આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે.
દહીં અને ચણાના લોટથી બનાવવામાં આવતી કઢી લગભગ બધાએ ભારતીય ઘરોમાં બનાવવામાં આવે છે. કઢી થોડી ખાટી મીઠી હોટ છે એટલે તેમાં ખટાશ લાવવા માટે તેમાં ખાટી છાછ કે પછી દહી ઉમેરવા માં આવે છે. શિયાળા ની ઋતુમાં ઠંડી ના કારણે દહી જલ્દી જામતું નથી અને ખાટું પણ નથી થાતું. અને આ માટે તમારે 3 થી 4 દિવસ રાહ જોવી પડે છે. જો દહીં ખાટું હોય તો કઢીમાં ખાટાપણું આવે છે અને તેનાથી કઢી ખાવાનો સ્વાદ પણ બમણો થઇ જાય છે.
જો દહી ખાટું ના હોય તો કઢી માં ખટાશ લાવવા માટે આપણે એવી બીજી વસ્તુ છે જેને ઉમેરીને પણ કઢી ખાટી બનાવી શકીએ છીએ. ધ્યાનમાં રાખો કે કઢી બનાવવાની રીત એક જ રહેશે પણ તમારે ફક્ત આ વસ્તુને મિક્સ કરવાની રહેશે.
એવી પેહલી વસ્તુ છે ટામેટાં જેને ઉમેરવાથી કઢી ખાટી પણ બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે. સૌથી પેહલા કઢીને ગેસ પર મુકો. પછી હવે 2 થી 3 ટામેટાં લો. હવે તે ટામેટાં ને છીણી લો અને તેનો પલ્પ કાઢીને કઢી માં મિક્સ કરો.
જો તમારે ટામેટાની છાલ મિક્સ કરવી હોય કે નહીં તે તમારા પર નિર્ભર છે. કઢી માં છીણ્યા પછી જ ટામેટાં પલ્પ ઉમેરો, કારણ કે ટામેટા પીસવાથી કે કાપીને ઉમેરવાથી કઢી નો સ્વાદ સારો નહિ લાગે.હવે કઢી ને 10 થી 15 મિનિટ બરાબર ગરમ કરીયા પછી તેને ગેસ પર થી ઉતારી લો. ટામેટાં નો પલ્પ કઢીમાં ખટાશ ઉમેરશે અને તેની સાથે કઢી ને સ્વાદિષ્ટ પણ બનાવશે.
જો દહી ખાટું ના હોય એટલે કેટલીક મહિલાઓ દહીંને બદલે લીંબુના રસનો ઉપયોગ કરે છે. જો કે લીંબુ નો રસ ઉમેરવાથી કઢીનું ટેક્ચર બરાબર નથી લાગતું. એટલે કઢી બનાવો ત્યારે દહીંમાં જ ચણાના લોટને હલાવો. જ્યારે કઢી ઉકળતી હોય ત્યારે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. લીંબુ નો રસ ઉમેરો ત્યારે ધ્યાન રાખવું કે વધારે ના ઉમેરાય.
જે રીતે કઢી બનાવો છો તે રીતે જ કઢી બનાવો પણ જ્યારે ગેસ બંધ કરો તેની થોડીવાર પહેલા લીંબુનો રસ ઉમેરી દો. જ્યારે લીંબુ નો રસ ઉમેરો ત્યારે ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ ઓછી હોવી જોઈએ. જો ગેસ ની ફ્લેમ વધારે હશે તો લીંબુનો રસ ઉમેરવાથી તે ફાટવા જેવું લાગશે, તેથી લીંબુનો રસ ઉમેરવામાં ઉતાવર ન કરવી. જો તમારું દહી ખાટું ના હોય ત્યારે જ તમારે લીંબુ ના રસ નો ઉપયોગ કરવો.
કઢીમાં ખટાશ લાવવા માટે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરવા માં આવે છે. કઢી બનાવતી વખતે વચ્ચે આમચૂર પાવડરને ઉમેરવાનો છે. ધ્યાન રાખો કે કેટલી માત્રામાં નાખવો જોઈએ. જો કઢી બનાવતી વખતે તમારી પાસે ટામેટા કે લીંબુ ના હોય ત્યારે તમે તેના બદલે આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકો છો. અને જો તે પણ ના હોય તો તેની જગ્યાએ સૂકી કેરીના ટુકડા ને પણ મિક્સ કરી શકાય છે. આનાથી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
લગભગ બધા ઘરોમાં આમલી રસોડામાં હોય જ છે, કારણ કે આંબલી નો ઉપયોગ મોટાભાગે શાક અથવા ચટણીમાં થાય છે. કઢીમાં ખટાશ લાવવા માટે આમલી નું પાણી પણ ઉમેરી શકો છો. આ માટે કઢી બનાવતા પહેલા એક કપ પાણીમાં આમલીને ડુબાડી લો. જ્યારે કઢી બનાવો ત્યારે કઢી થોડી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં પાણી ની જગ્યાએ આંબલી વાળું પાણી ઉમેરો. આંબલી નું પાણી ઉમેરવાથી કઢી માં ખટાશ લાવી શકાય છે.