99% લોકો નથી જાણતા ગળ્યું ખાવાથી નહીં પરંતુ આ કારણે થાય છે ડાયાબિટીસ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં ડાયાબિટીસની સમસ્યા જે રીતે વધી રહી છે, એ જોતાં અત્યારે તે બહુ ગંભીર કહેવાય. માત્ર મોટાં નહીં, પરંતુ આજકાલ યુવાનો અને બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળી રહી છે. મોટામાં તો ઠીક પણ બાળકોમાં ડાયાબિટીસના સંકેતોનો જલદી અંદાજો આવતો નથી, જેથી યોગ્ય સમયે ઇલાજ થઈ શકતો નથી. જેના કારણે કેટલીક વાર તો ડાયાબીટીસ ગંભીર રૂપ પણ ધારણ કરી લે છે.

ઉંમર વધવાની સાથે શરીર માં ટાઈપ 2 ડાયાબીટીસ થવાનું જોખમ વધી જાય છે. નાના બાળકોને પણ આ બીમારી થઇ શકે છે, પરંતુ એવું બહુ ઓછા કેસમાં થાય છે. જ્યારે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ બીમારી જલ્દી થાય છે. તેમાં ઓછો વ્યાયામ કરવો માંસપેશીઓની કમી અને ઉંમર વધવાની સાથે વજન વધવું સામેલ છે.

લગભગ કોઈ માનવા જ તૈયાર નથી કે બાળકમાં ડાયાબિટીસ થઈ શકે, કારણ કે મોટી ઉંમરના માણસોમાં જોવા મળતો આ કાયમી ભારે નુકસાનકર્તા રોગ છે, પરંતુ કુલ ડાયાબિટીસના ૪ ટકા કેસો બાળકોના ડાયાબિટીસના જોવા મળે છે. ભારતમાં એક અંદાજે બેથી ચાર લાખ બાળકો ડાયાબિટીસ થી પીડાય છે.

બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ મુખ્યત્વે વારસાગત બીમારી છે. બાળકના મા-બાપ કે ભાઈ-બહેનોમાં આ રોગ હોવાની સંભાવના વધારે રહે છે. કોઈક વખત નાનપણમાં થયેલા વાઇરસના ચેપ જેવાં કે રૂબેલા, ગાલપચોળિયું વગેરે રોગો પછી પણ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે. અને બાળકમાં ડાયાબિટીસ માલૂમ પડે છે.

બાળકનું શરીર ખોરાકની શુગરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શક્તું ન હોવાથી ભૂખ વધારે લાગે છે. પણ તેના પ્રમાણમાં વજન વધતું નથી. આનું કારણ ડાયાબિટીસ હોય શકે છે. બાળકોમાં ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં વધારે તરસ લાગવી, વધારે ભૂખ લાગવી, વધારે પેશાબ થવો વગેરે મુખ્ય છે.

આ ઉપરાંત લોહીમાં ગ્લુકોઝ વધારે હોવાથી બેક્ટેરિયા કે વાઈરસની વૃદ્ધિ ઝડપથી થાય છે. તેથી શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા પડે કે ચેપ લાગે તો જલદીથી રૂઝ આવતી નથી. બાળક મોટી ઉંમરનું થાય છતાં પણ રાત્રે પથારી બગાડે તો પણ ડાયાબિટીસનો રોગ હોવાનું કહી શકાય છે.

તો ચાલો હવે આપણે જાણીએ ડાયાબિટીસના પ્રકારો વિશે. ટાઈપ-૧ ડાયાબિટીસ : જેમાં ઇન્સ્યુલિનનો અભાવ હોય છે. દર્દીને જિંદગીભર ઇન્સ્યુલિન ઇન્જેકશનો લેવા પડે છે. તેથી તેને ‘ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ’ પણ કહે છે. બાળકોમાં થતી ડાયાબિટીસ આ પ્રકારની હોય છે.

ટાઈપ-૨ ડાયાબિટીસ : આ દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન હોવા છતાં તે પ્રભાવશાળી કાર્ય કરી શક્તું નથી. તેથી લોહીમાં શુગર વધારે રહે છે. આમાં  ડાયાબિટીસની ગોળીઓથી દર્દીનું શુગર કાબૂમાં રહી શકે છે તેથી તેને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ પણ કહે છે. ૪૦ વર્ષથી ઉપરના દર્દીઓમાં આ પ્રકારનો ડાયાબિટીસ હોય છે.

દહીં પણ ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે અલબત્ત અહીં ડાયાબિટીસ ટાઇપ-૨ માટે વધારે લાભદાયી છે માટે જો તમારું વજન વધારે હોય તો તમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે આ માટે વજન ઘટાડવું તો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે રોજ એક વાટકી દહીં ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે. દહીં ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા 18 ટકા ઘટી જાય છે.

ખાદ્ય પદાર્થોની સાથે સાથે થોડી કસરત કરતા રહેશો તો પણ શહેર માટે ઉત્તમ રહેશે પણ જીવનશૈલીમાં પણ થોડો સુધારો લાવી તમારા રૂટીન ને રેગ્યુલર બનાવવું, સમયસર જમી લેવું, લગ્ન પ્રસંગ કે પાર્ટી માં બાફેલું ફરસાણ જેવુ ઇદડાં, ઢોકળા ખાવું. મીઠાઈઓ થી થોડું અંતર બનવું રાખવું. પૂરતી ઊંઘ લેવી તેમજ આરામ કરવો અને મને ચિંતા મુક્ત રાખવો અને સૌથી વધારે મહત્વની વાત નિયમિત ચાલવાનું રાખો, પૂરતું ચાલો, ઘણો ફાયદો થસે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top