કોઈપણ પ્રકારના ખર્ચ વગર ગળામાં જલન, કફ-શરદી અને તાવના છૂટકારાનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘરગથ્થું ઔષધી તરીકે અજમા નો ઉપયોગ પ્રાચીનકાળ થી ભારત માં થતો આવ્યો છે. તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટીન જેવા તત્વ આપણને અનેક લાભ આપે છે. સ્વાદમાં ઉમેરો કરતા અજમામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે.

અજમો આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાંથી સંકોચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, દૂર્ગંધનાશક, વ્ર્ણ-ચાંદાં-ઘા મટાડનાર, કફ વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજીત કરનાર, કૃમિનાશક છે. તો ચાલો હવે આપણે જાણીએ અજમાથી આપણાં શરીરને થતાં લાભો.

અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગની સંચળ સાથે ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે. અજમાના પાન નું શાક પણ બનાવવામાં આવે છે. આ શાક સ્વાદમાં થોડું તીખું અને કડવું લાગે છે પણ તે ગેસ અને કફ ને જલ્દી થી મટાડી દે છે.

અજમાના પાનને ચાવવાથી અને તેના રસને ગળી જવાથી કફમાં તેમજ શરદીમાં રાહત થાય છે તો બીજી તરફ આ પાનને ગરમ તવીમાં મીઠૂં નાખીને શેકીને ખાવાથી પણ શરદીમાં આરામ મળે છે. અજમાની ફાકીનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે. ડુંગળીનો રસ અને અજમો વાટી મિક્સ કરી શરીરે લગાવવાથી શરદીમાં પરસેવો વળી શરદી મટી જાય છે.

અજમો ચાવીને અથવા વાટીને ખવડાવવાથી શીતજ્વરમાં લાગતી ઠંડીનું પ્રમાણ ઘટે છે, શરીરે પરસેવો વળે છે. જેમ જેમ પરસેવો વળતો જાય તેમ તેમ તાવ ઉતરે છે. અજમો ત્રણ ગ્રામ, ગળો છ ગ્રામ અને કાળાં મરી એક ગ્રામ લઈ રાત્રે પાણીમાં પલાળવાં, સવારે બરાબર પીસીને પાણીને ગાળી લઈ દર્દીને પીવડાવવાથી તાવમાં ફાયદો કરે છે.

લીડીપીપર, અરડૂસી અને ખસખસના ડોડા સમાન ભાગે લઈ તેમાં વાટેલો અજમો નાખી ઉકાળો કરીને દર્દીને પીવડાવવાથી કફજ્વર મટે છે. અજમાને પાણીમાં લસોટી તે પાણી શરીર ઉપર ચોળવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે પરિણામે ઠંડુ પડતુ શરીર ગરમ થવા માંડે છે અને તાવ ઉતરે છે.

અજમાનાં ફૂલ અડધો અડધો ગ્રામ દિવસમાં ત્રણ વાર કૉલેરાના દર્દીને આપવાથી કોલેરામાં ફાયદો કરે છે. અજમાના છોડ ઉપરનાં લીલાં પાનને સારી રીતે ધોયા બાદ તેનો રસ કાઢી આ રસ પહેલી વખતે ચાર મોટા ચમચા ભરીને આપવો ત્યાર બાદ જ્યાં સુધી ઝાડો સારી રીતે બંધાઈને ઘટ્ટ થઈને ન આવે ત્યાં સુધી દોઢથી બે કલાકના અંતરે બે-બે ચમચા આપવો.

અજમો ત્રણ ગ્રામ વાટી તેમાં છ ગ્રામ ગોળ ઉમેરી ગોળી બનાવી એક-એક ગોળી સવાર-સાંજ આઠ દિવસ સુધી આપવાથી શીતળાનો તાવ મટે છે. શીતળા શરીરમાં સમાઈ જતા નથી. અજમો, અરડૂસી, લીંડીપીપર અને ખસખસના ડોડા સરખા ભાગે લઈ તેનો ઉકાળો કરી સવાર-સાંજ એક-એક ચમચો લેવાથી કફજ્વર અને ઉધરસ મટે છે.

અજમાનો પાવડર એક ચમચી અને કાચા પપૈયાનો રસ એક ચમચી મેળવી સવાર, બપોર, સાંજ લેવાથી સંગ્રહણી અને અમ્લપિત્ત મટે છે. પ્રસૂતા સ્ત્રીને અજમો આપવાથી તેની કમરનું દર્દ પણ મટે છે. ગર્ભાશયમાં રહી ગયેલો કચરો સાફ થાય છે. અજમાના ચૂર્ણને ત્રણ ગ્રામની માત્રામાં દિવસમાં બે વખત ગરમ દૂધની સાથે આપવાથી સ્ત્રીઓમાં માસિક અટકાવ આવ્યો હોય તો તે ખુલીને આવવા માંડે છે.

અજમો અને ગોળ ચાવીને ખાવાથી શીળસ મટે છે. અજમાને પાણીમાં બરાબર લસોટી મલમ બનાવી દિવસમાં બે-ત્રણ વાર લેપ કરવાથી દાદર, ખુજલી, ખરજવું અને ગુમડું તેમજ ઘા પડ્યો હોય તેમાં કીડા પડી ગયા હોય તો તે તમામ મટે છે. બે-ત્રણ દિવસ આ પ્રયોગ કરવો. દર વખતે નવો અજમો વાટી મલમ બનાવીને વાપરવો, એકી સાથે વધારે મલમ બનાવી ભરી રાખવો નહિ. આ લેપ દાઝેલા ભાગ ઉપર કરવાથી ઝડપથી નવી ચામડી આવે છે.

અજમાનો ધૂપ કરી તેનો ધૂમાડો મોઢામાં લેવાથી દાંતમાં, પેઢાંમાં થતી પીડા મટે છે. અજમાને બાળી તેની રાખ દાંત અને પેઢા ઉપર ઘસવાથી દાંત સાફ થાય છે અને દાંત તેમજ પેઢાંના રોગ મટે છે. પેઢાનો સોજો કે દુખાવો હોય તો અજમાના પાણીથી કોગળા કરો. એનું ચૂર્ણ બનાવીને આંગળીથી પેઢા પર ઘસો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top