કોલેસ્ટ્રોલ, બીપી અને લીવરના રોગોથી કાયમી દૂર રહેવા જરૂર કરો સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી એવું આનું સેવન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

લીલા શાકભાજી ના વિશિષ્ટ ફાયદા છે. લીલી શાકભાજી આંખોની દ્રષ્ટિ સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ફાયદાકારક છે. જોકે લીલા શાકભાજીમાં મુખ્યત્વે પાલક, મેથી અને બાથુઆનો સમાવેશ થાય છે, પરંતુ લીલી ડુંગળી અને લીલુ લસણના તેના અલગ ફાયદા છે. લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારી છે.

રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલા હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. લીલું લસણ ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

લીલા લસણમાં ખાંસી અને શરદીના ચેપને મટાડવાની ક્ષમતા છે.  જે શરડીથી છટકારો અપાવે છે. લીલા લસણનો ઉપયોગ જલ્દી શરદી અને ખાંસીથી મુક્તિ આપે છે. લીલુ લસણ એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ને કારણે મગજના સ્વાસ્થ્ય માટે સારું છે. તે અલ્ઝાઇમર જેવા રોગો સામે અસરકારક રીતે કાર્ય કરે છે. નિયમિત આહાર તરીકે તેને તમારા આહારમાં શામેલ કરો.

એલિસિન નામનું સંયોજન લીલા લસણ માં જોવા મળે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ થી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ સંયોજન ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશન ને અટકાવે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હૃદયના આરોગ્યને સુધારે છે. આહારમાં લીલુ લસણ શામેલ કરો અને તેના નિયમિત સેવનથી લોહીના ગાંઠા ઓછા થાય છે અને થ્રોમ્બો એમ્બોલીઝમ અટકાવવામાં મદદ મળે છે.

લસણ બ્લડ પ્રેશર પણ ઘટાડે છે તેથી હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે આ એક સારો વિકલ્પ છે. લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણ માં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં ઓયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે.

લીલા લસણ માં એન્ટી બેક્ટેરિયલ તેમજ બળતરા વિરોધી ગુણધર્મો છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેના એન્ટીબાયોટીક ગુણધર્મો ઘણા પ્રકારના રોગો સામે લડવામા મદદ કરે છે. તેમાં ઘણા વિટામિન રહેલા હોય છે. તેમાં વિટામિન સી આર્યન શોષવામાં મદદ કરે છે. તેની સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ પણ રહેલું હોય છે.

લીલા લસણ થી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ વધી શકે છે. તેનાથી તે શરીરના બધા અંગો મા ઓક્સિજન સરખી રીતે પહોંચાડે છે. આહારમાં લીલા લસણનો સમાવેશ કરવાથી પાચનની સમસ્યાઓ માં સુધારો થાય છે. તે ખાસ કરીને આંતરડામાં ફાયદો કરે છે અને યકૃતની બળતરા ઘટાડે છે.

લીલુ લસણ ખાવાથી પેટના કીડા થી છૂટકારો મળે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. તે પેટના ખરાબ બેક્ટેરિયા નો નાશ કરે છે અને આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને સુરક્ષિત રાખે છે. લીલું લસણ ગેસ્ટ્રો-આંતરડાના સૂક્ષ્મજીવાણુઓ ના ચેપની સારવાર માં પણ શ્રેષ્ઠ છે.

લીલા લસણમાં એલિસિન, સલ્ફર નામનું સંયોજન છે જે લસણની ગંધ માટે જવાબદાર છે. ખાસ કરીને સલ્ફર શરીરની સંરક્ષણ પ્રણાલીને વધારે છે. લીલુ લસણ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. તેથી, તેને આહારમાં શામેલ કરો જેથી રોગો સામે લડવામાં મદદ મળી શકે છે.

જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, જો તેઓ તેમના આહારમાં લીલા લસણ નો સમાવેશ કરે તો તે બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. ડાયાબિટીસ ના દર્દીઓ તેના નિયમિત સેવનથી ઘણી હદ સુધી રાહત મેળવી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ચટણી અથવા કચુંબરના રૂપમાં તેનું સેવન કરી શકે છે.

લોહીની સંખ્યા ઓછી હોય અથવા એનિમિયા વાળા લોકોમાં ખાસ કરીને ખોરાક માં લીલી શાકભાજી નો સમાવેશ થવો જોઈએ કારણ કે આયર્ન મેળવવાની આ વિપુલ રીત છે. લીલા લસણમાં પુષ્કળ પ્રમાણમાં ફેરો પોર્ટિન શામેલ છે જે કોષની અંદર સંગ્રહિત લોહ તત્વ ને કોષની બહાર ની બાજુ પરિવહન કરે છે. શરીરની અંદર આયર્નનું ઉચ્ચ સ્તર, લોહીમાં હિમોગ્લોબિનની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે.

લીલા લસણ માં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીન નું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે શ્વાસની બીમારી ની સમસ્યા હોય તેને પણ શિયાળામાં લીલું લસણ ખાવું જોઈએ. લીલું લસણ ખાવાથી શરીરને ફાયદો  થાય છે અને શ્વસન તંત્ર બરાબર રીતે કામ કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here