ગળાની અંદર કાકડાની બે પેશી આવેલી હોય છે. જેમાંથી ગળામાં સતત પ્રવાહી ઝરતું રહે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. જ્યારે ઋતુઓના બદલાવ કે ખાણી-પીણીમાં ફેરફાર થવાથી આ પેશીઓમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે. કાકડા વધી જવાથી તે ગળાની અંદર ભરાવાનો અહેસાસ પણ થાય છે.
બાળકોની અંદર આ બીમારી મોટા પ્રમાણમાં થાય છે. અમેરિકન એકેડમી ઓફ ફેમિલિ ફિઝિશિયનનાં રિપોર્ટ મુજબ આ બીમારી થવાનું 30 ટકા કારણ બેક્ટેરિયા છે. એકબીજા સાથે રમવાના કારણે બાળક બેક્ટેરિયાના સંપર્કમાં ઝડપથી આવે છે.
ગળામાં કફ જામી જવાથી પાણી કે ખોરાક ગળે ઉતારતી વખતે દુખાવો થાય છે. ઠંડી વસ્તુઓ ખાવાથી કે ઠંડુ પીવા થી તકલીફ પડે છે. કફને કારણે થતી ગળાની તકલીફોમાં ગરમ ઔષધો જેવી કે આદુ, તુલસી, મરી, લવિંગ વગેરે થી ફાયદો થાય છે. શરદીમાં શરૂઆતના લક્ષણ તરીકે થતો ગળાનો દુખાવો જો સમયસર સારવાર કરીને મટાડવામાં ન આવે તો ઇન્ફેક્શન ફેફસા સુધી ફેલાય છે.
એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ત્રણેયને મિક્સ કરીને પીવાથી ગાળાના દુખાવામાં ઝડપથી ફાયદો થાય છે. જો સવારે ગળાનો દુખાવો વધી જતો હોય તો રાત્રે સૂતી વખતે અડધી ચમચી હળદર અને એક ચપટી મીઠું, તેમજ ઘટ્ટ પેસ્ટ થાય તેટલું પાણી ઉમેરી આ પેસ્ટ ચાટી જવી અને તેના પર પાણી ન પીવું.
આખી રાત ગળામાં આ હળદર અને મીઠાંની પેસ્ટ રહેવાથી ઇન્ફેક્શન અટકી જાય છે અને કફ દૂર થઈ ગળાનો દુખાવો તેમજ કાંકડાની તકલીફમાં રાહત મળે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે મીઠામાં બોરેલો આદુનો નાનો ટુકડો મોઢામાં રાખીને સૂવાથી રાત્રી દરમિયાન આદુનો રસ ધીમે ધીમે ગાળામાં જાય છે અને તેનાથી કફ થવાની સાથે ગળાનો દુખાવો મટે છે.
પાણીમાં લસણની કેટલીક કળીઓ સારી રીતે ઉકાળી લો. પાણી ઠંડુ થતા પછી તેને ગાળીને ગરારા કરો. રોજ કોગળા કરવાથી તમને ખૂબ આરામ મળશે. સંચળનો ઉપયોગ કરીને પણ ટૉન્સિલ્સથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે.
ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે. ટૉન્સિલ્સથી પરેશાન છો તો પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઈંફેક્શન દૂર થશે. હળદરના ચૂર્ણમાં મધ મેળવી પેસ્ટ જેવું બનાવી તેમાં આંગળી અથવા તો પિંછી બોળી કાકડા પર લગાવવું. હળદર, કાંટાળું માયું અને જેઠીમધનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં નાખી હલાવીને તેના કોગળા ભરવા. કાકડા પાક્યા હોય તો ત્રિફળા અથવા તો પંચવલ્કલ ક્વાથના કોગળા ભરવા. ગળા સુધી તે પ્રવાહી જવા દઈને થૂકી નાખવું. ગળા પર કાકડાની આસપાસ બહારના ભાગમાં હળદરનો ગરમ લેપ લગાવવાથી પણ કાકડામાં આવેલો સોજો ઊતરી જશે.
કાળા મરીમાં અડધી ચમચી ઘી અને વાટેલી સાકર ભેળવીને ખાવાથી ગળામાં ફાયદો થાય છે. કાળા મરી, લવિંગ, મીઠું અને લીમડાના પાંદડાની રાબ પણ ગળાના દુ:ખાવા વખતે ઘણું કામનું છે. દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે. ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે.
જો ગરમ ભોજન ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગળું બેસી જવાની તકલીફ હોય, તો રાત્રે સૂતા સમયે જેઠીમધનું ચૂર્ણ 1 ગ્રામ મોઢામાં રાખીને થોડા સમય સુધી ચાવતા રહેવું અને પછી તે જ રીતે મોઢામાં જેઠીમધ રાખીને સૂઈ જાવ.
કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ગળાના કાકડા મટે છે. કાકડા ની સમસ્યા વધવા પર હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. કાકડી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લોહીને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. દરરોજ બે કાકડી ખાવાથી પણ ગળાના કાકડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
કાકડામાં શેરડીનું જ્યુસ ખૂબ જ અસરકારક છે. જ્યુસમાં ૧ ચમચી હરડે પાવડર ઉમેરીને લેવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસને ઓછામાં ઓછું દિવસમાં ૨ વખત પીવું જોઈએ. તેના સેવન બાદ ૧ કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.
ગાજરમાં બેક્ટેરિયા નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. તેના સેવનથી શરીરમાં વિટામીન A ની ઉણપ પણ પૂરી કરી શકાય છે. ગળાના કાકડાને ઠીક કરવા માટે રોજ ગાજરનું એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. તેના સારા પરિણામ માટે સવારે અને સાંજે ગાજરનું જ્યુસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.