આંખના રોગની આ સંજીવની આંખના દરેક રોગ દૂર કરી રાખશે કાયમી યુવાન અને સ્વસ્થ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીન કાળથી શાક બનાવવામાં ડોડીનો ઉપયોગ થાય છે. ડોડી ના વેલા જૂઈના વેલા જેવા થાય છે. તેના વેલા આપમેળે ઊગીને પાસેના વૃક્ષ પર ફેલાઈ જાય છે. ડોડીએ વર્ષ ઋતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ ને વધનારી, વધારે પાનવાળી વેલ છે.

ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ મીઠાશ પડતો લાગે છે. તેનાં પાન પાતળાં, ચીમળાયેલાં, એકથી બે ઇંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં, અણીદાર, ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.

ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીના ફળને ડોડાં કહે છે. ડોડાને તોડવાથી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે. શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાનું શાક અને કઢી થાય છે. તો ચાલો હવે અમે તકમને જણાવીએ ડોડીથી થતાં અનેક ફાયદો વિશે વિગતવાર.

ડોડીનું શાક અને બકરીનું દૂધ પીવાથી  ઘડપણ મોડું આવે, ત્વચા અને દ્રષ્ટિ યુવાન જેવા રહે છે. ડોડી સાથે જીવંતી ઘન, અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવી આ ચૂર્ણ ઉપયોગમાં લેવાથી જાતીય નબળાઈ દૂર થાય છે. ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી આંખોની બીમારીઓમાં રાહત મળે છે અને તે આંખને ઠંડક પણ આપે છે.

ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું દૂર થાય છે. ડોડી સ્વાદમાં મીઠી, ગુણમાં ઠંડી, પચવામાં પણ મીઠી અને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને દૂર કરે છે. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. ડોડી વિટામીન એ થી ભરપૂર છે.

ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકા ની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રી ના કોઠાની ગરમી દૂર કરે છે.

ડોડીનાં પાન, મૂળ, ફળ અને ફૂલ ઔષધિના ઉપયોગમાં આવે છે. કાયમ ખાવાથી રતાંધળાપણું ઓછું થાય છે. તાવમાં બળતરા થતી હોય ત્યારે ડોડીનાં મૂળિયાંનો ઉકાળો કરીને પીવો જોઈએ. આથી બળતરા ઓછી થાય છે.  અતિસાર માટે  દહીં અને દાડમના રસમાં પકાવેલું ડોડીનાં કુમળાં ફળનું શાક ખાવાથી અતિસાર મટે છે. 10-20 ગ્રામ ડોડીના પાવડરમાં સમાન પ્રમાણમાં મધ અને ઘી મિક્સ કરીને ખાવાથી કફમાં ફાયદો થાય છે.

મોઢું આવી ગયું હોય ત્યારે ડોડીનાં તાજાં મૂળ, પાન, ફળ, ફૂલ વાટીને તે પ૦ ગ્રામ હોય તો ૨૫૦ મિ. લિ. તેલ અને ૫૦૦ મિ.લિ. પાણી નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય એટલે તેલ ગાળી લેવું. તેમાં ૫૦ ગ્રામ રાળ અને ૨૫ ગ્રામ મધ નાખી બરાબર હલાવવું. આ મિશ્રણ લગાવવાથી લાભ થાય છે.

ડાયાબિટિઝ પર  ડોડીનાં મૂળિયાંનો રસ દૂધમાં ભેળવી પિવડાવવો. ડોડીની પેસ્ટમાં ગાયનું દૂધ મિક્ષ કરીને મધ ભેળવીને મોં અને હોઠના ઘા પર લગાવવાથી ઘા ઝડપથી મટે છે. ડોડીના પાવડરને ઘી અને તેલમાં ઉકાળીને પીવાથી બવાસીર, ઝાડા, સંધિવા, બળતરા અને હૃદયરોગ માં રાહત મળે છે તેમજ ભૂખમાં પણ વધારો થાય છે.

ડોડીના મૂળમાંથી બનેલો ઉકાળો 10-30 મિલી ઘીમાં ભેળવી લેવાથી તાવને કારણે થતી બળતરા ઓછી થાય છે. મ ડોડીના મૂળના 5-10 ગ્રામ પવાડરને ઘીમાં ભેળવીને સેવન કરવાથી યોનિ વાહિનીથી થતી પીડામાં રાહત મળે છે. ક્ષય રોગના લક્ષણોથી રાહત મેળવવા માટે ડોડી ખૂબ ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top