એક અદભૂત ઔષધિ જેનાથી મોટાપો, થાયરોઇડ અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા માંથી મળી જશે કાયમી છુટકારો, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુગળ કે ભેંસા ગુગળ તરીકે ગુજરાતીમાં ઓળખાતો છે. ગુગળ એક પાનખરનું ગીચ ૧ થી ૩ મીટર ઊંચાઈનું સુગંધીદાર ક્ષુપ છે. તેની છાલ ચળકતી રાખોડી રંગની અથવા પીળા રંગની હોય છે. આ વનસ્પતિ ઈન્ડિયન બેલેડોનાને નામે પણ ઓળખાય છે.

ગુગળ એટલે આયુર્વેદ નું એક મહાન ઔષધ છે. ગુગળમાંથી આશરે ચાલીસ જેટલા ઔષધો બને છે. ગુગળને આયુર્વેદમાં જીવન રસાયણ કહે છે. ગુગળ વગર આયુર્વેદની કલ્પના પણ ન થઈ શકે.

પ્રકાંડમાંથી મળતો ગુગળ સુગંધિત ધૂપ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેના પુષ્પ લાલ રંગના હોય છે. નર અને માદા પુષ્પ જુદા જુદા હોય છે. તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીવાળા હોય છે. સાંધાના દુ:ખાવાની ઔષધ બનાવવામાં પણ ગુગળનો ઉપયોગ થાય છે.

ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. ગુગળ ગરમ હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.

ગુગળ જો ગરમીમાં રાખતાં પીગળે અને ગરમ પાણીમાં નાંખતા જો ઓગળી જાય તો તે શ્રેષ્ઠ ગુગળ છે. ગુગળ બને ત્યાં સુધી તાજો જ વાપરવો જોઈએ. જુનો ગુગળ ઓછો ગુણવાન છે.

ગુગળ કડવો, તીખો, ગરમ, રસાયન, વાજીકર, ચીકણો, વાયુનું અનુલોમન કરનાર, વાયુના રોગોનો નાશ કરનાર, ભગંદર, નાસુર જેવા રોગોનો નાશ કરનાર, ભરનીંગળ કરતાં ઘારાં પર ઉપયોગી, ભાંગેલાં હાડકાંને સાંધનાર, જઠરાગ્ની વધારનાર અને જુનો ગુગળ વજન ઘટાડનાર છે.

ત્રીફળા ગુગળની બે બે ગોળી સવાર-સાંજ લેવાથી ભગંદર, નાસુર, રક્તવીકાર મટે છે, મેદ ઘટે છે. ઘરમાં ગુગળનો ધુપ કરવાથી હવા ચોખ્ખી રહે છે અને જીવજંતુઓ–જીવાણુઓ મરી જાય છે.

રોજ સવારે અને રાત્રે ‘મેદોહર ગુગળ’ અથવા તો ‘ત્રીફળા ગુગળ’ની બબ્બે ગોળી ભુકો કરીને અથવા સુખોષ્ણ જળ સાથે લેવાથી મેદ ઘટીને વજન ઉતરે છે. કાંચનાર ગુગળની બે બે ગોળી સવાર-સાંજ લેવાથી ગળાની જુની કંઠમાળની ગાંઠો મટી જાય છે.

શિયાળા માં પાન ખરી જાય એટલે મુખ્ય શાખા ને છોડી આજુબાજુ ની શાખા પર નાના છરકા, ઉઝરડા કરવાથી ગુંદર જેવો ચિકણો રસ ઝરે છે.  જે સુકાઇ જાય એટલે ગુગળ નામે ઓળખાય.

આને નાના લીલા રંગના સુંદર ફળ પણ આવે જે ખાઇ શકાય. આરોગ્ય ની સાથે માઉથ ફ્રેશનર રજનીગંધા પાનમસાલા કરતાંય ઉત્કૃષ્ટ તરીકે ઉપયોગી છે.

ગુગળ નો ધૂપ કરવા થી દુશ્મન નો નાશ થાય એવી ધાર્મિક માન્યતા છે. આમવાત, સંધીવાત, દૌર્બલ્ય જેવા શરીર ના દુશ્મન ચોક્કસ નાશ પામે. રોજ પાંચ થી 10 ગ્રામ ગુગળ ગળી જવો. .

ગુગળ નુ વૃક્ષ જો તમારા ઘરના દ્વારે હોય તો સુક્ષ્મ રોગોત્પાદક જીવાણુ, વાયરસ વિગેરે કુટુંબ થી દૂર રહેશે. તબીબી સારવાર ના ખર્ચ બચશે અને ધંધા વ્યવસાય કે અભ્યાસ માં તંદુરસ્તી ને લઈને 100% હાજરી થી સમૃદ્ધિ ને સફળતા અપાવશે. ફાટી નીકળતા ડેન્ગ્યુ , સ્વાઇન ફ્લુ નજીક પણ નહી આવે.

આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમે તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે.

ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે. ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે. ગુગળ લોહીમાં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top