મફતમાં માત્ર 5 દિવસમાં શિયાળામાં થતાં શરદી-કફ, ખરતા વાળ, ખોડો અને સાંધાના દુખાવા 100% ગેરેન્ટી જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.

આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી-૬ અને થોડી માત્રામાં લોહતત્વને કારણે વિશિષ્ટ છે. દાડમમાં એક વિશિષ્ટ કમ્પાઉન્ડ પ્યુનીકેલેજીન રહેલું છે.

દાડમમાં તૂરો, ખાટો અને મીથો રસ હોય છે. તે એન્જાયમેટિક, ડાયજેસ્ટિવ, રુચિકર અને તરસ છિપાવે છે. આ ફળ બળ વધારે છે. તે શ્વસનતંત્ર અને આંતરડામાં થતા મ્યુક્સને અટકાવે છે. દાડમની છાલને સૂકવી અને પીસીને પાવડર બનાવો. હવે તેને થોડા ટીપાં દહીં અને લીંબુ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને તેને દસ મિનિટ રાખી સાદા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમે તમારી ત્વચાના પીએચ સ્તરને સુધારશો. જે રીતે જમીનનું પીએચ સ્તર સારું થાય છે પછી પાક સારો રહે છે, તે જ રીતે જો ત્વચાનું પીએચ લેવલ વધુ સારું રહેશે, તો ચહેરા પરની તેજ, ​​ચુસ્તતા અને સૌંદર્ય જળવાઈ રહેશે.

જો વાળમાં ખોડો થયો છે તો નાળિયેર તેલમાં દાડમની છાલ ગરમ કરો હવે તેને તમારા વાળ પર લગાવો. તે તમારા વાળને ડેંડ્રફ મુક્ત પણ કરશે અને વાળની ​​અન્ય સમસ્યાઓ પણ દૂર કરશે. જો ઇચ્છા હોય તો તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. જણાવી દઈએ કે વાળમાં શેમ્પૂ કરતા પહેલા આ પેસ્ટ વડે માથા પર બે કલાક માલિશ કરો.

ગર્ભધારણ ની ક્ષમતા વધારવા માટે દાડમ ની તાજી, કોમળ કળી ઓ પીસી ને પાણી સાથે સેવન કરવા થી મદદરૂપ થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે તેનું જ્યુસ લાભકારક સાબિત થાય છે તેના થી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
ડાયાબિટીસ ના દર્દીઓ માટે દાડમ નું સેવન લાભદાયક સાબિત થાય છે. તેમાં ગળપણ હોય છે પરંતુ તે સુગર લેવલ ને વધારતું નથી પરંતુ સુગર ને નિયંત્રણ માં રાખે છે.

બાળકો ને કૃમિ ની તકલીફ થતી હોય તેમના માટે તેની છાલ નો રસ કાઢી 4 ચમચી અને તેમાં 1 ચમચી તલ નું તેલ ઉમેરી દિવસ માં એક વાર એમ સતત ત્રણ દિવસ પીવડાવવા માં આવે તો તેમાં થી રાહત મળી રહે છે. લોહી ની કમી ને દૂર કરે છે અને શરીર માં નવા કુદરતી લોહી ને વધારે છે. તેમાં રહેલ ફોલિક એસિડ લોહીમાં રહેલી આયરન ની ખામી ને દૂર કરે છે અને એનિમિયા જેવી બિમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે.દાડમ ના પાન પીસી ને દાઝેલા ઘા ઉપર લગાવવા થી બળતરા માં ઘટાડો થાય છે અને દર્દ માં રાહત મળે છે.

દાડમ ની છાલ ને પીસી ને ચોખા ના પાણી માં મિશ્રિત કરી ને તેનું સેવન કરવા થી મહિલાઓ ને પ્રદર રોગ માં થી છુટકારો મળે છે.ટાઈફોઈડ હોય તેણે દાડમ ના પાન ના ઉકાળામાં સંચળ ને મિશ્રિત કરી ને લેવા થી તેમાં રાહત મળે.
દાંત ને ચમકાવવા માટે દાડમ ની છાલ નો પાવડર બનાવી ને તેને દાંત પર ઘસવા થી દાંત માં ચમકાટ આવે અને પેઢા ને મજબૂત બનાવે છે.

હાઇ બ્લડ પ્રેશરથી હૃદય રોગનું જોખમ ઘણું વધી શકે છે. દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ફાઇટોથેરેપી રિસર્ચના નિષ્કર્ષો અનુસાર, બે અઠવાડિયા માટે 150 મિલીલીટર આ રસને પીવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

સંધિવાની સાથે રહેવાનો અર્થ છે દુખાવો અને સાંધામાં સોજો અને જકડન. દાડમના રસના એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સોજાનાં ઉપચારમાં મદદ કરી શકે છે, પરંતુ તેની અસરને જાણવા માટે વધુ સઘન સંશોધન જરૂરી છે. દાડમનો રસ યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે અને અલ્ઝાઇમર રોગથી લડવામાં પણ મદદ કરી શકે છે.

જો ઝાડામાં લોહી કે મ્યુક્સ પડતું હોય તો દાડમની છાલ અને ઇંદ્રજવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી 10 ગ્રામ માત્રામાં 3 ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડુ કરી મધ સાથે દિવસમાં એકવાર આપવું, એસિડિટીથી છાતીમાં બળતરા થતી હોય તેવા રોગોને દાડમના રસમાં સાકર નાંખીને પીવડાવવાથી રાહત થશે. વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ ઈફેક્ટને પગલે જીભમાં સ્વાદ બગડીગયો હોય તો દાડમનાદાણા સાથે કાળી દ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top