શરીરમાં નબળાઈ અને ચક્કર આવે તો દવાને બદલે તાત્કાલિક અપનાવો આ ઉપચાર તરત મળી જશે રાહત..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

જ્યારે માણસ પોતાના હોશ માં નથી રહેતો અને લગભગ મૂર્છિત થઈને પડી જાય છે, તો તેને ચક્કર આવવાનું કહે છે. એવી અવસ્થામાં સુધબુધ નથી રહેતી અને મગજ ને જરૂરી માત્રા માં ઓક્સીજન પહોંચી શકતું નથી . તેથી મગજ સુન્ન થઈ જાય છે. ચક્કર આપણને શારીરિક કમજોરી, થકાવટ અથવા તેજ તડકા ના કારણે પણ આવી શકે છે.

પરંતુ ઘણી વખત ચક્કર આવવાનું કારણ કોઈ મોટી બીમાંરી પણ હોઈ શકે છે. અથવા પછી આ કોઈ ગંભીર સમસ્યા ના કારણે પણ આવી શકે છે. એવામાં તેમનો ઈલાજ કરાવવાથી પહેલા આપણું આ જાણવું બહુ જરૂરી છે કે ચક્કર કોઈ ખતરનાક બીમારી ના સૂચક તો નથી અને તેના છેવટે શું શું કારણ હોઈ શકે છે.

કાન ના અંદરના ભાગ માં ઘણી વખત દ્રવ્ય પદાર્થ વધારે જમાથઈ જાય છે. એવામાં ઓછુ સંભળાઈ દેવું અથવા સીટી વાગવાના અવાજો સંભળાઈ દેવા જેવી પરેશાનીઓ આવી શકે છે. આ અવસ્થા માં ઘણી વખત દર્દીને ચક્કર આવી શકે છે. તેનું એક કારણ કાન નું મગજ થી જોડાયેલ હોવું પણ હોઈ શકે છે.

બહુ બધા લોકો વધારે મીઠા નું સેવન કરે છે. જેનાથી તેના કાન નું દ્રવ્ય વધી જાય છે. એવામાં ડોક્ટર્સ તેમને ઓછુ મીઠું ખાવાની સલાહ આપે છે જેથી તે જલ્દી થી બરાબર થઈ શકે. ચક્કર આવવાનું કારણ ડીહાઇડ્રેશન પણ હોય શકે છે. કેટલીક વખત વ્યાયામ દરમિયાન પાણી ન પીવાના કારણે પણ ચક્કર આવવા લાગે છે. જેથી દિવસમાં વધારેમાં વધારે પાણી પીવું જોઇએ. તે સિવાય ફળોનું જ્યૂસ બનાવીને પણ પી શકો છો.

ચક્કર આવતા હોય ત્યારે 2-3 ગ્લાસ ઠંડુ પાણી પીવાથી વધારે ફાયદો થાય છે. લીંબુમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તે શરીરને ઘણા રોગથી બચાવીને રાખે છે અને શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. ચક્કર આવવાની સમસ્યા થવા પર અડધા લીંબુને એક ગ્લાસ પાણીમાં નીચવો અને તેમા બે ચમચી ખાંડ મિક્સ કરીને પીઓ.

એક ચમચી લીંબુના રસમાં કાળામરી અને મીઠું મિક્સ કરીને એક ગ્લાસ પાણી ઉમેરીને પીવાથી પણ ચક્કરમાં રાહત મળે છે. ચક્કર આવે ત્યારે ધાણા નો પાવડર દસ ગ્રામ અને આંબળાનો પાવડર દસ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે સારી રીતે ભેળવીને પી લો. તેનાથી ચક્કર આવવાના બંધ થઇ જશે.

જે લોકોને ચક્કર આવે છે તેમને બપોરે ભોજનના ૨ કલાક પહેલા અને સાંજે નાસ્તામાં ફળ કે જ્યુસ પીવું જોઈએ. રોજ જ્યુસ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જશે. પણ ધ્યાન રાખશો કે કોઈ પ્રકારનું ગળ્યું કે મસાલા ન નાખેલ જ્યુસ પીવો. જ્યુસ ને બદલે તાજા ફળ પણ ખાઈ શકો છો.

આમળામાં વિટામિન-એ અને વિટામિન-સી હોય છે. તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત રક્ત પરિભ્રમણ પણ આમળા દ્વારા સારું થાય છે, જે ચક્કરની સમસ્યાને ઘણી હદ સુધી રાહત આપે છે. સૌ પ્રથમ 10 ગ્રામ આમળા લો. તેમાં ત્રણ કાળા મરી અને બીટ ને ગ્રાઇન્ડ કરો. તમારે સતત 15 દિવસ આ પેસ્ટનું સેવન કરવું જોઈએ. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ચક્કર આવવાની સમસ્યાથી ધીરે ધીરે રાહત મળશે.

ચક્કરના ઘરેલુ ઉપાય તરીકે મધ અસરકારક છે. જ્યારે ખાંડની ફરિયાદ હોય તેવા લોકોની ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે. મધમાં કુદરતી સુગર હોય છે. મધ શરીરને શક્તિ આપે છે. આ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. ચક્કર આવે તો તુલસીના રસમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કે તુલસીના પાંદડા માં મધ ભેળવીને ચાટવાથી ચક્કર આવવાના બંધ થઈ જાય છે.

જો ચક્કર આવે છે તો તરત જ આરામ કરો. આરામ કરવાથી બહુ રાહત થાય છે. આમ, જો તમને વધારે ચક્કર આવતા હોય તો ચા-કોફીનું સેવન કરો જેથી થોડી સ્ટેમિના આવે. શક્કરટેટીના બીને ઘીમાં શેકીને સવાર-સાંજ સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. શક્કરટેટીના બીજ ને વાટીને ઘી માં શેકી લો. હવે તેને થોડા થોડા પ્રમાણમાં સવાર સાંજ લો, તેનાથી ચક્કર આવવાની તકલીફમાં ખુબ ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here