માત્ર આ એક ચમચીથી નાડમાં પણ નહીં રહે રોગ, વર્ષોથી ચાલતી સાંધાના દુખાવાની દવા માત્ર 2 દિવસમાં બંધ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગના લોકો સરગવાનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે. સરગવામાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. તે 150થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે. સરગવામાં હાડકાની મજબૂતાઈ માટે જરૂરી એવું કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. સરગવાની સિઝનમાં તેની સિંગોનું શાક ખાવાથી સાંધા મજબૂત બને છે અને સાંધામાં થતા ઘસારાથી બચી શકાય છે.

આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને સિલીયમ જેવા તત્વો હોય છે જે શરીરને અનેક રીતે ફાયદાકારક છે. સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

સરગવામાં વિટામીન સી ખૂબ સારી માત્રામાં હોય છે. વિટામીન સી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વનું છે. ખોરાકમાં નિયમિત સરગવાનો સમાવેશ કરવાથી સામાન્ય બીમારીઓ શરદી ઝુકામમાંથી બચી શકાય છે.

તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી ફુટી જઈ મટે છે.

જે લોકોને હાઈપર થાઇરોઈડિઝમ એટલે કે થાઇરોઇડ વધવાની સમસ્યા રહેતી હોય, તે લોકો જો નિયમિત સરગવાનો ઉપયોગ કરે તો થાયરોઈડનું લેવલ ઓછું થાય છે. સરગવાની સિંગોનું શાક બનાવીને ખાવાથી પાચનશક્તિ સુધરે છે. જે લોકોને ગેસ-વાયુ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય તે લોકોને સરગવો ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે. કફ હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.

કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. ૧ થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.

સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો. સરગવો કબજિયાતની સમસ્યા દૂર કરે છે, પેટ સાફ થઈ જવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. આ ઉપરાંત સરગવાના ડાયયુરેટિક ગુણના લીધે તે શરીરની કોશિકાઓમાં જમા થયેલ વધારાનું પાણી દૂર કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top