માત્ર ખાઈ લ્યો આ વસ્તુ શરીરમાં ક્યારેય નહીં પડે લોહીની ઉણપ અને વધુ જશે હિમોકલોબીન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હીમોગ્લોબિનની ઉણપથી કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. શરીરમાં પૂરતાં લોહીનું પ્રમાણ ન હોવા પર નબળાઇ, ચક્કર આવવા, અનિંદ્રા, થાક જેવી સમસ્યાઓની સાથે કેટલીય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ ઉપરાંત શરીરમાં લોહીનું ઓછું પ્રમાણ હોવાને કારણે શરીરનો રંગ પીળો અને બેજાન બની જાય છે. એવામાં જો તમે પોતાના ડાયેટનું ધ્યાન રાખો અને તેમાં લોહીનું પ્રમાણ વધારતી કેટલીક વસ્તુઓ સામેલ કરી લો તો તમારા શરીરમાં રહેલી લોહીની ઊણપ દૂર થઇ શકે છે.

મનુષ્યના શરીરના લગભગ 100 ગ્રામ લોહીમાં લગભગ 15 ગ્રામ હિમોગ્લોબીન હોય છે. પ્રતિ મિલીલીટર લોહીમાં 5 મિલિયન રક્તકણ મૌજૂદ રહે છે. આપણા શરીરની મજ્જામાં રકતકણો છે અને દરરોજ લગભગ 100 મિલીલય રક્તકણ આ મજ્જામાં બને છે.

શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા માટે લીલા શાકભાજીને પોતાના ડાયેટમાં સામેલ કરો. તેમા પાલક ઉત્તમ વિકલ્પ છે. વિટામિન B6, A, C, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર પાલકનું સેવન શરીરમાં ઝડપથી લોહીની ઉણપને દૂર કરે છે. તમે તેને સબ્જી અથવા જ્યુસ સ્વરૂપે પણ લઇ શકો છો.

શરીરમાં લોહી ઓછું છે તો ટામેટાં ખાવાનું ના ભૂલશો ટામેટાં સલાડનો સ્વાદ વધારે છે. આ સાથે ટામેટાં શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તેના માટે ટામેટાંનો જ્યુસ, સૂપ પણ પી શકો છો. આ ઉપરાંત સફરજન અને ટામેટાનો જ્યુસ મિક્સ કરીને પીવાથી પણ શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.

બીટનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. આ ઉપરાંત ગોળની સાથે મગફળી મિક્સ કરીને ખાવાથી પણ શરીરને આયર્ન મળે છે. એક કપના ચોથા ભાગના કાળા તલમાં લગભગ 30 ટકા આયરન હોય છે,જે એનિમિયાના ઉપચારમાં મદદ કરે છે.એક ચમચી કાળા તલને પાણીમાં બે કલાક પલાળી રાખો.ત્યારબાદ પલાળેલા તલ લો અને તેને પીસીને તેની પેસ્ટ બનાવો.એક ગ્લાસ દૂધમાં એક ચમચી તલની પેસ્ટ અને મધ મિક્સ કરો.આ દૂધ દરરોજ પીવાથી તમારું હીમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધી શકે છે.

આમળાને ઘણી રીતે ખાઈ શકાય છે. ઘણા લોકો આમલાનું અથાણું ખાય છે, તેનો રસ પીવે છે અથવા તેનો જામ ખાવા નું પસંદ કરે છે. આ ઉપરાંત આમળા નું પણ સીધું સેવન કરી શકાય છે. સ્ત્રીઓમાં હિમોગ્લોબિન ની મોટી ઉણપ હોઈ છે. હિમોગ્લોબિનના અભાવને કારણે શરીર નબળું અને ચક્કર આવે છે.

સફરજન એનીમિયામાં ફાયદાકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે. આ ઉપરાંત સફરજનમાં કેટલાય એવા વિટામિન છે, જે શરીરમાં લોહીને વધારવાનું કામ કરે છે. જામફળ ખાવાથી પણ શરીરમાં હીમોગ્લોબિનમાં વધારો થાય છે. જામફળ જેટલુ પાકી ગયુ હશે તેટલુ જ પૌષ્ટિક હોય છે. પોતાના હિમોગ્લોબિનને વધારવા માટે આહારમાં દાડમને પણ સામેલ કરી શકો છો. તેના નિયમિત સેવનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ મળી શકે છે.

દાડમમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. દાડમ તમારા બાળક માટે સુપરફૂડનું કામ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બાળક એનીમિયા ગ્રસ્ત ન હોય અથવા તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા ઇચ્છો છો તો દરરોજ 200 ગ્રામ દાડમ ખાલી પેટ ખવડાવો. તમે બાળકને નાસ્તમાં એક ગ્લાસ દાડમનો જ્યુસ પણ આપી શકો છો.

સ્ટોબેરી સામાન્ય રીતે સોડિયમ ફ્રી, ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પદાર્થ ગણવામાં આવે છે. સ્ટોબેરી ખાવા થી સો ટકા તમે તમારું લોહી વધારી શકો છો. સ્ટોબેરી ફેટ ફ્રી હોવાથી તમારું વજન પણ વધતું નથી. તરબૂચ ન્યુટ્રીસન થી ભરપુર ગણવામાં આવે છે. તરબૂચ માં ૮૦ થી ૯૦ ટકા જેટલું પાણી રહેલું છે. જે આપણા બોડી માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. લોહીની ઉણપ દૂર કરવા તરબૂચ પણ યોગ્ય વિકલ્પ ગણવામાં આવ્યો છે અને તરબૂચ ની સિઝન માં તેને ખાવુંજ જોઈએ.

રોજ રાત્રે ૫-૬ બદામ પલાળીને સવારે ચાવી-ચાવીને ખાવાથી આપણા શરીરમાં લોહીની, કેલ્શિયમની ઊણપ દૂર થાય છે. આપણું શરીર નવું લોહી બનાવે છે અને જૂના લોહીને શુદ્ધ કરે છે. રોજ એક ગાજર ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી તમારા શરીરમાં નવું લોહી બનશે. તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધી જશે. કેળામાં રહેલ પ્રોટીન, ખનીજતત્વો અને આયર્ન જેવાં તત્વો લોહીની માત્રા વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. માટે જો રોજ એકથી બે કેળા ખાવા જોઈએ.

શિયાળામાં લોકો સૌથી વધારે તમારે દૂધ અને ખજુરનુ સેવન એ કરતાં હોય છે અને તેની પાછળનુ કારણ એવું છે કે તેને પણ આપણે ઉત્તમ ઉપાય તરીકે ગણી શકીએ છીએ. આ ઉપાય કરવા માટે તમારે રોજ ઊંઘતા પહેલા દુધમાં ખજુર નાખો અને આ દૂધ પીવો. દૂધ પીધા પછી ખજુર ખાઈ લો. મિત્રો તમે બીટનો રંગ તો જોયો જ હશે તે એક દમ લોહી ના રંગ નું હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top