જો તમને પણ અમુક સમયે બ્લડપ્રેશર વધી જાય છે તો ન કરતા નજરઅંદાજ નહિ તો આવશે પસ્તાવાનો વારો, એકવાર જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

બ્લડ પ્રેશર એ જીવનશૈલીને લીધે થતો રોગ છે જેના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં ખૂબ ઝડપથી વધી રહી છે. આજકાલ આ એક સામાન્ય સમસ્યા થઈ ચૂકી છે. જો સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે, તો તે તેની સાથે અન્ય ઘણા રોગો પણ આવી શકે છે. હકીકતમાં, હાઈ બ્લડ પ્રેશરથી, ઘણા લોકોને ઘરે ગંભીર બીમારીઓ થતી હોય છે.

જેમ કે હૃદય રોગ,  કોરોનરી ધમની રોગ, ડાયાબિટીઝ, કિડની રોગ, સ્ટ્રોક  એટલે કે મગજનો થ્રોમ્બોસિસ અને મગજની હેમોરેજિસ. સ્વસ્થ શરીરવાળા વ્યક્તિનું બ્લડ પ્રેશર મહત્તમ એક્સોવીસ અને ઓછામાં ઓછું એશી હોય છે. જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય નથી, તો તેનો અર્થ એ કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ નથી.

હાઈ બ્લડ પ્રેશરના પહેલા તબક્કામાં હંમેશા દર્દીના માથાની પાછળના ભાગમાં ગળામાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક વાર લોકો આ સંસિયાને અવગનતા હોય છે., જે પાછળથી એક મોટી ગંભીર સમસ્યા બની શકે છે. જો તમે ખૂબ તણાવ અનુભવી રહ્યા હોય તો તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ છે.

નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ વગેરે હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે. ઘણી વખત શારીરિક નબળાઇને કારણે માથું હલાવવાની સમસ્યા પણ બહાર આવે છે. અનિદ્રા એ હાઈ બ્લડ પ્રેશરના લક્ષણોમાંનું એક છે. હાયપરટેન્શનના મોટાભાગના દર્દીઓ અનિદ્રાની ફરિયાદ કરતા હોય છે.

આ રોગના ઘરેલું ઉપચાર પણ ઘણા હોય છે. .મેંદીનો પાવડર ત્રણ ગ્રામ પાણી સાથે સવારે અને સાંજે સતત પંદર દિવસ સુધી લેવાથી તમને ઘણો ફાયદો થશે. દિવસ દરમિયાન જમ્યા પછી છાશ નિયમિતપણે લેવી જોઈએ. ઘઉં અને ચણાના લોટની સમાન માત્રામાં બનેલી બ્રેડ ચાવવી અને ખાઈ જોઈએ. તડબૂચ અને ખસખસને અલગથી પીસી લેવું અને બરાબર પ્રમાણમાં મિક્ષ કરીને રાખો. પછી ખાલી પેટ પર દરરોજ એક ચમચી પાણી સાથે તેને લેવું.

જો તમે થોડુંક કામ કર્યા પછી કંટાળી ગયા હોય અથવા તો થોડો ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરો છો તો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી બની શકો છો. આવા કોઇ લક્ષણો દેખાતાની સાથે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વધતી ઉંમરની સાથે-સાથે હાઈ બીપી થવાનું જોખમ વધતું જાય છે. જોકે, હવે યુવાનોમાં પણ આ બિમારી જોવા મળે છે. તાપમાન, ઘણા કેસમાં જોવા મળે છે કે તાપમાન વધારે હોવા પર બીપી ઓછું રહે છે અને તાપમાન ઓછું થવા પર બીપી વધી જાય છે. એટલે જો તમે ઓછા તાપમાન વાળી જગ્યા પર રહો છો તો તમારી બીપી વધુ હોઈ શકે છે. જોકે, આવું પાસઠ વર્ષની ઉંમર બાદ થાય તો તે કોમન ગણાય છે.

જાડાપણું એક સમસ્યા છે અને તે પોતાના સાથે અન્ય ઘણી બિમારીઓ લઈને આવે છે, તેમાંથી આ એક છે હાઈબ્લડપ્રેશરની બિમારી. સાધારણ વજન વાળા લોકોની અપેક્ષા ઓવરવેઈટ વાળા લોકોને ઉચ્ચ રક્તચાપ થવાનું જોખમ વધું હોઈ છે.

