 કબીરવડ, ભરુચ:

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે 10 લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે,

#9 અક્ષરધામ, ગાંધીનગર:

અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર 20 માં આવેલું છે. આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ, પહોળાઈ 131 ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ , આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.

#10 સતાધાર:

સતાધાર એટલે આપાગીગાનો ઓટલો કહેવાય. 

#11 ચોટીલા ચામુંડા માં નું મંદિર:

#12 જલારામ બાપ નું વીરપુર:

#13 પાવાગઢ:

પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનો પર્વત આવેલો છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે.

#14 અંબાજી:

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ પ્રખ્યાત યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજીએ સમુદ્ર સપાટીથી 1580 ફુટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે. જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top