માથાનો દુખાવો, ગળાના કાકડા, શરદી-ઉધરસ તેમજ ચામડીના દરેક રોગ માટે 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મધ હંમેશાં રસોઈનું ખૂબ લોકપ્રિય અંગ રહ્યું છે તેટલું જ ઘણી સદીઓથી મહત્વપૂર્ણ તબીબી ઉપાય છે. આયુર્વેદમાં મધના ઘણા ફાયદા છે. મધ ના સેવન થી મનુષ્ય નીરોગી, બળવાન બને છે. મધ એ એક માત્ર ઔષધ જ નથી, પણ દૂધ ની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પદાર્થ પણ છે.

મધની અંદર વિટામિન એ, વિટામિન બી અને વિટામિન ડી મળી આવે છે. તે સિવાય મધમાં પ્રોટીન, આલ્બ્યુમીન, વસા, એન્જાઇમ , એમીનો એસીડ, કાર્બોહાઈડ્રેટ્સ, પગાર, કેસર, આયોડિન, લોહ, તાંબુ, મેંગેનીઝ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ક્લોરિન જેવા ઉપયોગી ખનીજ મળી આવે છે. તો આજે અમે તમને જણાવીશું મધથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

માથાનો દુઃખાવો થાય તો માથા પર શુદ્ધ મધનો લેપ કરવો જોઈએ. થોડા જ સમયમાં માથાનો દુ:ખાવો દુર થઇ જશે. એના માટે અડધી ચમચી મધમાં એક ચમચી દેશી ઘી ભેળવીને માથા ઉપર લગાવવું જોઈએ. ઘી અને મધના સુકાયા પછી ફરી વખત લેપ કરવો જોઈએ. સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે.

મધ અને દૂધ એક સાથે સેવન કરવાથી હાડકા પર સારો પ્રભાવ પડે છે અને હાડકા મજબુત બને છે. એટલા માટે જે લોકોના હાડકા કમજોર હોય તે લોકો મધ નું સેવન કરવાનું શરુ કરી દે અને દહીં સાથે ખાઓ. શરદી અને ઉધરસ થાય ત્યારે મધ નું સેવન આદું ની સાથે લેવું જોઇએ. તમે થોડુંક આદું લઈને સાફ કરીને મધ માં ભેગું કરવાનું એનું સેવન કરવાથી શરદી દૂર થઈ જાય છે હિમોગ્લોબીન સ્તર વધે.

મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે. ખરાબ મૂડ માટે જવાબદાર કેમિકલમાં ફેરફાર કરે છે. આવામાં જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. ઊંઘ સારી આવશે. મજબુત રોગપ્રતિકારક શક્તિ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

મધમાં આવેલી એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી સેપ્ટિક તથા એન્ટી બેક્ટેરિયલ ગુણવત્તાને લીધે તે ખીલ જેવી સમસ્યાઓમા પણ ઉપયોગી છે. એક ચમચી મધમાં 2 ચમચી કોપરાનું તેલ ઉમેરી ને ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરવો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો. મધ ચહેરા પરના ખીલના ડાઘને પણ દૂર કરે છે. મધને દહીંમાં ભેળવી ચહેરા ઉપર લગાવવાથી ત્વચા સુંદર બને છે.

મધ નુ સેવન દાડમ સાથે કરીએ તો હૃદય માટે લાભદાયક હોય છે છે. દાડમનું જ્યુસ કાઢીને તેમાં મોટી ચમચી મધ ઉમેરો અને એનું સેવન 3 દિવસ સવારે ભૂખ્યા પેટે લેવાનું. એના સિવાય ખજૂર સાથે મધનું સેવન એક સાથ કરવાથી તબિયત પર સારો પ્રભાવ પડે છે. જો સુગરના દર્દી હોય તો દાડમનું જ્યુસ અથવા પછી ખજૂરની સાથે મધનું સેવન કરવાથી બચો. એવું કરવાથી એમનું શુગર સ્તર વધારે વધી શકે છે.

દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં મધ અને લીંબુ નો રસ નાખીને પીવાથી કબજિયાત માં ફાયદો થાય છે. દૂધમાં મધ નાખીને પીવાથી પણ કબજિયાત માં રાહત મળે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક એક ચમચી લીંબૂ અને આદુનો રસ તથા બે ચમચી મધ નાખીને પીવાથી કબજિયાત માં ફાયદો થાય છે.

ઉધરસ થાય ત્યારે તેમાં કળા મરચાનો પાવડર માં મધ ઉમેરી દો. પછી તે મિશ્રણનું સેવન કરો. દિવસમાં 3 વાર આ મિશ્રણનું સેવન કરો તમારી ખાંસી તરત જ દૂર થઇ જશે. પાણીમાં મધ મેળવી કોગળા કરવાથી કાકડા મટે છે. ગોળને મધમાં લેવાથી ઊલટી મટે છે. સતાવરી ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મળે છે.

બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સવાર સાંજ દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરમાં લાભ થાય છે. એક ચમચી શુદ્ધ મધ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુ:ખાવામાં આરામ મળે છે. સુતા પહેલા રાત્રે મધનું સેવન કરતા રહેવાથી બાળકોને ઊંઘમાં પેશાબ નીકળી જવાનો રોગ દુર થઇ જાય છે.

જઠરના ચાંદા મટાડવા મધ લેવાથી જઠરના ચાંદામાં રાહત થાય છે. લીવરની કાર્યક્ષમતા જાળવવા મધ લેવાથી લીવરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. યાદશક્તિ જાળવવા નિયમિત મધ લેવાથી બાળકોની યાદશકિત જળવાઈ રહે છે. હળદર અને સૂંઠનું ચૂર્ણ સાથે મધ લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top