હવે ઘરે બેઠા જ આ રીતે ડાઉનલોડ કરી શકો છો તમારું પાનકાર્ડ , જાણી લો સંપૂણ માહિતી…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક કારણોસર જો તમારું પાનકાર્ડ ખોવાય જાય અથવા તો ન મળે અને ગુમ થઇ ગયું હોય તો તમે બીજું પાનકાર્ડ એ કઈ રીતે કઢાવી શકો તેની માહિતી આજે આ લેખમાં રજુ કરી છે. અને એક સારી બાબત તો એ છે કે તામ્ર તમારા મોબાઈલ માંથી જ પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને જો કોઈને આ માહિતીની જરૂર હોય તો આજનો આ લેખ તેમણે ખુબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

સૌ પ્રથમ તમારે ક્રોમ અથવા તો કોઈ પણ બ્રાઉઝરમાં તમારે download pan card nsdl સર્ચ કરવાનું છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે nsdl એ એનએસડીએલ એટલે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. તે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી ડિપોઝિટરી છે. “ડિપોઝિટરી” શબ્દ એ સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડ કરવામાં આવતી સિક્યોરિટીઝના હોલ્ડિંગ અને સેફ્ટીંગ માટેના સંગઠનનો સંદર્ભ આપે છે. અને હવે જે કઈ ખુલે છે તેમાંથી તમારે PAN – Tin-NSDL પર ક્લિક નકારી દેવાનું છે.

ત્યારબાદ તમારી સામે તેની વેબસાઈટ ખુલી જશે, અને આના અંદર તમારે home પર ક્લિક કરી દેવાનું છે. અને આ કર્યા બાદ તમને એક ટીમ વેબસાઈટ છે અને આ લોકો ઘણી માહિતી આપશે, તે જાણ્યા બાદ તમારે continue બટન પર ક્લિક કરી દેવાનું છે, અને આ ક્લિક કરતા જ તમારી સમક્ષ પાનકાર્ડના જે ફીચર્સ છે તેના વિશે નીચે માહિતી રજુ કરી હશે. અને જેમાં પણ તમારે જાણ્યા બાદ continue આપીને આગળ વધવાનું છે. અને આટલું થયા બાદ એક નવું પેજ ખુલશે.

અને આના પરથી તમે તમારા પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને બીજા અન્ય કાર્યો પણ કરી શકો છો. પણ મિત્રો આપણે અહી વાત કરવાની છે કે જો તમારું પાનકાર્ડ ખોવાય ગયું હોય અને તમે ઈ- પાનકાર્ડ કઢાવવા માંગતા હોવ તો તમે Download e-PAN/e-PAN XML પર ક્લિક કરીને તમે કરી શકો છો. અને અહી તમને જોવા મળશે કે, અહી Download e-PAN/e-PAN XML( For PAN alloted older or more than 30 days ) પર ક્લિક કરવું. અને ત્યારબાદ તમને એક Request for e-PAN Card લખેલું એક પેજ ખુલશે, અને જેની નાદાર આપેલી માહિતી તમારે વાંચીને તેને ફોલ્લો કરવાની રહેશે.

અને તેની અંદરની જો વાત કરીએ તો nsdl એટલે કે સરકારી વેબસાઈટ પરથી તમે જો ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમે તે પણ કરી શકો છો. આ સિવાય લોગ ઇન કરીને જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમે આ પણ કરી શકો છો. અને તમે આવી રીતે e-PAN Card ડાઉનલોડ કરાવી શકો છો. અને અન્ય વાત એ કે આ માટે તમારે ચાર્જ આપવો પડશે. તો ચાલો જાણીએ આમાં કઈ કઈ માહિતી આપવામાં આવે છે, તો સૌ પ્રથમ તેમાં PAN લખેલું હશે તેમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરી દો. ત્યારબાદ Aadhaar Number(Only for Individual), Date of Birth / Incorporation / Formation, વગેરે જેવી માહિતી જે તમારે સંપૂર્ણ ભરી દેવાની છે. અને તેમાં પરમીશન વાળો ઓપ્શન સિલેક્ટ કરીને આ માહિતી એ તમારે સબમિટ કરી દેવાની છે. અને ત્યારબાદ કેપ્ચા નાખ્જ્યા પછી 8 રૂપિયા તમારે પે કરવાના રહેશે, અને આટલું થયા બાદ તમારા પાનકાર્ડ ડાઉનલોડ કરવાનોઈ ઓપ્શન આવશે, અને આની મદદથી તમે આરામથી તમારું પાનકાર્ડ પ્રાપ્ત કરી શકશો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here