સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ફુદીનાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં વિટામિન એ ની માત્રા જોવા મળે છે. આમ જો રોજ સવારે ફુદીનાનો ઉપયોગ આ રીતે કરશો તો, તમને અનેક બિમારીઓમાંથી છૂટકારો મળશે.
ફૂદીના માંથી ચટણી બનાવવામાં આવે છે, પરંતુ અહી અમે તમને જણાવી દઈએ કે ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે, અને એનાથી મોટી-મોટી તકલીફોનો ઉપચાર થાય છે. તો ચાલો આપણે જાણીએ ફુદીનાના ઔષધિય ગુણ અને ફાયદા.
ફુદીનો ગુણોની ખાણ છે સામાન્ય દેખાતો આ છોડ પોતાના માં જ ખુબ શક્તિશાળી અને ચમત્કારી પ્રભાવ રાખે છે. ઉનાળામાં ફુદીનાની ચટણી ખાવી એ આરોગ્ય માટે ખુબ લાભકારી છે. ફુદીનો ઔષધિય ગુણોની સાથે-સાથે તમારા ચહેરાનું સૌન્દર્ય નિખારવા માટે પણ ખુબ લાભદાયક છે, તેના સિવાય ફુદીનો એક ખુબ સારી એન્ટી બાયોટિક દવા પણ છે.
શરદી ખાંસી અથવા જૂની શરદી હોય તેના માટે થોડો ફુદીનાનો રસ લેવો અને તેમાં મરી અને થોડું સંચળ મેળવવું અને તેને ચા ની જેમ ઉકાળીને પીવાથી શરદી-ખાંસી અને તાવ માં ખુબ જલ્દી રાહત થઇ જાય છે. જો કોઈને ખુબ વધું હેડકી આવી રહી હોય તો તેને ફુદીનાના કેટલાક પાંદડા ચાવવાથી તરત હેડકી બંધ થઇ જાય છે. માસિક બરાબર અને સમય પર ના આવે ત્યારે તમે ફુદીનાના સુકા પાંદડાનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવું.
કોઈ વ્યક્તિને ઉલટી થાય ત્યારે ૨ ચમચી ફુદીનો દર ૨ કલાકમાં તે દર્દીને પીવડાવો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે, જો પેટને લગતી અને અન્ય બીમારીઓ છે તો ફુદીનાના પાંદડા ને તાજા લીંબુના રસ અને તેના જેટલા જ પ્રમાણ માં મધ લઈને તેની સાથે ભેળવીને લેવાથી પેટની લગભગ બધી બીમારીઓમાં જલ્દી રાહત મળે છે.
આ ચૂર્ણ ને દિવસ માં બે વાર મધની સાથે ભેળવીને નિયમિત રૂપથી થોડા દિવસ લેવાથી માસિક બરાબર આવે છે અને સમય પર આવવા લાગે છે. જો કોઈને વાગી જાય તો તે જગ્યા પર કેટલાક ફુદીનાના તાજા પાંદડા લઈને તેને વાટીને લગાવવાથી ઘા જલ્દી સારો થઈ જાય છે.
જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તેના માટે ફુદીનાના પાંદડા ને છાયડામાં સારી રીતે સુકવી લો, અને પછી આ સુકા પાંદડાનું સરખી રીતે ચૂર્ણ બનાવી લો અને આને મંજન ની રીતે ઉપયોગ કરો આમ કરવાથી પેઢાં સ્વસ્થ થશે અને મોઢામાંથી દુર્ગંધ આવવાનું બિલકુલ બંધ થઇ જશે. આ પ્રયોગને ઓછામાં ઓછા ૨ અઠવાડિયા અથવા વધુમાં વધુ ૧ મહિના સુધી કરી શકો છો.
ગળાના રોગોમાં ફુદીનાના રસને મીઠાંના પાણીની સાથે ભેળવીને કોગળા કરવાથી તમારો અવાજ પણ સાફ થાય છે અને જો ગાળામાં ભારેપણું અથવા ગળું બેસી જવાની ફરિયાદ હોય તો તે પણ આનાથી દુર થઇ જાય છે.
ગરમીના કારણે ગભરામણ થાય ત્યારે અથવા જીવ બેચેન થાય ત્યારે એક ચમચી સુકા ફુદીનાના પાંદડા અને અડધી નાની ચમચી એલચીનું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડુ થયા બાદ પીવાથી ખુબ જલ્દી આરામ મળે છે અને સાથે જ કોલેરા થવાની ફરિયાદ હોય તો ડુંગળીનો રસ અને લીંબુનો રસ ફુદીનાની સાથે સરખા પ્રમાણમાં ભેળવીને પીવાથી ખુબ જલ્દી આરામ મળે છે.
ફુદીનાના રસને મુલતાની માટીની સાથે ભેળવીને ચહેરા પર લેપ કરવાથી ઓઈલી ત્વચા સરખી થઇ જાય છે અને ચહેરા પરથી કરચલીઓ ઓછી થઇ જાય છે તેના સિવાય તેને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે. જો કોઈ પણ પ્રકાર ની ધાધર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે.
જો ત્વચા તૈલીય હોય તો ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહે છે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો.
ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આ પ્રયોગ કરવાથી તૈલીય ત્વચા સરખી થઇ જાય છે, સાથે જ ચહેરા પરથી ખીલ અને કરચલીઓ દુર થાય છે. ફૂદીનામાં ફાયબર હોય છે અને તેમાં રહેલા ફાયબર કોલેસ્ટેરોલનું લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે, અને તેમાં રહેલ મેગ્નેશિયમ હાડકાને શક્તિ આપે છે, અને તેને મજબુત બનાવે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.