સામાન્ય રીતે મહિલાઓની અપેક્ષાએ પુરુષોને હાઈ બીપીની ફરિયાદ થવાની સંભાવના વધુ હોઈ છે. પરંતુ ૬૦ વર્ષની ઉંમર બાદ બન્ને ને જ હાઈપરટેંશન થવાનું જોખમ એક સરખું થઇ જાય છે. દિવસભર બસ એક જગ્યા પર બેઠા-બેઠા કામ કરતા રહો છો તો તમને હાઈ બીપી થવાનું જોખમ વધી જાય છે.

તણાવ, ઘણા બધા પરિક્ષણ કર્યા બાદ આ વાત સામે આવી છે કે જે લોકો અવારનવાર તણાવમાં રહે છે તેને આગળ જતાં હાઈબ્લડપ્રેશરની સમસ્યા થવાની સંભાવના ખૂબ વધી જાય છે. મધુમેહ, ડાયાબિટીસથી ગ્રસ્ત દર્દીઓમાં પણ હાઈપરટેંશન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જોકે, જો તમે સારી રીતે પોતાનું શુગર કંટ્રોલ કરતા હોય તો તેનું જોખમ ઓછું થઈ જાય છે.

સોરાયસિસ, આ એક પ્રકારની સ્કિન ડિઝીઝ હોઈ છે જેમા શરીર પર ઘણી જગ્યાએ લાલ ચાંઠા પડી જતા હોય છે. ૧૪ વર્ષ ચાલેલા એક અધ્યયનમાં મળી આવ્યું કે સોરાયસિસથી ગ્રસ્ત લોકોમાં  હાઈબ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.

હાઈબ્લડપ્રેશર વધવાના સંકેત, જેવા કે ધમનિઓમાં લોહીનું દબાણ વધી જવાથી હ્દયની ધમનિઓ પર દબાણ વધે છે અને લોહીનું પરિભ્રમણ ઝડપી થઇ જાય છે. આ સ્થિતિમાં દર્દીના રક્તનું દબાણ ૧૪૦/૮૦થી વધુ થઈ જાય છે, જેનાથી માથું ફરવું, આંખોમાં અંધારા આવવા, ગભરામણ જેવી સમસ્યા થતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો દવાઓનો આશરો લે છે પરંતુ અમુક ઘરેલુ ઉપાયથી પણ આ સમસ્યા દૂર કરી શકાય છે. કાંદાના રસમાં એક ચમચી ચોખ્ખુ દેશી ઘી મેળવીને ખાવાથી આ બિમારીમાં આરામ મળે છે.

રોજ પચીસ ગ્રામ સેતૂરનો જ્યૂસ કાઢીને સવારે પીવાથી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. અડધી ચમચી તજનો પાઉડર રોજ સવારે ગરમ પાણી સાથે લેવું જોઈએ. તેનાથી હાઈ-લો બ્લડપ્રેશરની તકલીફ મટી જાય છે.

પપૈયા હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે, તેને રોજ ખાલી પેટે ચાવવા અથવા તો ખાવા જોઈએ. એક કે બે ચમચી પાણીમાં તુલસીનો રસ મિક્સ કરીને ખાલી પેટે પી જવું. તે પીધા પછી એક કલાક સુધી કંઈપણ ન ખાવું. ૯૦% થી વધારે મામલામાં હાઈપરટેંશન થવાનું કારણ ખ્યાલ નથી આવી શકતું, પરંતુ એવા ઘણા જોખમી ફેક્ટર્સ છે જેના કારણે તમને હાઈ બીપીની બિમારી થઈ શકે છે.

સવારે ભૂખ્યા પેટે રોજ દૂધીનો રસ પીવાથી હાઈબ્લડપ્રેશરની સમસ્યા નથી થતી. તેના સિવાય તેનાથી હ્દય અને ડાયાબિટીસની બિમારી પણ દૂર થાય જાય છે. સુતા પહેલા મેથીના દાણા ગરમ પાણીમાં પલાળી દો. અને સવારે ઉઠીને ખાલી પેટે તેનું પાણી પીવું અને દાણા ચાવવાથી હાઇબ્લડપ્રેશરની બીમારી દૂર થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here