માત્ર 2 દિવસમાં ચામડીના દરેક પ્રકારના રોગો મટાડવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખરજવું,રીંગવોર્મ, ખંજવાળ એ એક રોગ છે, જે અત્યંત પીડાદાયક છે. રોગનું સ્થળ લાલ થાય છે અને તેના પર નાના દાણા હોય છે. તેનાથી ફોલ્લીઓ થતી નથી, પરંતુ તે શરીરમાં કોઇ પણ ભાગ થાય છે.

આજકાલ દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવવાના સ્વપ્ન જોતા હોય છે. પરંતુ આજકાલની ભાગંભાગવાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડી રહી છે. જેથી આપણને અનેક રોગો તો થાય જ છે આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જઈ રહ્યો છે.

ખંજવાળ આમાં, આખા શરીરમાં સફેદ રંગના નાના દાણા બને છે. જ્યારે તેઓ ફૂટી જાય છે, ત્યારે પાણી જેવું પ્રવાહી બહાર આવે છે જે રસોઈ પર જાડા બને છે. તેમાં ઘણી ખંજવાળ આવે છે, તે ઘણીવાર હાથની આંગળીઓ વચ્ચે અને આખા શરીરમાં ક્યાંય પણ થઈ શકે છે. તે ચેપી રોગ છે. દર્દીના ટુવાલ અને ચાદરનો ઉપયોગ કરવાથી, આ રોગ આગળ વધે છે.

ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે. ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ વાર દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે.

હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત  છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે. કળો ચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તાત્કાલિક થયેલ રોગ દુર થાય છે. ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું જડથી દૂર થઇ જાય છે.

સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દિવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઘણી રાહત થાય છે. અરડુસીના પાંદડાં અને હળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.

ગાજરને ખમણીને, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો થાય  છે. પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.

અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. આ ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવતી પણ ઘણો ફાયદો થાય છે.

સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ, વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે. રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટી જાય છે.

લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ લગાડવાથી ખરજવામાં રાહત મળે છે.તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.

તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે. કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે. ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે. ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે.

કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે. બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટી જાય છે. વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે. હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.

દાદર, કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવું, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.

તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો બનાવી, આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે. તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મીક્ષ કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે. ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવાથી જૂનમાં જૂની દાદર મટે છે.

ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર લગાવવાથી જલ્દી ફાયદો થાય છે. છાશમાં કુંવાડીયાનાં બી વાટીને આ પેસ્ટ લગાવવાથી દાદર મટે છે. લસણનો રસ ત્રણ દીવસ સુધી લગાવવાથી દાદર મટે છે. બહુ બળતરા થાય તો પાછળથી ઘી લાગવું.

લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી લગાડવાથી દાદર મટે છે .લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી દાદર મટે છે. ડુંગળીનો રસ લગાડવાથી દાદર કે ખુજલી મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ લગાવી શકાય છે. કાચા પપૈયાનો રસ દીવસમાં બે થી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે. સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top