99% લોકો નહીં જાણતા હોય આ કુદરતી એન્ટીબાયોટિક્સ વિશે, દમ, શ્વાસ અને બીપી જેવા 50થી વધુ રોગો માટે છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

તુલસી અનેક ઔષધીય ગુણો ધરાવે છે. તે એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. તુલસી લીવરના કાર્યને સુધારે છે. તે શરીરનું મેટાબોલીઝમ, એન્ટીટોક્સિફિકેશન, ઇમ્યુનિટી જેવા ઘણા જૈવરાસાયણિક કાર્ય સુધારે છે. તે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

હવે સૌપ્રથમ અમે તમને જણાવીશું તુલસીનું પાણી બનાવવાની રીત. તુલસીનું પાણી તૈયાર કરવા માટે તુલસી ના ૧૦ થી ૧૨ તાજા પાન લઇ ને તેને સારી રીતે ધોઇ લેવા. ત્યારબાદ એક વાસણમાં ત્રણ કપ પાણી લઈ આ પાન સાથે આદુનો એક નાનો કટકો, બે કાળા મરી ઉમેરી આ મિશ્રણને સારી રીતે ઉકાળી લો.

જયારે આ મિશ્રણ વાળું પાણી ઉકળી જાય અને બે કપ જેટલું પાણી વધે તો તેને ગાળી લેવું. આ પાણી તમારા શરીરના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવશે તેમજ શરીરમાં ઓક્સિજન ના લેવલ મા પણ વધારો કરશે. તો ચાલો હવે આપણે જાણીએ તુલસીનું પાણી પીવાથી શરીરને થતા અનેક ફાયદાઓ વિશે.

તુલસી નું પાણી પીવાથી બ્લડ ગ્લુકોઝ નું લેવલ બરાબર રહે છે. તેથી સુગર ના દર્દી આ પાણી ને જરૂર પીવો. બ્લડ ગ્લુકોઝ ના સિવાય જે લોકો ને ઉચ્ચ રક્તચાપ ની બીમારી છે તે આ પાણી પીવે છે તો તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ પાણી પીવાથી ચરબી દુર થઇ જાય છે અને પેટ અંદર થઇ જાય છે.

જો સવારે ઉઠ્યા પછી તુલસી નું પાણી પીવા માં આવે છે, તો તે આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે. તુલસી માં પોષક તત્વો હોય છે જે તાણ, નબળાઈ ને દૂર કરે છે, તેથી જો તમારે આખો દિવસ ઊર્જાસભર રહેવું હોય તો સવારે ઉઠી ને તુલસી ના પાણી નો ગ્લાસ પીવો.

જો કોઈ વ્યક્તિ ને દમ છે અથવા શ્વાસ સંબંધિત તકલીફ છે, તો તેના માટે તુલસી નું પાણી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.  તુલસી માં કફ, વિરોધી અને રોગપ્રતિકારક શક્તિ છે જે અસ્થમા જેવા રોગો ને રોકવા માં મદદ કરે છે. આ સિવાય શરદી અને ફ્લૂ જેવી સમસ્યા માં પણ તુલસી નું પાણી ખૂબ ફાયદાકારક છે.

તુલસી નું પાણી ફેફસામાં જામેલ બલગમ ને બહાર નીકાળવામાં મદદગાર સાબિત થાય છે. આ પ્રકારે ગળા ની ખરાશ અને અસ્થમા ની બીમારી થી પણ તુલસી નું પાણી રક્ષા કરે છે. વજન ને ઓછુ કરવામાં પણ આ પાણી ઉત્તમ માનવામાં આવે છે અને રોજ સવારે તુલસી ના પાંદડાનું પાણી પીવાથી વજન ઓછું થઇ જાય છે.

એલર્જી થવા પર તુલસી નું પાણી પી લો. આ પાણી પીવાથી એલર્જી થી આરામ મળી જશે. તુલસી માં એન્ટી-એલર્જીક ગુણ હોય છે જે એલર્જી દૂર કરી દે છે. સાથે જ તુલસી માં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ સોજા થી પણ છુટકારો અપાવી દે છે. સોજા થવા પર બસ આ પાણી ને પી લો.

આ તુલસી ના પાણી ને રોજ પીવા થી ચામડી સાથે સંકળાયેલ તમામ તકલીફો દૂર થઇ જાય છે. આ સિવાય રક્ત નુ શુદ્ધિકરણ પણ આ પાણી દ્વારા થાય છે. ડાયાબિટીસ ના રોગીઓ માટે પણ આ પાણી અકસીર સાબિત થાય છે. આ સિવાય માઇગ્રેન થી લગતી તકલીફ માટે પણ આ પાણી નુ સેવન લાભદાયી સાબિત થાય છે.

હાનિકારક ખોરાક ખાવાથી શરીરની અંદર ઝેરીલા પદાર્થ જમા થઇ જાય છે. જેમના કારણે આંતરડાઓ, લોહી અને કીડનીને નુકશાન પહોંચે છે. ઝેરીલા પદાર્થ ના કારણે પેટ પર પણ ખરાબ પ્રભાવ પડે છે અને પેટ માં ઇન્ફેકશન થવાનું જોખમ વધારે રહે છે. શરીરમાં જમા થયેલ આ ઝેરીલા પદાર્થ ને સાફ કરવામાં તુલસી નું પાણી લાભદાય હોય છે અને તુલસી નું પાણી પીવાથી આ ઝેરીલા પદાર્થ શરીર થી બહાર નીકળી આવે છે.

તુલસી માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ડિટોક્સ કરી દે છે. તણાવની બીમારીથી પીડિત લોકો તુલસીના પાણીને જરૂર પીવો. આ પાણી પિતા જ તણાવ દુર થઇ જશે અને મગજને શાંતિ મળી જશે. તણાવના સિવાય તુલસીનું પાણી પીવાથી મગજ પર પણ સારો પ્રભાવ પડે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here