આજે જ ઘરે બનાવો હોટેલ જેવા અમૃતસરી છોલે-કુલ્ચા, એકદમ મુલાયમ કુલ્ચા ખાઈ ને હોટેલનો સ્વાદ પણ ભૂલી જશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગના લોકો બહારનું ખાવાના ટેવાયેલા હોય છે પરંતુ જો એ જ વાનગી ઘરે બનાવવામાં આવે તો સ્વાસ્થય માટે પણ ફાયદાકારક બને છે. જી, હા આજે અમે એક એવી જ વાનગી લઈ ને આવ્યા છીએ અમૃતસરી છોલે અને કુલ્ચા બનાવવાની રીત.

જો તમે મસાલાવાળું ભોજન પસંદ કરો છો તો આ રેસિપી તમારા માટે છે. આ રેસિપીને ગમે ત્યારે બનાવી શકાય છે. મોંઢામાં પાણી લાવી દેતી આ રેસિપી કેવી રીતે બનાવી શકાય એ જાણીએ.

અમૃતસરી છોલે સામગ્રી:

500 ગ્રામ કાબુલી ચણા (આખી રાત પલાળેલા), 4 ઝીણી સમારેલી ડુંગળી, 10 કાળા એલચી, 2 ચમચી આમચૂર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 3 ચમચી વાટેલું જીરું, 2 ચમચી ગરમ મસાલો, 4 ચમચી ધાણાજીરું, 6 ટી બેગ, 4 ચમચી દાડમના દાણા, 3 ચમચી આદુંની પેસ્ટ, 6 લીલા મરચાં ,4 ચમચી ઘી ,2 મોટા ચમચા લાલ મરચું ,2 ચમચી હળદર પાઉડર ,4 તમાલપત્ર ,6 કપ પાણી.

બનાવવાની રીત:

સ્વાદિષ્ટ અમૃતસરી છોલે ઘરે બનાવવા માટે સૌથી પહેલા પલાળેલા છોલેને પાણીમાંથી કાઢી લો. હવે ઊંડા પેનમાં છોલે નાખો. તેમાં પાણી ટી બેગ અને એલચી ઉમેરો. પછી તે મધ્યમ તાપ પર રાખો અને 30 થી 40 મિનિટ સુધી ઉકાળો. તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી છોલે સોફ્ટ ન થઈ જાય. છોલેને પાણીમાંથી કાઢી લો. ટી બેગ અને એલચીને પાણીમાં જ રહેવા દો.
આમચૂર પાઉડર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલાને બ્લેન્ડરમાં મિક્સ કરો. આ બધી સામગ્રીને આશરે 1થી દોઢ કપ પાણીમાં ઉમેરો અને ચીકાસવાળી પેસ્ટ બનાવી લો. પછી મધ્યમ તાપ પર એક પેન ગરમ કરો. તેમાં છોલે અને વાટેલી પેસ્ટ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેને એક તરફ રાખી દો.

એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. ડુંગળી અને તમાલપત્રને થોડી વાર સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરી સરખી રીતે સાંતળો. થોડું પાણી ઉમેરી તેમાં છોલે મિક્સ કરી દો. છોલેની ગ્રેવીમાં પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી રાંધો. થોડી સમારેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો.

કુલ્ચા બનાવવાની રીત:

સામગ્રી: 

200 ગ્રામ મેંદો, મીઠું સ્વાદમુજબ, 1/2 કપ ઘી, પાણી, સ્ટફિંગ માટે, 500 ગ્રામ બોઇલ બટાકા, 2 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, 1/2 ચમચી લાલ મરચુ પાઉડર, 1/2 ચમચી ધાણા પાઉડર, 1/2 ચમચી જીરુ પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો, કોથમીર, કાળા તલ, ઘી /બટર

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક બાઉલ મા લોટ લઇ તેમા મીઠું ખાંડ દહીં ઘીનુ મોણ ઈનો એડ કરી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ સોફ્ટ લોટ બાંધી ને તૈયાર કરો તેને ઢાંકણ ઢાકી ને 1/2 કલાક મૂકી રાખવો.

ત્યાર બાદ બોઇલ બટાકા ની છાલ કાઢી ખમણી લો ત્યાર બાદ તેમા કાંદા આદુ લસણ મરચા ની પેસ્ટ કોથમીર મીઠું લાલ મરચુ ગરમ મસાલો ધાણા પાઉડર જીરા પાઉડર નાખી બરાબર મીક્ષ કરો.

હવે લોટ માથી મોટો લુવો કરી હાથ ની મદદ થી વાટકી જેવો શેઇપ આપી અંદરસ્ટફીંગ ભરો ત્યાર બાદ તેને બરાબર બંધ કરી અટામણ લઇ વણી લો.

લોખંડ ની લોઢી ને બરાબર ગરમ કરો હવે કુલચા પર બરાબર પાણી લગાવી લોઢી મા ઉલ્ટી રાખી ચડવા દો ઉપર પાણી લગાવી કાળા તલ ને કોથમીર છાટી બરાબર દબાવી દો ત્યાર બાદ ભઠ્ઠા મા સ્લો ફલેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી રેવા દો. તો તૈયાર છે હોમમેડ આલુ કુલચા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top