હદયરોગ અને બાયપાસ સર્જરીમાં નહીં ખર્ચવા પાડે લખો રૂપિયા, માત્ર કરી લ્યો આ એક કામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક શાકભાજીમાં આયુર્વેદિક ગુણ રહેલા હોય છે જે કોઈ ને જોઈ રીતે શરીરને ફાયદાકારક અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી હોય છે. આજે અમે એક એવા જ શાકભાજી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઔષધીય ફાયદા જાણીને તમે પણ તેનો ઉપયોગ કરવા લાગશો.

આજે અમે શાકભાજીની માં ગણાતી દૂધી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધીનું તેલ વાળ અને મગજને ઠંડક આપનારું હોય છે.

મોટાભાગના લોકોને દૂધી નું સેવન કરવું જરા પણ પસંદ હોતું નથી. પણ તેના ફાયદાઓ જ એટલા બધા છે કે આપણે તેને નજરઅંદાજ કરી જ નાં શકીએ. દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકાર ની આવે છે. મીઠી દૂધી અને કડવી દૂધી.

સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કે કસરત કાર્ય ના અડધા કલાક પછી દૂધીનો રસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીર માં ગ્લાય્કોઝીન ના સ્તર ને લેવલ માં રાખે છે અને શરીર માં કારબોહાઈડ્રેટ ની ઉણપ ને પણ પૂરી કરે છે.

હૃદય ની બીમારી માં દૂધીનું જ્યુસ પીવું ખુબજ લાભકારી છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનું જ્યુસ પીવાથી હૃદય ના રોગીઓને ફાયદો થાય છે. વાળ ખરવાની સમસ્યામાં દૂધી અને તેનું તેલ ખુબજ ફાયદાકારક છે. દૂધી ને મીક્ષર માં પીસીને વાળ માં લગાવવાથી માથાના દુખાવામાં ફાયદો થાય છે અને માથાને ઠંડક મળે છે.

શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવિકાર, ગૂમડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે. ખૂબ તાવ હોય અને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે.

દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુ:ખાવામાં લાભ થાય છે. દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

અલ્સર હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે. દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી ઉંઘ આવે છે. કબજિયાતની સમસ્યાથી પીડિત લોકોને વધુ ફાઇબરવાળો ખોરાક લેવાની જરૂર પડે છે. દૂધીમાં ભરપૂર ફાઇબર હોવાથી જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેઓના મળાશયમાં ફસાયેલ તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ દૂધી પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.

દૂધીના ગર્ભમાંથી તાજું પાણી કાઢી તેનાથી પા ભાગ તલનું તેલ, બદામનું તેલ સાથે પકવવું. પાણી તમામ બળી જાય ત્યારે તેલ ઉતારી લેવું. તેલનો ઉપયોગ ઊંઘ લાવવા, ગરમ ખાંસી નરમ પાડવા માટે થાય છે.

દુધીનું જ્યુસ બનાવવાની રીત:

૧ નાની દૂધી ને છોલીને નાના નાના કટકા કરીને મીક્ષરમાં થોડું પાણી નાખીને પીસી લેવી. ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાળી તેમાં મરીનો ભુક્કો, સિંધા નમક નાખીને પીવો. સવારે ઉઠીને ભૂખ્યા પેટે દુધીનું  જ્યુસ પીવું હિતાવહ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top