દરેક પ્રકારના વિટામિન શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં એક વિટામીનની ઉણપ હોય તો બીમારીઓ શરુ થઇ શકે છે. શરીર સારી રીતે કામ કરી શકે તે માટે શરીરને પ્રોટીન અને વિટામીન પણ જરૂરી છે. વિટામીન બી 12 તો ખુબ જરૂરી છે. આ વિટામીન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખે છે. આ વિટામીનની ઉણપ ખાદ્ય પદાર્થોથી પૂરી કરી શકાય છે.આજે અમે જણાવીશું કયા પ્રકારનો ખોરાક ખાવાથી વિટામિન બી12 ની ઉણપ દૂર કરી શકાય.
વિટામીન B12 ની ઉણપ થી થતાં રોગો:
વિટામિન બી12 ની ઉણપ ના કારણે ઝડપી વજન ઉતારવા લાગે છે અને માંસપેશીઓ નબળી પડી જય છે. ત્વચાનો રંગ પીળો પાડવા લાગે છે. એનીમિયાનો શિકાર થવું. ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી.
અશક્તિ અને થાક વિટામીન B-12ની ઉણપના સામાન્ય લક્ષણો છે. આમ થવાનું કારણ એ છે કે વિટામીન B-12ની ઉણપ હોવાથી શરીરમાં રક્તકણ બનતા નથી. જેના લીધે શરીરમાં ઓક્સીજનનું પુરતું ભ્રમણ નથી થતું. ઓક્સીજનનું પુરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે.
વિટામીન B-12 ની ઉણપથી પણ હાથ પગમાં ખાલી ચડે છે. હાલના સમયે ઘણા લોકોને આ વિટામીન બી-12 ની કમી જોવા મળતી હોય છે. જેના લીધે ઘણા લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડે છે. વિટામીન બી 12 ઓછું હોય તો ખાલી ચડે છે.
વિટામિન બી12 ની ઉણપ દૂર કરવાનો ઈલાજ:
વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને વિટામિન બી12 ની ઉણપથી થતાં ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ દેશી ગોળમાં 20 ગ્રામ ધાણાને દળીને પાવડર કરી 2 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખવું. આ મિશ્રણને ગરમ કરી ઠંડું પડી ગયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન કોઈ કાચના વાસણમાં કે બરણીમાં ભરી લેવી.
જયારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપના લક્ષણો જણાય ત્યારે આ ગોળીઓનું સવારે અને સાંજે સેવન કરવું. આ ગોળીઓ સવારે નરણા કોઠે ચૂસવી. અને આ ગોળી સુચાઈ ગયા બાદ જમી લેવું. જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ જાય પછી તરત જ જમી લેવું.
આ ગોળી મોઢામાં નાખીને ઓગળી જાય ત્યાં સુધી ધીરે ધીરે ચગળવી. આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે. આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી શરીર કુદરતી રીતે વિટામીન B12 બનાવશે. જેના લીધે શરીરમાં વિટામીનની ઉણપ પૂરી થશે.
આ સિવાય વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, ઇદડાનો સમાવેશ કરવો કેમકે આથવાળા ખોરાક માં વિટામિન બી 12 ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો B-12 જો 150 થી ઓછું હશે તો પણ કાબુમાં આવી જશે.
આ ઉપરાંત વિટામીન બીના કોમ્પ્લેક્સ B2, B1 અને B12 દહીંમાંથી મળી જાય છે. આ સાથે તેના ખુબ ફાયદા છે. જેમાંથી શારીરને ઘણા પોષણ પણ મળે છે. ઓટ્સ નાસ્તામાં ખુબ ખવાય છે. તેમાંથી ભરપુર ફાયબર અને વિટામીન મળે છે. ઓટ્સમાં B 12 ની ઘણી માત્રા હોય છે. જે તમને સ્વસ્થ રાખે છે.
દૂધ: વિટામીન B12 ની ઉણપ દૂધમાંથી પૂરી થઇ શકે છે. શાકાહારી લોકો માટે વિટામીન B12 લેવાનું આ ઉત્તમ સ્ત્રોત છે. સોયાબીનમાં વિટામીન B12 ભરપુર માત્રામાં મળે છે. જો તમે સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી ખાઈ શકો છો. સ્વિસ પનીરમાંથી તમને વિટામીન B12 મળે છે. આમાં વધુ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. પનીર તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. જો કે આ સૌ કોઈને પસંદ નથી આવતી. પરંતુ વિટામીન B12 માટે તમે આણે ખાઈ શકો છો. બ્રોકલીમાં વિટામીન B12 સાથે આમાંથી હિમોગ્લોબીન અને અનેક તાત્વી હોય છે. કુદરતે વિટામીન B12 ખુબજ વધુમાં વધુ બ્રાઉન રંગના ચોખામાં ભરેલા છે. તેથી બને ત્યાં સુધી બ્રાઉન ચોખાનું સેવન કરો.