સામાન્ય રીતે અત્યાર ના સમયે ડાયાબિટીસ ૧૦૦ એ ૧૦ લોકોને હોય છે. ડાયાબીટિસ ની તકલીફ હોય તે લોકો એ શરીર નું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અમુક સુગર કરતાં વધારે ખોરાક ના લેવાય જાય તે બાબત નું ધ્યાન રાખવું જ જોઈએ. જો સુગર વધી જાય તો શરીર માં બીજી પણ ઘણી બધી બીમારી વધી શકે છે. જેમકે આંખ ની તકલીફ,કિડની ફેલ થવી,માથાનો દુખાવો,હાથ પગ ની બળતરા. તેમજ ડાયાબીટિસ ને કંટ્રોલ માં લાવવા માટે પણ ઘણી બધી તકલીફ ઉઠાવવી પડે છે.
તમે સાંભળ્યું હશે કે ડાયાબીટિસના દર્દી એ ભાત થી સંપૂર્ણપણે દૂર જ રહેવું જોઈએ. આ વાત સાચી છે કે લોકોની અફવા છે તે આજે આપણે જાણીશું. ડાયાબીટિસ ના દર્દી ને કોઈ ખાવામાં ફેરફાર થઈ જાય તો તેના શરીર માટે બહુ ભારે પડી શકે છે. અને એટલે જ ડાયાબીટિસ ના દર્દી ના ખાવા પીવામાં બોવ જ ધ્યાન આપવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ભોજન માં રોટલી શાક અને દાળભાત નો સમાવેશ કરીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે જે લોકો ડાયાબીટિસ થી પીડાતા હોય તેને ભાત ખાવા જોઈએ કે નહીં?
અઠવાડિયા માં એક વાર ખાઈ શકાય :
ભાત માં વધારે પ્રમાણ માં કેલરી અને કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. જેના લીધે શરીર માં સુગર લેવલ વધી શકે છે. જે લોકો વધારે પ્રમાણ માં ભાત નો ઉપયોગ કરતાં હોય તે લોકો ને ટાઈપ-૨ પ્રકાર ની ડાયાબીટિસ થવાનું જોખમ વધારે રહે છે. જો તમને ડાયાબીટિસ હોય અને તમને બહુ જ ભાત ભાવતા હોય તો તમે અઠવાડિયા માં માત્ર એક જ વાર થોડી માત્ર માં ભાતનું સેવન કરી શકો છો. દધ્યાન રહે વધારે પ્રમાણ માં ના ખાવું અને અઠવાડિયે એક જ વાર ખાવા.
બ્રાઉન ભાત ખાઓ :
સામાન્ય રીતે લોકોને ડાયાબિટીસ છે તે ને વાઇટ ભાત ને બદલે બ્રાઉન ભાત ખવા જોઈએ. બ્રાઉન રાઈસ વાઇટ ની તુલનામાં વધારે સારા અને ગુણકારી છે. કારણકે બ્રાઉન ભાત માં ગલીસેમિક ઇંડેક્સ નું સ્તર ૬૮ મળી આવે છે. જ્યારે સામાન્ય ભાત માં ૭૩ જેટલું મળી આવે છે. ડૉક્ટર ના મત મુજબ ડાયાબિટીસ ના દર્દી એ એવો ખોરાક લેવો જોઈએ જેમાં ગલીસેમિક ઇંડેક્સ નું સ્તર ૫૫ થી ઓછું હોય. આના લીધે શરીર માં લોહીમાં સુગર ની માત્ર નો વધારે પ્રભાવ પડતો નથી.
જ્યારે ૭૦ થી વધુ ગલીસેમિક ઇંડેક્સ ધરાવતી વસ્તુ નું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ ના દર્દી માટે વધારે ખતરનાક સાબિત થાય છે. માટે સામાન્ય ભાત કરતાં બ્રાઉન ભાત નો ઉપયોગ કરવો. આ સિવાય ભાત ને સાથે સાથે શાકભાજી,ગાજર,કે ડુંગળી નું સેવન કરવું જોઈએ. અથવા તો તેમાં ભેળવીને ખાવું જોઈએ. ભાત માં ભેળવીને ખાવાથી ભાતમાં રહેલા ન્યૂટ્રિસન્સ ની માત્રા વધી જાય છે. છતાં પણ જો ડાયાબિટીસ ના દર્દી ને સફેદ ભાત ખાવાની ઈચ્છા હોય તો રાત ના સમયે ભાત ખાવાનું ટાળવું જ જોઈએ.
આ સિવાય ડાયાબિટીસ ના દર્દી ને સામાન્ય માહિતી હોવી જોઈએ કે તેને કી વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ. જે વસ્તુ ખાવાથી લોહીમાં સુગર નું લેવલ વધતું હોય તે તેના ડાયટ માંથી મુક્ત કરવું જોઈએ. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે શુગર લેવલ વધી અથવા ઘટી જવાના કારણે દર્દી ની પરિસ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.