દમ, શ્વાસ તથા સળેખમ માંથી માત્ર 5 મિનિટમાં જ મળી જશે છુટકારો માત્ર કરો આ ચમત્કારિક છે આ ઔષધિ નો આ રીતે ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ભારંગી નું વૃક્ષ અહમદનગર જિલ્લામાં તથા નેપાળમાં થાય છે. એનાં ઝાડ બે હાથ પહોળાઈમાં હોય છે. પાંદડાં મહુડાનાં પાંદડાં જેવાં જ હોય છે. એ પાન ઝાડનાં થડમાં જ થાય છે. એ તાજાં હોય ત્યારે લીલા રંગનાં દેખાય છે. તે પાંદડાંને બબ્બે આંગળના અંતરે કાતરા હોય છે. એનાં ફૂલ સફેદ થાય છે. પાન રંગબેરંગી હોય છે.

ભારંગીના મૂળ વાંકાચૂંકા અને એક ઇંચના જાડા કટકામાં હોય છે. ઔષધમાં તેનો ઉપયોગ થાય છે. ઝાડની છાલ બદામી રંગની તથા અંદરની ચીવટ અને તેમાં ગોળ જેવી આકૃતિ હોય છે. તેનો સ્વાદ પણ ખૂબ કડવો હોય છે. ઘણા લોકો એનાં કૂણાં પાનની ભાજી બનાવીને પણ ખાય છે. એનાં ઝાડ નાનાં કદનાં હોય છે. ભારંગી ગુણમાં કટુ, ઉષ્ણ તથા દીપન- પાચન છે.

ભારંગી શ્રાસર, વાતહર તથા શોથઘ્ન છે, ગરમ છે, શ્વાસ ખાંસીને મટાડે છે તથા કફમાં ઘણી રાહત કરે છે અને તે પૌષ્ટિક છે. જે લોકો તંદુરસ્ત અને ચમકતી ત્વચા મેળવવા ઈચ્છે છે તેમના માટે ભારંગીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાને શુદ્ધ કરે છે અને રંગને વધારે છે. ભારંગીના પાનનો રસ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ સહિત ત્વચાની બધી બીમારીઓ થી છુટકારો મેળવી શકો છો.

ભારંગી હલકી તથા પાચન કરનાર છે. તે ઉધરસ, સસણી, વાતરક્ત, ગૂમડાં વગેરે મટાડે છે. તે કડવી છે, તેથી તે કફ ના દોષ મટાડે છે. ભારંગ મુળ અને સૂંઠનું ચૂર્ણ આદુના રસમાં સાકર નાખી પીવાથી શ્વાસની તકલીફ હળવી થાય છે. એનાં મૂળનું ચૂર્ણ સાકર સાથે મેળવીને ખાવાથી હેડકી બેસી જાય છે.

ભારંગીના મૂળને ઘસી મધમાં મેળવી તેનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો રોગ મટે છે. એનાં પાનની પોટલી બનાવી સેક કરવાથી ગૂમડાં ફૂટી જાય છે અને સોજો. નરમ કરે છે. એનાથી વ્રણ માં જલદી રૂઝ આવી જાય છે. પ્રસુતિ માં કયારેક માથાનો સખત દુખાવો થાય છે તેવે વખતે ભારંગી ના મૂળ અને અનંતમૂળ ને ગરમ પાણીમાં ઘસી તેનો કપાળે લેપ કરવાથી પણ ઘણી રાહત થાય છે.

ભારંગીના મૂળ, અરડૂસીનાં પાન, ગાયો દેવદાર, જેઠીમધ, ભોરીંગણી, હળદરના ગંઠોડા, ગોખરુ એ બધી ચીજો અઢી અઢી ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય આ રીતે બનાવેલા ચૂરણથી તાવ, હાંફણ, ઉધરસ, શૂળ વગેરે ઘણા દોષોમાં રાહત આપે છે. જેમને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે, તેવા લોકો માટે ભારંગી એક અસરકારક દવા માનવામાં આવે છે.

માથાનો દુખાવો થવાની સ્થિતિમાં, ભારંગીના મૂળના પાવડરને કપાળ પર પેસ્ટ બનાવીને લગાવવાથી ફાયદો થાય છે.  ભારંગીના મૂળ, લીલી ગળો, ભોરીંગણી, લીંડી પીપર, ઉપલેટ આ બધી ચીજો સરખે ભાગે લઈ આશરે ૩૦ ગ્રામનો ઉકાળો બનાવીને તે ઉકાળો પીવાથી દમ, શ્વાસ તથા સળેખમ વગેરે વ્યાધિમાં ઘણી રાહત થાય છે. એ ઉપરાંત એ તંદ્રા તથા ક્ષયનો રોગ મટાડે છે.

ભારંગી, સૂંઠ, મરી, પીપર, બીલી, હળદર, હરડે દળ, બહેડા દળ, સૂકાં આમળા, નાગરમોથ, પાઠા, વાવડીંગ, દેવદાર, લોહભસ્મ એ દરેક ચીજ દસ- દસ ગ્રામ લઈ તેનું કલ્ક કરી ઔષધો થી ચાર ગણું દૂધ તથા ઘી ને દૂધથી ચાર ગણું પાણી લઈ તેનું ધૃત બનાવવું. આ રીતે બનાવેલા ધૃત નો ઉપયોગ પાંડુરોગ મટાડવા માટે થાય છે.

લોકોમાં પેટમાં કૃમિની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. મોટાભાગના લોકોને મુખ્યત્વે આંતરડામાં જંતુઓ સાથે સમસ્યા હોઈ શકે છે. જેમને આ પ્રકારની સમસ્યા હોય છે તેઓએ નિયમિતપણે ભારંગી નો ઉકાળો પીવો જોઈએ. આ ચેપથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ભારંગી, દેવદાર, સરલ વૃક્ષની છાલ, નાની મરડાશિંગ, પીપર, મરી, ઉપલેટ, પહાડમૂળ આ બધી ચીજો. દસ- દસ ગ્રામ લાવી તેનો કવાથ બનાવવો.

આ કવાથના ઉપયોગથી સ્ત્રીને વાતવાયુથી ધાવણ બગડી ગયું હોય તો શુદ્ધ થાય છે. હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ (એચએસવી) એ વાયરસનું એક જૂથ છે જે મનુષ્યમાં ચેપનું કારણ બને છે. તે મનુષ્યને ઘણી રીતે સંક્રમિત કરી શકે છે.આ સમસ્યાઓના ઉપચારમાં ભારંગીને અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here