શુ હોય છે ઘોડાની નાળ ?
ઘોડાને ચાલવા અને ચલાવવાનું સરળ બનાવવા માટે, તેના પગના તળિયા પર લોખંડનો યુ આકાર મૂકવામાં આવે છે. જે યુના આકારમાં છે અને તેને નાળ કહે છે. ઘોડાના પગ પર મુકાયેલી આ નાળ ને શુભ માનવામાં આવે છે અને જ્યારે તે ઘોડાના પગથી દૂર થાય છે, ત્યારે લોકો તેને ખરીદે છે. બજારમાં ઘોડાઓ ની નાળ વેચાય છે. જો કે,તેને ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે જે નાળ નો ઉપયોગ કરી રહ્યાં છો તે ઘોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કારણ કે ઘરમાં ન વપરાયેલી ઘોડાની નાળ લગાવવાથી કોઈ ફાયદો થતો નથી. તેથી જો શક્ય હોય તો, તમે ઘોડા ધરાવતા લોકો પાસેથી જ જ ઘોડાની ખરીદી કરી શકો છો.
આની જેમ ઘોડાની રિંગ પહેરો
જે લોકો ઘોડાની રિંગ પહેરવા માંગે છે તે આ રિંગને નાની આંગળી સિવાયની કોઈપણ આંગળીમાં મૂકી શકે છે.શનિ અથવા મંગળવારે ઘોડાની નાળ ની વીંટી પહેરો.આ રીંગ પકડી રાખતા પહેલા તેને થોડો સમય પાણીમાં રાખો. પાણીમાંથી કાઢ્યા પછી અને તેના પર એક નાનો સિંદૂર લગાવો અને મૂકો. આ પ્રક્રિયા કરવાથી, વીંટી શુદ્ધ બને છે. વીંટીની જેમ, આ રીતે ઘોડાને સાફ કરો અને તેને તમારા ઘરમાં રાખો.
ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓ છે જેનું તેમના કાર્યની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખુબ જ સારું એવું મહત્વ રહેલું છે. જો તમને લાગે કે તમારા ઘર કોઈ નકારાત્મક શક્તિઓ છે અથવા તો કોઈની ખરાબ દૃષ્ટિ છે તો આજે આ લેખમાં એક વસ્તુ વિશે વાત કરવા જી રહ્યા છીએ, જે તમને ખુબ જ ઉપયોગી બની શકે છે. અને સાથે સાથે આને ભારતીય જ્યોતિષમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ વસ્તુ છે ઘોડાની નાળ. ઘણીવાર તમે કોઈના ઘરની બહાર અથવા અંદર યોગ્ય જગ્યાએ આ લગાવેલી જોય જ હશે. અને આજે આ લેખમાં આના જ કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે ચોંકી ઉઠશો. તો અચૂક જાણીલો આના ફાયદાઓ…
સામાન્ય રીતે તો આ ઘોડાની નાળ સૌ એ જોઈ જ હ્સાહે છતાં તમને એ પણ જણાવી દઈએ કે, આ ઘોડાની નાળ લોખંડથી બનેલ હોય છે. તેનો આકાર અંગ્રેજીના યુ અક્ષર જેવો જ છે. તેનું મુખ્ય કાર્ય ઘોડાના પગને સુરક્ષા પૂરી પાડવાનું છે. અને સામાન્ય રીતે તો આને વ્યક્તિના જીવનમાં ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. અને આના સાથે સાથે તે જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. શનિના દોષોને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા પ્રકારનાં ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયોનો સૌથી સારો અને અસરકારક ઉપાય એ આ ઘોડાની નાળનો જ છે. અને આને ઘન્રમાં લગાવવાથી શનિની અશુભ અસરો ઓછી થાય છે અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે.
એવું માનવામાં આવે છે કે જેમ આ ઘોડાની નાળથી તેના પગનું રક્ષણ ખુબ જ સારી રીતે થાય છે બસ તેવી જ રીતે તે ઘરની રક્ષા પણ કરે છે. આથી જ લોકો તેને તેના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવાનું પસંદ કરે છે. અને આ કરવાથી કહેવામાં આવે છે કે, લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
અને એક ખાસ બાબત એ પણ જણાવવાની કે, જો તમને ક્યાંકથી કાળા ઘોડાની નાળ મળે છે તો પછી તેને ચોક્કસપણે તમારા ઘરે લાવો. કદાચ આ ઘોડાની નાળ એ તમારી કિસ્મત પણ બદલી શકે છે, અને તમને ધનવાન પણ બનાવી શકે છે. કોઈ વેપારીઓને જો દુકાન બરાબર ચાલતી ન હોય તો પછી દુકાનના મુખ્ય દરવાજા પર તમે આ ઘોડાની નાળ લગાવી શકો છો. અને આ કરવાથી એવું માનવામાં આવે છે કે, તમારી દુકાનમાં ગ્રાહકોની સંખ્યા વધવા માંડશે અને સંજોગો અનુકૂળ બનશે.
કાળા ઘોડા નાળથી બનેલી વીંટી પહેરવાથી શનિના ક્રોધથી પણ બચી શકાય છે અને આ સાથે જીવનમાં ખુબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. આમ આ એક વસ્તુના જોવા જઈએ તો ઘણા બધા ફાયદાઓ રહેલા છે.