માત્ર 1 કલાકમાં વગર દવાએ ગળા-ફેફસા અને કફને સાફ કરવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફેફસા શ્વાસ લેવા માટે ખુબ જ ઉપયોગી છે. આજકાલની જીવનશૈલીના કારણે વ્યક્તિને ઘણી બધી તકલીફો થઇ શકે છે. આવી ખાણીપીણીના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાં બહારના ખોરાકની અસર ફેફસા પર પણ ઘણી અલગ અલગ રીતે પડતી હોય છે.

ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના પણ કરી શકાતી નથી. જો ફેફસામાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો તે શ્વાસ લેવામાં ખુબ જ સમસ્યા થવા લાગે છે અને ક્યારેક ફેફસામાં ખુબ જ ગંભીર સમસ્યાઓના કારણે દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.

બામ બંધ નાક, માથાના દુખાવા અને ફેફસાની ગંદકી સાફ કરવાનો અકસીર ઉપચાર છે. બામનો નાક વાટે શ્વાસ  લેવાથી બંધ થયેલું નાક ખુલી જાય છે અને શરીરમાંથી કફ પણ છૂટો પડી જાય છે. જેના લીધે શરીરમાં દરેક અંગમાં ઓક્સીજન પુરતો મળી રહે છે.

નાક અને ગળાના ઇન્ફેકશન દૂર કરવા તેમજ કફ છૂટો પડે તે માટે તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં બામ નાખવું. ગરમ થઈને બામ ઓગળે એટલે નાક અને ગળું ખૂલું રાખીને તેને નાસ લેવો. નાસ લેવાથી ગળામાંથી અને નાકમાંથી કફ પાણીની જેમ પડવા લાગશે. ધીરે ધીરે આ નાસ લેતા રહેવાથી કફ નીકળી જાય છે અને ફેફસા સાફ બને છે.

આ ઉપરાંત આદું,ગોળ અને ઘીની ગોળી પણ વાયરલ ઇન્ફેકશનથી છુટકારો અપાવે છે. તેને બનાવવા માટે આદું ને કટકા કરી મીક્ષચર મા જીણી પેસ્ટ બનાવી પેસ્ટ ને જાડા તળિયા ની કડાઈમાં ગરમ કરી,થોડું પાણી બળે પછી તેમાં એક ચમચી જેટલું ઘી અને ગોળ ઉમેરી નાની નાની ગોળી બનાવવી આ ગોળી સવાર સાંજ ગરમ પાણી સાથે લેવાથી ઉધરસ જૂની ખાંસી અને શ્વાસના રોગમાં ખૂબ જડપથી રાહત મળે છે.

ફેફસામાં કોઈ વધારે સમસ્યા થાય તે પહેલા જ તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો ક્યારેય ફેફસાને લગતી સમસ્યા માટે ડોક્ટર પાસે જવું નહિ પડે. આ માટેનો એક ઘરેલુ ઉપચાર છે એક લીટર પાણી ગરમ કરી, તેમાં ગોળ, આદૂ, લસણના ટૂકડા અને હળદર ઉમેરી ઉકાળવું અને જયારે તે ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દેવું.  મિશ્રણને સવારે બે ચમચી અને સાંજે બે ચમચી આ મિશ્રણનું સેવન કરવું તેનાથી ફેફસાનો દરેક કચરો સાફ થઈ જશે.

દરરોજ 3 થી 5 પાંદડા ફુદીના અને તુલસીના પાંદડા બરાબર ચાવીને તેમાં લાળ બરાબર ભળે એ રીતે 8 મિનીટ સુધી ચાવીને જીભ પર રાખવા અને બાદમાં ગળી જવા. જેનાથી મોં અને ગળામાં રહેલા બેક્ટેરિયા તેમજ ઝેરીલા તત્વો દૂર થાય છે અને ફેફસાંના કફ દૂર કરવામાં ઉપયોગી છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top